BAN vs NZ: જબરદસ્ત રમત વડે ઓસ્ટ્રેલિયા બાદ હવે ન્યુઝીલેન્ડને પણ T20 ક્રિકેટ સિરીઝમાં કચડવા તરફ બાંગ્લાદેશ, 3-1થી અજય

|

Sep 08, 2021 | 11:56 PM

બાંગ્લાદેશની ટીમે T20 ફોર્મેટમાં ન્યુઝીલેન્ડને પ્રથમ વાર પરાસ્ત કર્યુ છે તો વળી T20 વિશ્વકપ (T20 World Cup) પહેલા બાંગ્લાદેશની ટીમને બે મોટી ટીમોને હરાવીને જબરદસ્ત આત્મવિશ્વાસ ભરાશે.

BAN vs NZ: જબરદસ્ત રમત વડે ઓસ્ટ્રેલિયા બાદ હવે ન્યુઝીલેન્ડને પણ T20 ક્રિકેટ સિરીઝમાં કચડવા તરફ બાંગ્લાદેશ, 3-1થી અજય
Team Bangladesh

Follow us on

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે (Bangladesh Cricket Team) ઢાકામાં ચોથી T20 મેચમાં ન્યૂઝીલેન્ડ (New Zealand Cricket Team)ને છ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે તેઓએ પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 93 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં બાંગ્લાદેશે કેપ્ટન મહમુદુલ્લાહ રિયાધના અણનમ 43 રનની મદદથી ચાર વિકેટે 96 રન બનાવીને છ વિકેટથી જીત નોંધાવી હતી.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બાંગ્લાદેશે પાંચ બોલ બાકી રાખીને લક્ષ્ય હાંસલ કરી લીધુ હતુ. બાંગ્લાદેશની જીતના હિરોમાં સ્પિનર ​​નસૂમ અહમદ અને મધ્યમ ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાન પણ સામેલ હતા. બંનેએ ચાર-ચાર વિકેટ લીધી. તેમની સામે ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 19.3 ઓવરમાં જ સમેટાઈ ગઈ હતી.

 

પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો ફરી એક વખત નિષ્ફળ રહ્યા હતા. તેના માટે કેપ્ટન ટોમ લેથમે 21 અને વિલ યંગે 46 રન બનાવ્યા હતા. બાકીના બેટ્સમેનો આવી રમત ન બતાવી શક્યા. બાંગ્લાદેશના નસૂમ અહમદે ચાર ઓવરમાં માત્ર 10 રન આપીને ચાર વિકેટ લીધી હતી. તેણે બે ઓવર મેઈડન પણ ફેંકી હતી. તે જ સમયે મુસ્તફિઝુર રહેમાને 3.3 ઓવરમાં 12 રન આપીને ચાર બેટ્સમેનોને પેવેલિયન તરફ ચાલતા કરી દીધા હતા.

 

જેના જવાબમાં બાંગ્લાદેશની વિકેટ પણ સસ્તામાં પડી હતી. પરંતુ કેપ્ટન મહમુદુલ્લાહે મામલો સંભાળી લીધો હતો. તેણે પોતાની ઈનિંગમાં 48 બોલનો સામનો કર્યો અને બે સિક્સર ફટકારી. આ સાથે જ ઓપનર મોહમ્મદ નઈમે 35 બોલમાં 29 રનની ઈનિંગ રમી હતી. આ સાથે બાંગ્લાદેશે સરળતાથી લક્ષ્ય હાંસલ કર્યું. બંને ટીમો વચ્ચે પાંચમી મેચ શુક્રવારે રમાશે. યજમાન બાંગ્લાદેશે પ્રથમ વખત T20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે.

 

ન્યુઝીલેન્ડ પહેલા ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ હતુ

આ શ્રેણી પહેલા બાંગ્લાદેશની ટીમ T20માં ક્યારેય જીતી શકી ન હતી. બાંગ્લાદેશે શ્રેણીની પ્રથમ અને બીજી મેચ જીતીને 2-0ની લીડ મેળવી હતી. પરંતુ ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડે પુનરાગમન કર્યું અને શ્રેણી 2-1 પર લાવી. બાંગ્લાદેશી ટીમે તાજેતરના દિવસોમાં પોતાની હોમ પીચનો ભરપૂર ફાયદો ઉઠાવતા શાનદાર રમત દર્શાવી છે. તેણે થોડા દિવસો પહેલા જ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વખત શ્રેણી જીતી હતી. આ પરિણામો T20 વર્લ્ડ કપ પહેલા ટીમના આત્મવિશ્વાસ પર મોટી અસર કરી શકે છે.

 

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021 માટે ટીમ ઇન્ડીયાનુ BCCI એ કર્યુ એલાન, 15 ધૂરંધરોના બળ પર જીતાશે વિશ્વકપ!

 

આ પણ વાંચોઃ IPL 2021: ટૂર્નામેન્ટની 31 મેચ દરમ્યાન 30 હજાર કોરોના ટેસ્ટ કરાશે, આ રીતે બીજા તબક્કામાં કોરાના સામે કરાશે રક્ષણ

Published On - 11:52 pm, Wed, 8 September 21

Next Article