AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranji Trophy 2022: તમિલનાડુના જુડવા ભાઈએ એક જ મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો

રણજી ટ્રોફી 2022ઃ બાબા અપરાજીતના 144 રન અને બાબા ઇંદ્રજીતના 127 રનની મદદથી તમિલનાડી રણજી ટીમે 6 વિકેટે 417 રન બનાવ્યા.

Ranji Trophy 2022: તમિલનાડુના જુડવા ભાઈએ એક જ મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો
Baba Aparajit and Baba Indrajit (PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:33 PM
Share

તમિલનાડુ અને છત્તીસગઢ વચ્ચે ચાલી રહેલ રણજી ટ્રોફીમાં (Ranji Trophy 2022) તમિલનાડુના બેટ્સમેન બાબા અપરાજિત (Baba Aparajith) અને બાબા ઇંદ્રજીત (Baba Indrajith) એ ઇતિહાસ રચી દીધો છે. બંને ફર્લ્ટ ક્લાસ ક્રિકેટમાં એવા પહેલા જુડવા ભાઈ બની ગયા છે કે જેણે એક જ મેચમાં એક જ ટીમ માટે સદી ફટાકરી છે. આ મેચમાં બાબા ઇંદ્રજીતે 127 રનની ઇનિંગ રમી હતી. જ્યારે તેના ભાઈ બાબા અપરાજીતે 144 રનની અણનમ ઇનિંગ રમી હતી.

બંને ભાઈઓએ શાનદાર ઇનિંગને પહલે તમિલનાડુ મજબુત સ્થિતિ પર પહોંચી ગયું છે. રમતના બીજા દિવસે લંચ સુધી ટીમે 6 વિકેટે 417 રન બનાવી દીધા છે. બાબા ઇંદ્રજીતે 11મી ફર્લ્ટ ક્લાસ મેચ હતી. જ્યારે તેના ભાઈ બાબા અપરાજીતની 10મી ફર્લ્ટ ક્લાસ મેચ હતી. બંને ખેલાડી ભાઈઓએ ત્રીજી વિકેટ માટે 205 રનની ભાગીદારી નોંધાવી અને તમિલનાડુની ટીમ એક મજબુત સ્થિતિ પર પહોંચી ગયું છે.

પહેલા પણ બંને ભાઈઓએ એક જ મેચમાં સદી ફટકાર હતી. પણ ત્યારે બંને અલગ-અલગ ટીમો માટે રમતા હતા. પણ એવું પહેલીવાર બન્યું છે કે જ્યારે એક જ ટીમ માટે રમતા જુડવા ભાઈઓએ આ સિદ્ધી મેળવી.

બાબા અપરાજિતે ઇન્ડિયા રેડ તો બાબા ઇંદ્રજીતે ઇન્ડિયા ગ્રીન ટીમ માટે રમતા દુલીપ ટ્રોફીમાં સદી ફટકારી હતી. બંને ભાઈઓનો રમવાનો અંદાજ પણ એકબીજાથી એકદમ અલગ જ છે. બાબા ઇંદ્રજીતે 141 બોલમાં 127 રનની ઇનિંગ રમી હતી. જ્યારે બાબા અપરાજીતે 247 બોલમાં 144 રનની અણનમ ઇનિંગ રમી હતી.

એક જાણીતા અંગ્રેજી અખબાર સાથે વાત કરતા ઇંદ્રજીતે કહ્યું કે, “એકબીજા સાથે બેટિંગ કરવી એ નાનપણથી જ પસંદ છે. અમે હંમેશા એકબીજાને સપોર્ટ કરીએ છીએ. જ્યારે આ પહેલા અમે બંનેએ સદી ફટકારી હતી ત્યારે અમે અલગ અલગ ટીમમાં રમતા હતા પણ એક મેચમાં અને તમિલનાડુ માટે એવું કરવાનો અનુભવ અમારા માટે ખાસ રહ્યો છે.”

આ સિદ્ધી મેળવ્યા બાદ બાબા અપરાજીતે કહ્યું કે તે ઝડપથી બોલને હીટ કરી રહ્યો હતો પણ હું એવી કોઇ ભુલ કરવા માંગતો ન હતો.  ધીમી પીચ જોતા પહેલીવાર મારો વિચાર બેટિંગ કરવાનો હતો.

આ પણ વાંચો : INDvSL: બીજી T20 પહેલા શ્રીલંકાને લાગ્યો મોટો ઝટકો, વધુ 2 ખેલાડી સીરિઝમાંથી થયા બહાર

આ પણ વાંચો : INDvSL: શ્રીલંકા ટીમમાં બે દિગ્ગજોની વાપસી, ભારત સામે ટેસ્ટ ટીમની થઇ જાહેરાત

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">