IND vs PAK : વિરાટ કોહલીએ પાકિસ્તાની બોલરને શાનદાર સિકસર ફટકારી અપાવી T20 વર્લ્ડ કપ 2022ની યાદ, જુઓ Video

India vs Pakistan: વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે અણનમ 122 રન બનાવ્યા. તેની સદીની ઈનિંગ દરમિયાન વિરાટે નસીમ શાહની બોલ પર એવો છગ્ગો ફટકાર્યો કે બધાને હરિસ રઉફની યાદ આવી ગઈ હતી. વિરાટે T20 વર્લ્ડ કપ 2022માં હરિસ રઉફને જબરદસ્ત સિક્સર ફટકારી હતી અને આ મેચમાં ભારતને યાદગાર જીત અપાવી હતી.

IND vs PAK : વિરાટ કોહલીએ પાકિસ્તાની બોલરને શાનદાર સિકસર ફટકારી અપાવી T20 વર્લ્ડ કપ 2022ની યાદ, જુઓ Video
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 9:41 PM

એવું લાગી રહ્યું હતું કે જાણે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં વિરાટ કોહલી (Virat Kohli) ના ફેન્સને લોટરી લાગી હોય. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે તોફાની બેટિંગ કરી અને શાનદાર સદી ફટકારી હતી. વિરાટે પાકિસ્તાન (Pakistan) ના બોલરોને બરાબર ધોયા હતા અને 94 બોલમાં 122 રન ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ 9 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ ત્રણ સિક્સરમાંથી એક સિક્સ એવી હતી કે જેને જોઈને તમામ ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ દંગ રહી ગયા હતા.

વિરાટ કોહલીના સિક્સરનો વીડિયો થયો વાયરલ

વિરાટ કોહલીએ નસીમ શાહના બોલ પર આ સિક્સર ફટકારી અને આ જોઈને હરિસ રઉફની યાદ આવી ગઈ હતી. જેના બોલ પર વિરાટે T20 વર્લ્ડ કપ 2022માં જબરદસ્ત સિક્સર ફટકારી હતી. કોલંબોમાં 47મી ઓવરમાં વિરાટ કોહલીના બેટમાંથી આ જાદુઈ છગ્ગો લાગ્યો હતો. નસીમ શાહનો આ બોલ લંબાઈમાં થોડો ઓછો હતો અને વિરાટ કોહલીએ તેને આગળની તરફ ફટકાર્યો અને લોંગ ઓન પર સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલીના સિક્સરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કોહલીની રેકોર્ડ બ્રેક ઈનિંગ

વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરૂદ્ધ પોતાની શાનદાર સદીની મદદથી ઘણા રેકોર્ડ તોડ્યા છે. સૌથી પહેલા તેણે કેએલ રાહુલ સાથે 233 રનની ભાગીદારી કરી, જે એશિયા કપના ઈતિહાસમાં પ્રથમ વખત બની છે. મતલબ એશિયા કપના ઈતિહાસમાં આ સૌથી મોટી ભાગીદારી છે. આ સિવાય વિરાટ કોહલીએ આ સદીની ઇનિંગ દરમિયાન પોતાના 13 હજાર ODI રન પણ પૂરા કર્યા હતા. તેણે સૌથી ઝડપી 13 હજાર ODI રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

આ પણ વાંચો : IND vs PAK: કેએલ રાહુલનુ જબરદસ્ત કમબેક, પાકિસ્તાની બોલર્સની ધુલાઈ કરી ફટકારી સદી, ગૌતમ ગંભીરની બોલતી બંધ

4 સદીનો વર્લ્ડ રેકોર્ડ

વિરાટ કોહલીએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં સતત ચાર સદી ફટકારી છે. વિરાટ કોહલી વિદેશી મેદાન પર સતત ચાર વનડે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હાશિમ અમલાએ પણ સેન્ચુરિયન મેદાન પર સતત ચાર વનડે સદી ફટકારી છે. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 77મી સદી ફટકારી હતી. સચિન પછી તે એકમાત્ર ક્રિકેટર છે જે આ માઈલસ્ટોન સુધી પહોંચ્યો છે, પરંતુ તે માસ્ટર બ્લાસ્ટર કરતા પણ ઝડપથી આ રેકોર્ડ સુધી પહોંચ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">