Asia Cup 2023: બાંગ્લાદેશ સામે રોહિત શર્મા તોડશે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ !

એશિયા કપ 2023માં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન અને શ્રીલંકા બંને સામે રોહિતે દમદાર બેટિંગ કરી હતી અને ફિફ્ટી ફટકારી હતી.આ સિવાય નેપાળ સામે તેણે અણનમ 74 રન બનાવ્યા હતા. હવે તેની નજર એશિયા કપમાં ક્રિકેટના ભગવાનના રેકોર્ડને ઓવરટેક કરવા પર છે.

Asia Cup 2023: બાંગ્લાદેશ સામે રોહિત શર્મા તોડશે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ !
Rohit & Sachin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 10:58 PM

એશિયા કપ 2023 (Asia Cup 2023) માં સતત ત્રણ મેચમાં જીત સાથે ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ભારત જીતથી માત્ર એક જીત દૂર છે. એ પહેલા ટીમ ઈન્ડિયા (Team India) એ વધુ એક મેચ રમાવાની છે જેમાં તેમનો સામનો બાંગ્લાદેશ સામે થશે. આ મેચમાં બધાની નજર ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પર રહેશે, જે હાલ શાનદાર ફોર્મમાં છે અને આગામી મેચમાં પણ આ જ ફોર્મ ચાલુ રાખવા પ્રયત્ન કરશે.

રોહિતની નજર સચિનના રેકોર્ડ પર

રોહિત શર્મા હાલમાં એશિયા કપમાં ભાગ લઈ રહેલ તમામ ક્રિકેટરોમાં સૌથી સિનિયર છે. એવામાં એશિયા કપમાં વધુ મેચ અને રન બનાવવા મામલે તે વધુ એક રેકોર્ડ બનાવી શકે છે. રોહિત એશિયા કપમાં ક્રિકેટના ભગવાન અને મહાન ખેલાડી સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી શકે છે. ભારતે એશિયા કપમાં તેની આગામી મેચ 15 સપ્ટેમ્બરે કોલંબોમાંબાંગ્લાદેશ સામે રમવાની છે અને જો આ મેચમાં રોહિતનું બેટ ચાલશે તો તે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડશે.

એશિયા કપ ODI ફોર્મેટમાં ભારતનો સૌથી સફળ બેટ્સમેન બનશે !

એશિયા કપના ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન તરીકેનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિન તેંડુલકરે એશિયા કપના ODI ફોર્મેટમાં ભારત માટે 23 મેચોમાં 51.10ની એવરેજથી 971 રન બનાવ્યા છે. સચિન બાદ ભારતીય બેટ્સમેન રોહિત શર્મા છે. રોહિતના નામે એશિયા કપમાં 26 મેચોમાં 939 રન છે અને જો તે આગામી મેચમાં 33 રન બનાવશે તો તે એશિયા કપના ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની જશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : IND vs PAK: અનંતનાગ એન્કાઉન્ટર બાદ વિરાટ કોહલી ટ્રોલ થતાં BCCIએ આપ્યો જવાબ

રોહિત એશિયા કપમાં શાનદાર ફોર્મમાં છે

રોહિત હાલ એશિયા કપ 2023માં સારા ફોર્મમાં છે. ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન સામે ગ્રુપ મેચમાં રોહિત માત્ર 11 રન જ બનાવી શક્યો હતો, જો કે, ત્યારબાદ તેણે સુપર 4 રાઉન્ડમાં નેપાળ સામે અણનમ 74 અને બાદમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે અનુક્રમે 56 અને 53 રન બનાવ્યા હતા. તેના ફોર્મને જોતાં આગામી મેચમાં બાંગ્લાદેશ સામે તે એશિયા કપના ODI ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">