Asia Cup 2025 : UAEના કેપ્ટને ભારતની પ્રશંસા કરી, પાકિસ્તાનને આપી ચેતવણી

UAEને હરાવ્યા બાદ ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનને સંદેશ આપ્યો છે. પરંતુ આ કરનાર તે એકલો નહોતો. UAEના કેપ્ટન મુહમ્મદ વસીમે પણ પાકિસ્તાનને ભારતની તાકાત ગણાવી છે અને તેનાથી સાવધ રહેવાની ચેતવણી આપી છે.

Asia Cup 2025  : UAEના કેપ્ટને ભારતની પ્રશંસા કરી, પાકિસ્તાનને આપી ચેતવણી
IND vs UAE
Image Credit source: PTI/Francois Nel/Getty Images
| Updated on: Sep 11, 2025 | 6:40 PM

ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025માં શાનદાર શરૂઆત કરી હતી. ભારતે UAE સામેની પહેલી મેચ ખૂબ જ આસાનીથી જીતી હતી. ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી હતી સાથે જ પાકિસ્તાનને ખુલ્લો પડકાર પણ આપ્યો હતો. પરંતુ, મોટી વાત એ છે કે ફક્ત સૂર્યાએ જ નહીં પણ UAEના કેપ્ટન મોહમ્મદ વસીમે પણ પાકિસ્તાનને ટીમ ઈન્ડિયા વિશે ચેતવણી આપી છે.

ભારત મહામુકાબલા માટે તૈયાર

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે મેચ યોજાવાની છે. આવી સ્થિતિમાં, UAEને હરાવ્યા બાદ, ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવને તે મેચ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો. તેને પૂછવામાં આવ્યું કે તેઓ પાકિસ્તાનને શું સંદેશ આપવા માંગે છે? આના પર ભારતીય કેપ્ટને કહ્યું કે અમે ઉત્સાહિત છીએ. દરેક ખેલાડી પોતાનું શ્રેષ્ઠ આપવા માટે ઉત્સુક છે. અને અમે તે મહામુકાબલા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.

 

પાકિસ્તાનને ચેતવણી આપી

હવે સૂર્યકુમાર યાદવે જે કહેવા માંગતો હતો તે કહી દીધું છે. પરંતુ, તે પછી, UAEના કેપ્ટને ટીમ ઈન્ડિયા અંગે પાકિસ્તાનને જે સંદેશ આપ્યો તે વધુ આશ્ચર્યજનક હતો. ભારત સામે હાર્યા બાદ, UAEના કેપ્ટન મોહમ્મદ વસીમે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે ટીમ ઈન્ડિયા નંબર 1 ટીમ કેમ છે? UAEના કેપ્ટને કહ્યું કે આપણે દાવો કરી શકીએ છીએ કે ભારતીય ટીમ બેસ્ટ છે. તેમની બોલિંગ ટોપ ક્લાસ છે. તેઓ દરેક બેટ્સમેન માટે એક અલગ યોજના તૈયાર કરે છે અને તેને મેદાન પર લાગુ કરે છે. આ જ કારણ છે કે આ ટીમ નંબર 1 છે.

14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન મેચ

ટીમ ઈન્ડિયા ICC T20I રેન્કિંગમાં નંબર વન ટીમ છે. પરંતુ આવું કેમ છે, મોહમ્મદ વસીમે જણાવ્યું? UAEના કેપ્ટનના આ શબ્દો પાકિસ્તાન માટે ચેતવણી છે. હવે તેઓ કેટલા સાવધ છે, તે 14 સપ્ટેમ્બરે જ ખબર પડશે, જ્યારે તેઓ દુબઈના મેદાન પર ભારતનો સામનો કરશે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી વિદેશી ટીમ માટે રમશે, એશિયા કપમાં ન મળ્યું સ્થાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો