AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SL vs AUS: ડેવિડ વોર્નરની તોફાઇ ઇનિંગ એળે ગઇ, શ્રીલંકાએ ઇતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયાને અંતિમ બોલ પર હરાવી વન-ડે સીરિઝ જીતી

SL vs AUS Match Result: ડેવિડ વોર્નરે (David Warner) ઓસ્ટ્રેલિયા માટે શાનદાર ઇનિંગ રમી પરંતુ તે એક રનથી સદી ચૂકી ગયો. તો શ્રીલંકાએ 30 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા પર વન-ડે સીરિઝ જીતી.

SL vs AUS: ડેવિડ વોર્નરની તોફાઇ ઇનિંગ એળે ગઇ, શ્રીલંકાએ ઇતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયાને અંતિમ બોલ પર હરાવી વન-ડે સીરિઝ જીતી
Sri Lanka Cricket (PC : Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 7:26 AM
Share

શ્રીલંકાની ક્રિકેટ (Sri Lanka Cricket) ટીમે મંગળવારે બોલરોની વર્ચસ્વવાળી મેચમાં ઓસ્ટ્રેલિયા (Cricket Australia) ને ચાર રનથી હરાવ્યું હતું. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી મેચ જીતવાની સાથે જ શ્રીલંકાએ પાંચ મેચની વનડે શ્રેણી 3-1 થી જીતી લીધી છે. આ મેચમાં બોલરોનો દબદબો રહ્યો હતો. પહેલા ઓસ્ટ્રેલિયાના બોલરોએ શ્રીલંકાના બેટ્સમેનોને મોટો સ્કોર કરતા અટકાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 49 ઓવરમાં શ્રીલંકાને 254 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ માટે આ ટાર્ગેટ આસાન હતો. પરંતુ શ્રીલંકાના બોલરોએ એવું શાનદાર પ્રદર્શન કર્યું કે મુલાકાતી ટીમ 50 ઓવરમાં પોતાની તમામ વિકેટ ગુમાવીને 254 રન જ બનાવી શકી.

259 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી. તેણે ત્રીજી ઓવરના ચોથા બોલ પર કેપ્ટન એરોન ફિન્ચને ગુમાવ્યો હતો. ફિન્ચ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. કેપ્ટનના આઉટ થયા પછી તેના ઓપનિંગ પાર્ટનર ડેવિડ વોર્નરે ઇનિંગની કમાન સંભાળી અને એક છેડો જાળવી રાખ્યો.

સદીથી માત્ર 1 રન ચુક્યો ડેવિડ વોર્નર

વોર્નરે એક છેડો પકડી રહ્યો હતો. પરંતુ બીજા છેડેથી તેને ટેકો આપવા માટે કોઈ ન હતું. મિચેલ માર્શ 26 રન બનાવીને આઉટ થયો હતો. માર્નસ લાબુશેન માત્ર 14 રન બનાવી આઉટ થયો હતો. એલેક્સ કેરીએ 19 રનનું યોગદાન આપ્યું હતું. ટ્રેવિસ હેડ તેની ઇનિંગ્સને 27 રનથી આગળ લઈ શક્યો ન હતો. ગ્લેન મેક્સવેલના બેટમાંથી માત્ર એક રન આવ્યો હતો. કેમરૂન ગ્રીન 13 રન બનાવી આઉટ થયો હતો. 223ના કુલ સ્કોર પર ગ્રીનની વિકેટ પડી હતી. પરંતુ તે પહેલા જ વોર્નર પેવેલિયન પરત ફર્યો હતો. વોર્નર 99 રને આઉટ થયા હતો અને માત્ર 1 રનથી સદી ચૂકી ગયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 112 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગા ફટકાર્યા.

પેટ કમિન્સનો પ્રયાસ નિષ્ફળ રહ્યો

પેટ કમિન્સે ટીમના સ્કોરને સન્માનજનક સુધી પહોંચાડવા માટે પ્રયાસો શરૂ કર્યા. પણ તે સફળ થઈ શક્યો નહીં. પેટ કમિન્સે 43 બોલમાં 35 રનની મહત્વની ઈનિંગ રમી હતી. પરંતુ તે ચામિકા કરુણારત્નેની બોલ પર એલબીડબ્લ્યુ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. તેની વિકેટ 49મી ઓવરના પાંચમા બોલ પર પડી હતી. 50મી ઓવરના છેલ્લા બોલ પર મેથ્યુ કુહનેમેન 15 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો.

શ્રીલંકા માટે ધનંજય, કરુણારત્ને, જ્યોફ્રી વાન્ડરસેએ બે-બે સફળતા  મેળવી હતી. મહિષ તિક્ષાના, વનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલાગેએ એક-એક વિકેટ લીધી હતી.

આવી રહી શ્રીલંકાની ઇનિંગ

શ્રીલંકાના બેટ્સમેનો પણ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યા ન હતા. તેના માત્ર બે બેટ્સમેનએ સારી ઇનિંગ રમી હતી. જેના આધારે ટીમ 250ના આંકને પાર કરી શકી. યજમાન ટીમ તરફથી ચારિથા અસલંકાએ સૌથી વધુ 110 રન બનાવ્યા હતા. અસલંકાએ 106 બોલનો સામનો કરીને 10 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તેના સિવાય ધનંજયે 60 રનની ઇનિંગ રમી હતી. ધનંજયે પોતાની ઇનિંગમાં 61 બોલનો સામનો કર્યો અને સાત ચોગ્ગા ફટકાર્યા. આ બંને સિવાય ટીમનો અન્ય કોઈ બેટ્સમેન સારો દેખાવ કરી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યુ, કમિન્સ અને માર્શે બે-બે વિકેટ લીધી હતી.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">