BAN vs SL: ઢાકા ટેસ્ટમાં ફિલ્ડિંગ કરતી વખતે શ્રીલંકાના ખેલાડીને છાતીમાં દુખાવો થયો, હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો

|

May 23, 2022 | 4:10 PM

Cricket : શ્રીલંકા (Sri Lanka Cricket) બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના પહેલા જ દિવસે કુસલ મેન્ડિસને (Kusal Mendis) અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પીડાને કારણે તેણે મેદાન છોડી દીધું હતું. સાવચેતીના ભાગરૂપે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

BAN vs SL: ઢાકા ટેસ્ટમાં ફિલ્ડિંગ કરતી વખતે શ્રીલંકાના ખેલાડીને છાતીમાં દુખાવો થયો, હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો
Kusal Mendis (PC: ESPNcricinfo)

Follow us on

ક્રિકેટની દુનિયામાં હાલ આઈપીએલની સાથે સાથે ટેસ્ટ ક્રિકેટની પણ શરૂઆત થઇ ગઇ છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ (BAN vs SL) વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના પહેલા જ દિવસે કુસલ મેન્ડિસ (Kusal Mendis) ને અચાનક છાતીમાં દુખાવો થયો હતો. આવી સ્થિતિમાં તેણે દુખાવાના કારણે મેદાન છોડી દીધું હતું. સાવચેતીના ભાગરૂપે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કુસલ મેન્ડિસની હાલ ઢાકાની એક હોસ્પિટલમાં દેખરેખ કરવામાં આવી રહી છે. ડોક્ટરોની ટીમ તેના પર નજર રાખી રહી છે.

ESPNCricinfo ના રિપોર્ટ અનુસાર કુસલ મેન્ડિસને હાલમાં ઢાકાની હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતના લંચ બ્રેક બાદ આ ઘટના બની હતી. 23મી ઓવર દરમિયાન મેન્ડિસ (27 વર્ષીય) સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને તેની તબિયત બગડી હતી. ત્યાર બાદ ફિઝિયો મેદાન પર આવ્યો હતો. મેન્ડિસને છાતીમાં દુખાવાના કારણે મેદાન છોડવું પડ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

હાલ કુસલ મેન્ડિસની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છેઃ ડોક્ટર મંજુર હુસૈન ચૌધરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (Bangladesh Cricket Board) ના ડૉક્ટર મંજૂર હુસૈન ચૌધરીએ કુસલ મેન્ડિસ વિશે જણાવ્યું કે, તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને તેને સારી સારવાર આપવામાં આવી રહી છે. તેણે કહ્યું કે મેચ દરમિયાન ડી-હાઈડ્રેશનને કારણે તે અસ્વસ્થતા અનુભવતો હતો. જ્યારે તેણે એમ પણ કહ્યું હતું કે ગેસ સંબંધિત કેટલીક સમસ્યા પણ હોઈ શકે છે. મેન્ડિસ કેટલો સમય હોસ્પિટલમાં રહેશે તે અંગે હાલમાં કોઈ માહિતી મળી નથી.

 

કુસલ મેન્ડિસે પહેલી ટેસ્ટમાં શાનદાર ઇનિંગ રમી હતી

કુસલ મેન્ડિસે પ્રથમ ટેસ્ટમાં કેટલીક સારી ઇનિંગ્સ રમી હતી. તેણે પ્રથમ દાવમાં 54 અને બીજી ઈનિંગમાં 48 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સના કારણે ચિત્તાગોંગ ટેસ્ટ ડ્રો કરવામાં મદદ મળી હતી. આ પહેલા પ્રથમ ટેસ્ટમાં અમ્પાયર રિચર્ડ કેટલબરો પણ ગરમ થવાને કારણે મેદાનની બહાર નીકળી ગયા હતા. બાંગ્લાદેશના બેટ્સમેન તમીમ ઈકબાલે આંચકીને કારણે નિવૃત્તિ લેવી પડી હતી.

Next Article