Asia Cup 2023: વરસાદ પણ રોકી શક્યું નહીં ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ, પાકિસ્તાનને હરાવવા તૈયારીઓ જોરશોરમાં, જુઓ Video
એશિયા કપના ગ્રૂપ રાઉન્ડની મેચો રમ્યા બાદ, ટીમ ઈન્ડિયા સુપર-4 રાઉન્ડ માટે કોલંબોમાં છે, જ્યાં 10 સપ્ટેમ્બરે પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો સામનો પાકિસ્તાનનો સામે થશે. આ મેચમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. વરસાદની આગાહી હોવા છતાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનને હરાવવા માટેની તૈયારીમાં કોઈ કસર છોડી ન હતી. મોટા ભાગના ખેલાડીઓએ જીમ સેશનમાં ભાગ લીધો હતો, જ્યારે 6 ખેલાડીઓએ ઈન્ડોર પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો.
ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ને હજુ સુધી એશિયા કપમાં પોતાની તાકાત દેખાડવાની તક મળી નથી. પાકિસ્તાન અને નેપાળ સામેની તેની મેચો વરસાદથી પ્રભાવિત થઈ હતી. હવે ફરી એકવાર ટીમ ઈન્ડિયા પાકિસ્તાન (Pakistan) સામે મેદાનમાં ઉતરવાની છે અને તે પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર્સે થોડો સમય આરામ કર્યા બાદ ફરીથી પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. કોલંબોમાં યોજાનારી આ મેચ માટે ટીમ ઈન્ડિયાએ નેટ પ્રેક્ટિસ (practice) અને જીમ સેશનમાં પરસેવો પાડવાનું શરૂ કરી દીધું છે, જેની એક ઝલક ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક વીડિયોમાં શેર કરી બતાવી હતી.
કોલંબોમાં ટીમ ઈન્ડિયાએ શરૂ કરી તૈયારી
સુપર-4 રાઉન્ડની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયા 5 સપ્ટેમ્બર, મંગળવારે કોલંબો પહોંચી હતી. ટીમ ઈન્ડિયા 10 સપ્ટેમ્બરે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ માટે પૂરતો સમય મળવાને કારણે ટીમ ઈન્ડિયાએ થોડો આરામ કર્યો અને પછી તૈયારીના મોડમાં આવી ગઈ. ટીમ ઈન્ડિયાના લગભગ તમામ ખેલાડીઓએ બુધવાર અને ગુરુવારે જીમમાં લાંબો સમય વિતાવ્યો અને પોતાની ફિટનેસ જાળવવા માટે કોઈ કસર છોડી નહીં.
Determined as ever
Getting Super 4️⃣ ready, ft. #TeamIndia – By @RajalArora
WATCH #AsiaCup2023
— BCCI (@BCCI) September 7, 2023
ખેલાડીઓએ જીમમાં કરી કસરત
BCCIએ પોતાની વેબસાઈટ પર ટીમ ઈન્ડિયાના જિમ સેશનનો જબરદસ્ત વીડિયો પોસ્ટ કર્યો છે. લગભગ અઢી મિનિટના આ વીડિયોમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર સહિત તમામ ખેલાડીઓ અલગ-અલગ પ્રકારની કસરતમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. સ્ટ્રેચિંગ ઉપરાંત ખેલાડીઓએ વેઈટ ટ્રેનિંગ પણ કરી હતી અને બે દિવસના આરામ બાદ ફરીથી મેચ માટે પોતાને તૈયાર કરવામાં કોઈ કસર છોડી ન હતી.
આ પણ વાંચો : Asia Cup 2023: એશિયા કપમાં પાકિસ્તાનની ખૂલી પોલ, ખેલાડીઓએ છોડવું પડ્યું મેદાન
#TeamIndia had an indoor nets session at the NCC in Colombo today. #AsiaCup2023 pic.twitter.com/UhkB64L2Wp
— BCCI (@BCCI) September 7, 2023
6 ખેલાડીઓએ ઈન્ડોર પ્રેક્ટિસ કરી
જ્યાં સુધી પ્રેક્ટિસનો સંબંધ છે, બધા ખેલાડીઓએ નેટ સેશનમાં ભાગ લીધો ન હતો. ગુરુવારે વૈકલ્પિક પ્રેક્ટિસનો દિવસ હતો અને તેથી રોહિત-કોહલી સહિતના મોટાભાગના ખેલાડીઓએ જિમ બાદ આરામ કર્યો હતો. પ્રેમદાસા સ્ટેડિયમમાં ઇન્ડોર નેટ્સમાં માત્ર 6 ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગમાં સમય પસાર કર્યો હતો. કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવે ઈન્ડોર પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. કોલંબોમાં વરસાદને કારણે મેદાનમાં પાણી ભરાઈ ગયું હતું અને તેથી તેણે ઈન્ડોર પ્રેક્ટિસથી જ કામ ચલાવવું પડ્યું હતું.