BAN vs NED: કોલિનની લડાયક ઈનીંગ છતાં નેધરલેન્ડ માટે દૂર રહી ગઈ જીત, બાંગ્લાદેશનો 9 રનથી વિજય

|

Oct 24, 2022 | 2:43 PM

નેધરલેન્ડે (Netherlands) ક્વોલિફાયરમાં શાનદાર રમત બતાવી હતી અને તેણે સુપર-12 મેચમાં પણ પોતાની રમતનો પરિચય આપ્યો હતો પરંતુ ટીમ વિજય મેળવી શકી નહોતી.

BAN vs NED: કોલિનની લડાયક ઈનીંગ છતાં નેધરલેન્ડ માટે દૂર રહી ગઈ જીત, બાંગ્લાદેશનો 9 રનથી વિજય
Bangladesh beat Netherlands in ICC T20 World Cup 2022

Follow us on

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે (Bangladesh Cricket Team) સોમવારે હોબાર્ટના બેલેરીવ ઓવલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં નેધરલેન્ડને (Netherlands) નવ રનથી હરાવ્યું હતું. આ સાથે બાંગ્લાદેશે તેમના ICC T20 વર્લ્ડ કપ-2022 (T20 World Cup 2022) અભિયાનની જીત સાથે શરૂઆત કરી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે આઠ વિકેટના નુકસાને 144 રન બનાવ્યા હતા. નેધરલેન્ડની ટીમે બાંગ્લાદેશને જોરદાર ટક્કર આપી હતી પરંતુ તે જીતી શકી નહોતી. સંપૂર્ણ 20 ઓવર રમ્યા છતાં આ ટીમ 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

બાંગ્લાદેશ માટે તસ્કીન અહેમદે પોતાની ચાર ઓવરમાં 25 રન આપીને ચાર વિકેટ લીધી હતી. બીજી તરફ નેધરલેન્ડ માટે કોલિન એકરમેને 62 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 48 બોલનો સામનો કર્યો અને છ ચોગ્ગા ઉપરાંત બે છગ્ગા પણ ફટકાર્યા. અન્ય કોઈ બેટ્સમેન તેને સાથ આપી શક્યો ન હતો.

નેધરલેન્ડે ખૂબ સંઘર્ષ કર્યો

145 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડે એક સમયે માત્ર 15 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ ટીમે હાર ન માની અને લડત ચાલુ રાખી. કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે કોલિનને ટેકો આપ્યો અને ટીમનો સ્કોર 50થી આગળ લઈ ગયો. તે 16 રન બનાવીને શાકિબ અલ હસનનો શિકાર બન્યો હતો. 101 રન આવ્યા ત્યાં સુધીમાં નેધરલેન્ડે તેની નવ વિકેટ ગુમાવી દીધી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કોલિન પણ અહીં પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ તેમ છતાં નેધરલેન્ડે બાંગ્લાદેશને રાહતનો શ્વાસ લેવા દીધો નહોતો. પોલ વાન મીકેરેને અંતે ઝડપી સ્કોર કરવાનો પ્રયાસ કર્યો અને ટીમને જીતાડવાનું ચાલુ રાખ્યું પરંતુ તે કાર્ય પૂર્ણ કરી શક્યો નહીં. તેણે 14 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશની બેટિંગ નબળી રહી

બાંગ્લાદેશ ભલે આ મેચ જીતી ગયું હોય, પરંતુ તેની બેટિંગ નબળી હતી, જે નેધરલેન્ડ જેવી નબળી ગણાતી ટીમ સામે મોટો સ્કોર કરી શકી ન હતી. નજમુલ ટીમ એક પણ અડધી સદી ફટકારી શકી ન હતી. બાંગ્લાદેશ તરફથી અફીફ હુસૈને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 27 બોલમાં 38 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. નજમુલ હુસેન શાંતોએ 20 બોલમાં 25 રન બનાવ્યા હતા. સૌમ્યા સરકારે 14 રનની ઇનિંગ રમી હતી. મૌસદેક હુસૈને 20 રન બનાવ્યા હતા. નુરુલ હસને 13 રન બનાવ્યા હતા.

Published On - 2:34 pm, Mon, 24 October 22

Next Article