AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ અધવચ્ચેથી છોડી PSL, આ છે મુખ્ય કારણ

જેમ્સ ફોકનરે પાકિસ્તાન છોડતા પહેલા હોટલ પર પીસીબી બોર્ડના એક અધિકારી સાથે વાત કર્યા બાદ લોબીની બાલ્કનીની બારીમાંથી પોતાનું બેટ અને હેલ્મેટ ફેકી દીધું હતું.

ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ અધવચ્ચેથી છોડી PSL, આ છે મુખ્ય કારણ
James Faulkner (PC: TV9)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 10:04 PM
Share

ઓસ્ટ્રેલિયાના ઓલ રાઉન્ડર જેમ્સ ફોકનર (James Faulkner) એ પાકિસ્તાન સુપર લીગ (Pakistan Super League) ને વચ્ચેથી જ છોડી દીધી છે. લીગની ફ્રેન્ચાઇઝી નાણા નહીં આપવાના કારણે જેમ્સ ફોકનરે આ નિર્ણય લીધો છે. તેણે કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) એ નિયમોનું પાલન નથી કર્યું અને સતત મારી સાથે ખોટુ બોલવાનું ચાલુ રાખ્યું.

ક્રેટા ગ્લેડિએટર્સ માટે છેલ્લી ત્રણ મેચમાં નહીં રમનાર જેમ્સ ફોકનરને લઇને કહેવામાં આવી રહ્યું છે કે તેનો ગુસ્સો વધી ગયો છે. ESPNCricinfo પ્રમાણે ફોકનર બાકી રહેલ નાણાને લઇને પીસીબી સાથે વાત કરી રહ્યો હતો. શુક્રવારે આ વાત એટલી હદે ખરાબ થઇ ગઇ કે જેમ્સ ફોકનરે એરપોર્ટ પર જતા પહેલા પીસીબીના એક અધિકારી સાથે વાત કર્યા બાદ લોબી ફ્લોરની બાલકનીમાંથી પોતાનું બેટ અને હેલમેટ ફેકી દીધું.

એ પહેલા તેણે બે ટ્વીટ કરતા પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોની માફી માંગી હતી. પાકિસ્તાન સુપર લીગમાં તેને મળેલ  ટ્રીટમેન્ટને  પોતાનું અપમાન ગણાવ્યું છે. આ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે ફોકનરની વાતો ખોટી અને ભ્રામક છે અને તેના આરોપો પર ખેદ વ્યક્ત કર્યો છે. સાથે એ પણ કહ્યું છે કે બોર્ડ જલ્દી એક વિસ્તૃત નિવેદન જાહેર કરશે.

ઈએસપીએન પ્રમાણે ગ્લેડિએટર્સે આ વિવાદથી પોતાને દુર રાખતા કહ્યું કે ખેલાડીનો વિવાદ પીસીબી સાથે છે, એવામાં તેનો કોઇ લેવા-દેવા નથી. જોકે ખેલાડીઓને તેમની ચુકવણી પીસીબી તરફથી ફ્રેન્ચાઇઝીથી નાણા મળે તે પહેલા જ કરવામાં આવે છે. એવામાં સંપુર્ણ કેસ શું છે તે બોર્ડના જણાવ્યા બાદ જ ખ્યાલ આવશે. આ સિઝનમાં ફોકનરે પાકિસ્તાન સુપર લીગમાં કુલ 6 મેચ રમી છે. જેમાં તેણે 6 વિકેટ ઝડપી છે અને 49 રન બનાવ્યા છે. પાકિસ્તાન સુપર લીગમાં ખેલાડીઓને વધુ રકમ પણ નથી મળતી. ખેલાડીઓની કેટેગરી પ્રમાણે રકમ આપવામાં આવે છે. આઈપીએલની જેમ તેમાં હરાજી નથી થતી.

આ પણ વાંચો : Pro Kabaddi League: સિઝન 2ની ચેમ્પિયન યુ મુમ્બા સામે પ્લેઓફની ટીકિટ મેળવવા માટે મેટ પર ઉતરશે ગુજરાતની ટીમ

આ પણ વાંચો : INDvSL: રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની બન્યો, રહાણે-પુજારાને પડતા મુકાયા, શ્રીલંકા સામેની T20 અને ટેસ્ટ ટીમની જાહેરાત 

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">