AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup Final: પાકિસ્તાનના ખેલાડીએ આખરે કબૂલ્યો ગુનો, ‘મારા કારણે જ થઈ ગઈ નામોશી’

એશિયા કપની ફાઇનલ (Asia Cup 2022 Final) માં શ્રીલંકાએ પાકિસ્તાન (Sri Lanka Vs Pakistan) ને 23 રને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

Asia Cup Final: પાકિસ્તાનના ખેલાડીએ આખરે કબૂલ્યો ગુનો, 'મારા કારણે જ થઈ ગઈ નામોશી'
Pakistan Team ને કેચ ડ્રોપ કરવા ભારે પડ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 10:57 AM
Share

બાબર આઝમ (Babar Azam) ની પાકિસ્તાનની ટીમ એશિયા કપ જીતવાથી ચુકી ગઈ હતી. પાકિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને 23 રને હરાવ્યું હતું. એશિયા કપ (Asia Cup 2022) માં શ્રીલંકાએ સતત બીજી વખત પાકિસ્તાની ટીમને હરાવી હતી. આ પહેલા સુપર 4ની છેલ્લી મેચમાં તેનો શરમજનક રીતે પરાજય થયો હતો. ખિતાબની હાર બાદ બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ (Pakistan Cricket Team) ના સ્ટાર ખેલાડીએ પોતાનો ગુનો કબૂલી લીધો અને પાકિસ્તાનને હરાવવા માટે પોતાને જવાબદાર ઠેરવ્યા.

કેચ માટે શાદાબે માફી માંગી

ફાઈનલમાં પુનરાગમન કરનાર શાદાબે હાર બાદ ટ્વીટ કરીને કહ્યું કે કેચ જીતે છે મેચ. માફ કરશો, હું આ હારની જવાબદારી લઉં છું. મેં મારી ટીમને નિરાશ કરી. નસીમ, હરિસ રઉફ, મોહમ્મદ નવાઝ અને સમગ્ર બોલિંગ આક્રમણ શાનદાર હતું. મોહમ્મદ રિઝવાને જોરદાર લડત આપી હતી. આખી ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો હતો. શાદાબે પણ શ્રીલંકન ટીમને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. શાદાબ ફાઇનલમાં પરત ફર્યો હતો.

તેને સુપર 4ની છેલ્લી મેચમાં આરામ આપવામાં આવ્યો હતો, જ્યાં શ્રીલંકાએ 5 વિકેટથી હરાવ્યું હતું. ફાઇનલમાં શાદાબે 4 ઓવરમાં 28 રન આપીને એક સફળતા હાંસલ કરી હતી. જે બાદ તે બેટથી માત્ર 8 રન બનાવી શક્યો હતો. શાદાબ જે કેચ વિશે વાત કરી રહ્યો છે તે ભાનુકા રાજપક્ષેનો હતો, જે તે ચૂકી ગયો હતો. રાજપક્ષે શ્રીલંકાની જીતના હીરો હતો.

ભાનુકા રાજપક્ષેનો મોટો કેચ ડ્રોપ કર્યો

પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવ્યા હતા. શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે માત્ર 58 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રાજપક્ષેએ જવાબદારી સંભાળી અને અંત સુધી મેદાનમાં ઉભા રહ્યા. તેણે 45 બોલમાં અણનમ 71 રન બનાવ્યા હતા. આ ઇનિંગના કારણે તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. રઉફની 18મી ઓવરના ત્રીજા બોલ પર શાદાબે લોંગ ઓન પર રાજપક્ષેનો કેચ છોડ્યો હતો. તે સમયે તે 45 રન પર રમી રહ્યો હતો. આ પછી તેણે બીજો કેચ છોડ્યો.

બીજો કેચ 19મી ઓવરમાં છોડાયો હતો. કેચ લેવા માટે તે સાથી ખેલાડી આસિફ અલી સાથે ટકરાયો અને બોલ ચૂકી ગયો. રાજપક્ષે ડીપ મિડવિકેટ પર મોટો શોટ માર્યો અને આસિફ અને શાદાબ બંને કેચ લેવા દોડ્યા. આસિફે લગભગ બોલ પકડી લીધો હતો, પરંતુ શાદાબના ડાઈવએ તેનો સાથ છોડી દીધો હતો. ન તો શાદાબ બોલ પકડી શક્યો કે ન તો આસિફના હાથમાં બોલ જવા દીધો. બોલ બાઉન્ડ્રીની ઉપર ગયો અને તેના પર 6 રન મળ્યા. શ્રીલંકાએ આપેલા 171 રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ 147 રનમાં સમેટાઈ ગઈ હતી.

g clip-path="url(#clip0_868_265)">