AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 ઈન્ટરનેશનલ મેચમાં ટીમ 15 રનમાં ઓલઆઉટ, 7 ખેલાડી ખાતું ખોલાવી ન શક્યા

એશિયન ગેમ્સ 2023માં ક્રિકેટની રમત શરૂ થઈ ગઈ છે. પહેલા મહિલા મેચો રમાઈ રહી છે, પછી પુરુષોની મેચો યોજાશે. મહિલા વર્ગમાં પ્રથમ મેચ ઈન્ડોનેશિયા અને મોંગોલિયા વચ્ચે રમાઈ હતી, જેમાં ઈન્ડોનેશિયાએ મંગોલિયા સામે 187 રન બનાવ્યા હતા અને 172 રને મેચમાં યાદગાર જીત મેળવી હતી. ખાસ વાત એ હતી કે મંગોલિયાની આખી મહિલા ક્રિકેટ ટીમ માત્ર 15 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

T20 ઈન્ટરનેશનલ મેચમાં ટીમ 15 રનમાં ઓલઆઉટ, 7 ખેલાડી ખાતું ખોલાવી ન શક્યા
Indonesia vs Mongolia
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 6:28 PM
Share

ક્રિકેટ (Cricket) એ અનિશ્ચિતતાઓની રમત છે, કારણ કે અહીં ગમે ત્યારે કંઈપણ થઈ શકે છે. એક બોલ, એક ઓવર અથવા એક દાવ મેચનું પરિણામ બદલી શકે છે. આપણે જેની વાત કરી રહ્યા છીએ તે મેચમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે એક ટીમે મેચમાં ઓવરોની સંખ્યા જેટલા રન પણ ન બનાવી શકી. મતલબ કે ટીમ 20 ઓવરની મેચમાં 20 રન પણ બનાવી શકી નહીં. આખી ટીમ માત્ર 15 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ મેચ ચીનના હાંગઝોઉમાં શરૂ થયેલી એશિયન ગેમ્સ (Asian Games 2023) માં રમાઈ હતી.

એશિયન ગેમ્સ 2023માં મહિલા  T20 મેચ

આ વર્ષની એશિયન ગેમ્સમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને સૌથી મોટી વાત એ છે કે તેમાં ભારતીય મહિલા અને પુરૂષ ટીમો પણ ભાગ લઈ રહી છે. જોકે, ભારતીય ટીમની મેચોને હજી સમય છે. એશિયન ગેમ્સ 2023માં પહેલી મેચ ઈન્ડોનેશિયા અને મોંગોલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે હતી અને આ મેચના આંકડાઓએ બધાને ચોંકાવી દીધા હતા. આ મેચમાં મોંગોલિયાની ટીમ 15 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઈન્ડોનેશિયાએ 20 ઓવરમાં 187 રન બનાવ્યા

ઈન્ડોનેશિયા vs મંગોલિયા વચ્ચે એશિયન ગેમ્સ 2023માં પ્રથમ મહિલા ક્રિકેટ મેચ રમાઈ હતી. આ મેચમાં ઈન્ડોનેશિયાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 4 વિકેટે 187 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઈન્ડોનેશિયાની મહિલા ટીમ આટલા મોટા સ્કોર સુધી પહોંચી કારણ કે તેમની ઓપનરોએ સારી શરૂઆત આપી હતી. ઈન્ડોનેશિયન ઓપનરોએ મળીને મેચમાં 106 રન ઉમેર્યા હતા.

આ પણ વાંચો : IND vs AUS: સિનિયરોને આરામ, અશ્વિનની વાપસી, ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમની જાહેરાતમાં આ નિર્ણયો આશ્ચર્યચકિત

મોંગોલિયા 15 રનમાં ઓલઆઉટ

હવે મંગોલિયાની મહિલા ખેલાડીઓને 20 ઓવરમાં 188 રન બનાવવાનું લક્ષ્ય હતું. પરંતુ તેમની ખેલાડીઓએ જેટલી ઝડપી રન બનાવ્યા તેના કરતા વધુ ઝડપથી તેમની વિકેટ ગુમાવી હતી. સ્કોર બોર્ડ પર 10 રન પણ ઉમેરાયા ન હતા અને 7 મોંગોલિયન ખેલાડી ડગઆઉટમાં પાછા ફર્યા હતા. સ્થિતિ એવી હતી કે 7 ખેલાડીઓના ખાતા પણ ખૂલ્યા નહોતા. ટીમની કોઈ પણ ખેલાડીએ એટલા રન બનાવ્યા નથી જેટલા રન એક્સ્ટ્રા તરફથી આવ્યા હતા. મોંગોલિયા તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડીનો સ્કોર 3 રન હતો. જ્યારે ટીમને એક્સ્ટ્રાના 5 રન મળ્યા હતા.

ઈન્ડોનેશિયાએ 172 રને મેચ જીતી

હવે આવા પ્રદર્શન બાદ મોંગોલિયાની હાર નિશ્ચિત હતી. મંગોલિયાની ટીમ માત્ર 15 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઈન્ડોનેશિયાએ આ મેચ 172 રને જીતી લીધી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">