PAK vs SL: પાકિસ્તાને બીજી વખત ટીમ બદલી, પસંદગી બાદ 2 ખેલાડીઓને પડતા મૂક્યા
ભારત સામેની છેલ્લી મેચમાં પાકિસ્તાનને 228 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી પાકિસ્તાને શ્રીલંકા સામેની આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં 5 ફેરફાર કર્યા હતા, પરંતુ મેચની શરૂઆત પહેલા તેને ફરીથી બે ફેરફાર કરવા પડ્યા હતા. ફાઇનલમાં પહોંચવા માટે બંને ટીમો માટે જીત ખૂબ જ જરૂરી છે. જો વરસાદના કારણે મેચ રદ્દ થાય છે તો પાકિસ્તાનને નુકસાન થશે અને શ્રીલંકા નેટ રનરેટના આધારે ફાઇનલમાં પહોંચશે.
એશિયા કપ 2023 (Asia Cup 2023) માં ફાઇનલમાં પહોંચવા માટે કરો યા મરો મેચ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો આંચકો લાગ્યો છે. 14 સપ્ટેમ્બરે કોલંબોમાં શ્રીલંકા સામે રમાઈ રહેલી મેચમાં પાકિસ્તાન (Pakistan) ની યોજના એટલી બરબાદ થઈ ગઈ હતી કે તેણે મેચ પહેલા મોટા ફેરફારો કરવા પડ્યા હતા. ભારત સામેની કારમી હાર બાદ તેની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફારો કરનાર બાબર આઝમે (Babar Azam) મેચ પહેલા તેની પ્લેઈંગ ઈલેવનમાં ફરીથી ફેરફાર કરવો પડ્યો હતો કારણ કે તેના બે ખેલાડીઓ અનફિટ થઈ ગયા હતા.
ટોસ પહેલા પાકિસ્તાનને પ્લેઈંગ 11માં કર્યા ફેરફાર
સુપર-4 રાઉન્ડની મેચના એક દિવસ પહેલા પાકિસ્તાને શ્રીલંકા સામેની મેચ માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં 5 મોટા ફેરફાર કર્યા હતા. એક ફેરફાર અનુભવી ઓપનર ફખર ઝમાનના રૂપમાં કરવામાં આવ્યો હતો, જેને ખરાબ ફોર્મ બાદ બહાર કરવામાં આવ્યો હતો અને મોહમ્મદ હેરિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મિડલ ઓર્ડરમાં આગા સલમાનની જગ્યાએ ડાબોડી બેટ્સમેન સઈદ શકીલને તક આપવામાં આવી હતી, પરંતુ ગુરુવારે ટોસ પહેલા પાકિસ્તાનને ફરી એકવાર ફેરફાર કરવાની ફરજ પડી હતી.
➡️ Two changes to the playing XI announced last evening
Saud Shakeel is out due to fever while Imam ul Haq has suffered a back spasm. Fakhar Zaman and Abdullah Shafique come in the side.#PAKvSL | #AsiaCup2023 pic.twitter.com/G6mPP1snam
— Pakistan Cricket (@TheRealPCB) September 14, 2023
20 કલાકમાં બીજી વખત ટીમ બદલાઈ
ગુરુવારે કોલંબોમાં વરસાદને કારણે સુપર-4ની આ મેચ સમયસર શરૂ થઈ શકી ન હતી. ત્યારપછી જ્યારે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે ટોસ દરમિયાન પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારની વાત કરી તો બધા ચોંકી ગયા કારણ કે પાકિસ્તાને લગભગ 20 કલાક પહેલા પોતાના 11 ખેલાડીઓના નામ જાહેર કર્યા હતા. બાબરે કહ્યું કે ઓપનર ઈમામ ઉલ હકને મેચ પહેલા કમરમાં દુખાવો શરૂ થયો હતો. આવી સ્થિતિમાં તેમના સ્થાને ફખર ઝમાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયા ભલે સ્ટાર્સથી ભરેલી હોય પરંતુ જીતના ‘એક્કા’ તો વિરાટ અને રોહિત જ છે, જુઓ આંકડા
જમાન ખાન પણ વનડેમાં ડેબ્યૂ કરશે
માત્ર ઈમામ જ નહીં પરંતુ એશિયા કપમાં પહેલીવાર પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવનાર સઈદ શકીલ પણ અચાનક તાવનો શિકાર બન્યો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાને વધુ એક ફેરફાર કરવો પડ્યો અને તેના સ્થાને અબ્દુલ્લા શફીકને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું. આ સિવાય મોહમ્મદ નવાઝ, જમાન ખાન અને મોહમ્મદ વસીમ જુનિયરને ટીમમાં જગ્યા મળી ચૂકી છે. આ મેચથી જમાન ખાન પણ વનડેમાં ડેબ્યૂ કરી રહ્યો છે.
વરસાદને કારણે વિલંબ
કોલંબોમાં વરસાદને કારણે મેચ અઢી કલાકના વિલંબથી શરૂ થઈ શકે છે. જેના કારણે મેચ 45-45 ઓવરમાં રમવી પડી હતી. પાકિસ્તાની કેપ્ટન બાબરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ બંને ટીમો માટે મહત્વની છે. અહીં જે પણ જીતશે તે ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો કરશે. જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો શ્રીલંકાને નેટ રન રેટના આધારે ફાઇનલમાં જગ્યા મળશે.