Virat Kohli Century: વિરાટ કોહલીએ ફટકારી 77મી સદી, સૌથી ઝડપી બનાવ્યા 13 હજાર રન, સચિન તેંડુલકરને છોડ્યો પાછળ
વિરાટ કોહલીએ (Virat Kohli) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13 હજાર રન પૂરા કર્યા છે. એશિયા કપમાં પાકિસ્તાન સામે સોમવારે તેને સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલીએ આ મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 77મી સદી પણ ફટકારી છે. પાકિસ્તાન વિરૂદ્ધ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ 84 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, આ દરમિયાન તેને 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
ટીમ ઈન્ડિયાના કિંગ વિરાટ કોહલીએ (Virat Kohli) ઈતિહાસ રચી દીધો છે. સોમવારે એશિયા કપની સુપર-4 મેચમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે શાનદાર ઈનિંગ રમી અને સદી ફટકારી અને આ સાથે જ તેને વનડે ક્રિકેટમાં પોતાના 13 હજાર રન પણ પૂરા કર્યા. વિરાટ કોહલીએ આ મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 77મી સદી પણ ફટકારી છે. પાકિસ્તાન વિરૂદ્ધ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ 84 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, આ દરમિયાન તેને 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
રાહુલ અને વિરાટે 200થી વધુ રનની ભાગીદારી કરી
વિરાટ કોહલીએ કેએલ રાહુલ સાથે મળીને 200થી વધુ રનની ભાગીદારી કરી અને પાકિસ્તાનને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધું. વરસાદને કારણે પ્રભાવિત થયેલી આ મેચ સોમવારે ફરી શરૂ કરવામાં આવી હતી, જ્યાં વિરાટ કોહલી અને કેએલ રાહુલના બેટે ધૂમ મચાવી. વિરાટ કોહલીએ પોતાની ઈનિંગ્સને 8 રનથી આગળ વધારીને રનનો વરસાદ કર્યો હતો. વિરાટ કોહલીની ODI ક્રિકેટમાં આ 47મી સદી છે, જ્યારે વિરાટ કોહલીની પાસે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 77 સદી છે.
13000 ODI runs and counting for Kohli
He also brings up his 47th ODI CENTURY #TeamIndia pic.twitter.com/ePKxTWUTzn
— BCCI (@BCCI) September 11, 2023
ODIમાં સૌથી ઝડપી 13 હજાર રન (ઈનિંગ)
- વિરાટ કોહલી- 267 ઈનિંગ્સ
- સચિન તેંડુલકર- 321 ઈનિંગ્સ
- રિકી પોન્ટિંગ- 341 ઈનિંગ્સ
- કુમાર સંગાકારા- 363 ઈનિંગ્સ
- સનથ જયસૂર્યા- 416 ઈનિંગ્સ
Fewest innings to 13000 ODI runs: Virat Kohli breaks Sachin Tendulkar record#ViratKohli #AsiaCup #AsiaCup2023 #INDvPAK #Fastest13000 #BHAvsPAK #TV9News pic.twitter.com/qIVwNQ8ewu
— Tv9 Gujarati (@tv9gujarati) September 11, 2023
ODI ક્રિકેટમાં સૌથી વધુ રન
- સચિન તેંડુલકર- 18426 રન
- કુમાર સંગાકારા- 14234 રન
- રિકી પોન્ટિંગ- 13704 રન
- સનથ જયસૂર્યા- 13430 રન
- વિરાટ કોહલી- 13000 રન*
વિરાટ કોહલીની કુલ સદી
- ટેસ્ટ – 29
- ODI – 47
- ટી-20 – 01
વિરાટ કોહલીના કોલંબોમાં છેલ્લી ચાર મેચના સ્કોર
- 128*(119)
- 131(96)
- 110*(116)
- 122*(94)
એશિયા કપમાં સૌથી વધુ સદી
- 6 – સનથ જયસૂર્યા
- 4 – વિરાટ કોહલી
- 4 – કુમાર સંગાકારા
- 3 – શોએબ મલિક
એશિયા કપમાં સૌથી વધુ ભાગીદારી
- 233 – વી કોહલી અને કેએલ રાહુલ વિ પાકિસ્તાન, આજે*
- 224 – એમ હાફીઝ અને એન જમશેદ વિ ભારત, 2012
- 223 – એસ મલિક અને યુનિસ ખાન વિ હોન્ગકોંગ, 2004
- 214 – બાબર અને ઈફ્તિખાર અહેમદ વિ નેપાળ, 2023