
એશિયન ગેમ્સ 2026 જાપાન ક્રિકેટ માટે એક ઐતિહાસિક તક બની રહી છે. જાપાન 22 સપ્ટેમ્બરે સાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત સામે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમશે. વિશ્વની નંબર-1 T20 ટીમ સામે રમવા માટે જાપાને પોતાની ટીમ જાહેર કરી છે અને ટીમની કમાન કેન્ડલ કાડોવાકી-ફ્લેમિંગને સોંપવામાં આવી છે.
કેન્ડલ કાડોવાકી-ફ્લેમિંગ જાપાન ક્રિકેટનો સૌથી સફળ બેટ્સમેન છે. તેણે 55 T20 મેચમાં 38ની સરેરાશથી 1,871 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને 12 અડધી સદીનો સમાવેશ થાય છે. જાપાનમાં જન્મેલો કેન્ડલ કાડોવાકી ફ્લેમિંગ સાત વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયા ગયો હતો અને ત્યાં અંડર-17 સ્તરે ક્વીન્સલેન્ડ માટે ક્રિકેટ રમ્યો હતો.
JUST IN : Japan have named a 15-member squad for the historic one-off T20I against India.
▪️ Kendel Kadowaki-Fleming (C)
▪️ Charlie Hara-Hinze
▪️ Benjamin Ito-Davis
▪️ Alester Kadowaki-Fleming
▪️ Kohei Kubota
▪️ Jake Kusuda-Nairn
▪️ Wataru Miyauchi (WK)
▪️ Reo Sakurano-Thomas… pic.twitter.com/euNJ6GuqOZ— TheWicketReport (@WicketReport) September 8, 2026
18 વર્ષની ઉંમરે જાપાન ક્રિકેટ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ક્રિકેટ રમવા માટે દર વર્ષે જાપાન જતો રહ્યો અને ધીમે-ધીમે ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી બની ગયો. ક્રિકેટ ઉપરાંત ફ્લેમિંગ એક મોટી કંપનીમાં સિનિયર ફાઇનાન્શિયલ એનાલિસ્ટ તરીકે પણ કામ કરે છે અને પોતાની પ્લેયર મેનેજમેન્ટ કંપની પણ ચલાવે છે.
જાપાનના કેપ્ટનનો મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડાયેલો કિસ્સો પણ ખૂબ રસપ્રદ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જોતા મોટા થયેલા ફ્લેમિંગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે પણ ધોની બેટિંગ કરવા મેદાનમાં આવતો, ત્યારે તે અસ્વસ્થ થઈ જતો હતો. તેને ડર રહેતો હતો કે ધોની ક્રીઝ પર આવ્યા બાદ ઓસ્ટ્રેલિયા જીતતી મેચ પણ હારી શકે છે.
Can’t wait for kendel Kadowaki Fleming Vs Jasprit Bumrah battle. https://t.co/p2DfgJJ9iY pic.twitter.com/iKNnAsuRtW
— Pratyush Halder (@pratyush_no7) September 5, 2026
હવે એ જ કેન્ડલ કાડોવાકી-ફ્લેમિંગ જાપાનના કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયા સામે મેદાનમાં ઉતરશે. ભારત સામેની આ મેચ જાપાન ક્રિકેટ માટે ઐતિહાસિક રહેશે અને ચાહકોની નજર એ વાત પર રહેશે કે ધોનીથી ગભરાઈ જતો જાપાનનો કેપ્ટન હવે ભારતીય ટીમ સામે કેવું પ્રદર્શન કરે છે.
Published On - 4:25 pm, Tue, 8 September 26