IND vs PAK : પાકિસ્તાન હાથે કરીને પગ પર મારી રહ્યું છે કુહાડી, જાણો શું છે સમગ્ર મામલો?

Asia Cup 2025 : એશિયા કપના સુપર-4માં ભારત વિરુદ્ધ મેચ દરમિયાન પાકિસ્તાનના બેટ્સમેન સાહિબઝાદા ફરહાનના ગન સેલિબ્રેશન અને હારિસ રઉફના વિમાન ક્રેશ કરવાના કૃત્ય સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે મેચ રેફરી સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

IND vs PAK : પાકિસ્તાન હાથે કરીને પગ પર મારી રહ્યું છે કુહાડી, જાણો શું છે સમગ્ર મામલો?
| Updated on: Sep 25, 2025 | 11:08 AM

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આ દરમિયાન પાકિસ્તાનના 2 ખેલાડીઓએ એવું કૃત્ય કર્યું કે, જેના પર ભારતીય ક્રિકેટ બોર્ડે ગુસ્સે છે. બોર્ડે આ મામલે પાકિસ્તાનના આ 2 ખેલાડીઓ વિરુદ્ધ મોટું એક્શન લીધું છે. જેનાથી આ ક્રિકેટરોની મુશ્કેલી વધી શકે છે. તેમજ 14 સપ્ટેમ્બરના રોજ સૂર્યકુમાર યાદવ દ્વારા પાકિસ્તાનના કેપ્ટન સાથે હાથ ન મિલાવવાના મામલામાં મેચ રેફરીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પાસે જવાબ માંગ્યો છે.

શું છે સમગ્ર મામલો ?

એશિયા કપ 2025ની સુપર-4માં 21 સપ્ટેમબરના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમ બીજી વખત દુબઈના મેદાન પર ટકકરાય હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી જીત મેળવી છે. મેચ દરમિયાન પાકિસ્તાનના બેટ્સમેને શરમજનક કૃત્યું કર્યું હતું. પાકિસ્તાનના બેટ્સમેન સાહિબઝાદા ફરહાને અડધી સદી ફટકાર્યા બાદ ગન સેલિબ્રેશન કર્યું હતુ. ત્યારબાદ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હૈરિસ રઉફે ફીલ્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ કરવાનું કૃત્ય કર્યું હતુ.

રિપોર્ટ મુજબ આ બંન્ને ખેલાડીઓની આ હરકતથી ભારતીય ટીમ ખુબ નારાજ છે. બીસીસીઆઈએ 24 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ આઈસીસીને કરી હતી. સાથે રઉફ અને સાહિબઝાદાનો વીડિયો પણ મેલમાં અટેચ કરી મોકલ્યો હતો. ICCએ પ્રાપ્તિની પુષ્ટિ કરી છે. જો રૌફ અને ફરહાન આરોપોનો ઇનકાર કરે છે, તો તેઓ ICC એલીટ પેનલ રેફરી રિચી રિચાર્ડસન સમક્ષ સુનાવણીનો સામનો કરી શકે છે.રિપોર્ટ મુજબ બીસીસીઆઈના મતે, પાકિસ્તાની ખેલાડીઓએ આ જાણી જોઈને કર્યું છે અને તેમને તેનો કોઈ અફસોસ નથી.

મેચ રેફરીએ સૂર્યકુમાર યાદવ પાસેથી ખુલાસો માંગ્યો

14 સપ્ટેમ્બરના રોજ, ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ સૂર્યાએ એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અંગે નિવેદન આપ્યું હતું. પીસીબીએ આ અંગે આઈસીસીને ફરિયાદ કરી હતી. આઈસીસીએ હવે મેચ રેફરી રિચી રિચાર્ડસનને રિપોર્ટ મોકલ્યો છે. ત્યારબાદ રિચાર્ડસનએ સૂર્યકુમાર યાદવને ઈમેલ મોકલ્યો હતો.જેમાં લખ્યું હતુ કે, મને આઈસીસઈએ 2 રિપોર્ટ હેન્ડલ કરી મોકલી હતી. તમામ રિપોર્ટને જોઈ અને પુરાવાઓના તપાસ બાદ આ પરિણામ પર પહોંચ્યું છે કે, ભારતીય કેપ્ટને અનુચિત નિવેદન આપી પોતાની છબીને ક્ષતિ પહોંચાડી છે. જેમાં તેના વિરુદ્ધ આરોપ બતાવે છે. આ મેલમાં કહેવામાં આવ્યું કે, સૂર્યકુમાર યાદવ આ આરોપને માનતો નથી. તો આના પર સુનાવણી થશે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. અહી ક્લિક કરો

Follow Us