બાંગ્લાદેશી કેપ્ટને વિન્ડીઝ સામે ક્લિન સ્વીપ કરતાની સાથે જ T20માંથી નિવૃત્તિ લીધી, આ ફોર્મેટમાં દેશનો એકમાત્ર ‘શતક’વીર ખેલાડી

|

Jul 17, 2022 | 10:07 AM

BAN vs WI: તમીમ ઈકબાલે વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 ODI સિરીઝમાં પોતાની કેપ્ટનશીપ હેઠળ ક્લીન સ્વીપ કરી, T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. આ પહેલા આ વર્ષે જાન્યુઆરીમાં તેણે ટી20 ક્રિકેટમાંથી 6 મહિનાનો બ્રેક લેવાની જાહેરાત કરી હતી.

બાંગ્લાદેશી કેપ્ટને વિન્ડીઝ સામે ક્લિન સ્વીપ કરતાની સાથે જ T20માંથી નિવૃત્તિ લીધી, આ ફોર્મેટમાં દેશનો એકમાત્ર શતકવીર ખેલાડી
Bangladesh Cricket (File Photo)

Follow us on

બાંગ્લાદેશ વનડે ક્રિકેટ ટીમ (Bangladesh Cricket) ના સુકાની તમિમ ઈકબાલ (Tamim Iqbal) એ ટી-20માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે બાંગ્લાદેશના ગુયાનામાં વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) સામેની 3 ODI શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ જીત્યા બાદ તરત જ આ માહિતી આપી હતી. તમીમ ઇકબાલની કેપ્ટનશિપમાં બાંગ્લાદેશ ટીમે શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝને 3-0 થી સીરિઝમાં ક્લીન સ્વીપ કરી હતી. ગયાનામાં રમાયેલી છેલ્લી મેચ બાંગ્લાદેશે 4 વિકેટે જીતી હતી. તમીમને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. સિરીઝ જીત્યા પછી તરત જ સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યે તમિમ ઇકબાલે તેના ફેસબુક પેજ પર બંગાળીમાં લખ્યું, “હું આજથી જ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. દરેકનો આભાર.”

આ સાથે જ બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર તમિમ ઇકબાલ (Tamim Iqbal) ના ટી20 ક્રિકેટ રમવાના નિર્ણય અંગેની અટકળોનો અંત આવ્યો હતો. તેણે આ વર્ષની શરૂઆતમાં T20 ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. પછી તેણે કહ્યું કે તે 6 મહિના માટે આ ફોર્મેટથી દૂર થઈ રહ્યો છે.

તમીમ ઇકબાલે ટી20માંથી 6 મહિનાનો બ્રેક લીધો હતો

તમિમ ઇકબાલે આ વર્ષે 27 જાન્યુઆરીએ કહ્યું હતું કે, “મારું સંપૂર્ણ ધ્યાન ટેસ્ટ અને વનડે પર રહેશે. અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 2023 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાની તૈયારી કરી રહ્યા છીએ. હું આગામી છ મહિનામાં T20 વિશે વિચારીશ નહીં. મને આશા છે કે ખેલાડીઓ એટલો સારો દેખાવ કરશે કે ટીમને ટી-20માં મારી જરૂર નહીં પડે. પરંતુ જો ભગવાન ટીમને કે ક્રિકેટ બોર્ડને મારી જરૂર હોય અને હું તૈયાર છું તો હું તેના વિશે વિચારીશ.’

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તમીમ ઇકબાલ ગત ટી20 વર્લ્ડ કપ રમ્યો ન હતો

બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર તમિમ ઇકબાલે ગયા વર્ષે બધાને ચોંકાવીને ટી20 વર્લ્ડ કપની ટીમ સાથે જોડાયો ન હતો. ત્યાર પછી તમિમ ઇકબાલે સૌમ્ય સરકાર અને મોહમ્મદ નઈમને ઓપનર તરીકે વધુ તક આપવા માટે આ પગલું ભર્યું હતું. જો કે આ બંને ખેલાડીઓ ઓપનર તરીકે નિષ્ફળ રહ્યા હતા અને ત્યાર બાદ બંનેને ટી20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. તમીમ ઇકબાલ છેલ્લે માર્ચ 2020માં T20I રમ્યો હતો. ત્યાર બાદ તેણે ઝિમ્બાબ્વે સામે 33 બોલમાં 41 રન બનાવ્યા હતા.

તમીમ ઇકબાલ ટી20 ક્રિકેટમાં બાંગ્લાદેશનો એક માત્ર સદીવીર ખેલાડી

બાકીના ફોર્મેટમાં તમીમ ઇકબાલ (Tamim Iqbal) નું પ્રદર્શન સારું રહ્યું હતું. તેની કપ્તાનીમાં બાંગ્લાદેશે સતત પાંચ વનડે શ્રેણી જીતી હતી. જેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શનિવારે પુરી થયેલી શ્રેણીનો સમાવેશ થાય છે. તમીમ ઇકબાલ 2007 થી 2018 સુધી બાંગ્લાદેશની T20 ટીમનો નિયમિત સભ્ય હતો. આ દરમિયાન તેણે ટીમની 84માંથી 75 મેચોમાં ભાગ લીધો હતો. ટી20માં સદી ફટકારનાર તે બાંગ્લાદેશનો એકમાત્ર બેટ્સમેન છે. તો તેણે આ ફોર્મેટમાં 24 થી વધુની સરેરાશથી 1701 રન બનાવ્યા છે. તે ડોમેસ્ટિક T20 રમવાનું ચાલુ રાખશે. તે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.

Next Article