IND vs PAK : ગૌતમ ગંભીર સાથે પંગો લેનાર પાકિસ્તાની ક્રિકેટરે 15 વર્ષ બાદ પોતાની ભૂલ સ્વીકારી

14 સપ્ટેમ્બરે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો યોજાશે. આ મેચ પહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરે એક મોટો ખુલાસો કર્યો છે. તેણે15 વર્ષ પહેલા ગૌતમ ગંભીર સાથે થયેલા વિવાદમાં પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.

IND vs PAK : ગૌતમ ગંભીર સાથે પંગો લેનાર પાકિસ્તાની ક્રિકેટરે 15 વર્ષ બાદ પોતાની ભૂલ સ્વીકારી
India vs Pakistan
Image Credit source: X
| Updated on: Sep 12, 2025 | 6:44 PM

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી, ભારત અને પાકિસ્તાન ફરી એકવાર 14 સપ્ટેમ્બરે એશિયા કપ 2025માં એકબીજા સામે ટકરાશે. બંને ટીમો દુબઈમાં યોજાનારી આ શાનદાર મેચ માટે જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન, ભૂતપૂર્વ પાકિસ્તાની વિકેટકીપર બેટ્સમેનએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર વિશે એક મોટો ખુલાસો કર્યો છે.

15 વર્ષ પહેલા થયો હતો વિવાદ

15 વર્ષ પહેલા ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ગૌતમ ગંભીર સાથે પંગો લેનાર વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે તે મેચ ગંભીર સાથે થયેલ વિવાદ અંગે મોટો ખુલાસો કર્યો હતો. 15 વર્ષ બાદ કામરાન અકમલે પોતાની ભૂલ સ્વીકારી હતી. સાથે જ કામરાન અકમલે ભારત-પાકિસ્તાન મેચ વિશે પણ મોટી વાત કહી છે.

કામરાન અકમલે કર્યો ખુલાસો

2010માં એશિયા કપ દરમિયાન ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલ અને ગૌતમ ગંભીર વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. તેનો વીડિયો વાયરલ થયો હતો. કામરાન અકમલે હવે આ બાબતે મોટો ખુલાસો કર્યો છે. ટેલિકોમ એશિયા સ્પોર્ટ સાથે વાત કરતાં અકમલે કહ્યું, “તે એક ગેરસમજ હતી. ગૌતમ ખૂબ જ સારો વ્યક્તિ છે. અમે એક કાર્યક્રમ માટે સાથે કેન્યા ગયા હતા અને સારા મિત્રો બની ગયા હતા.”

 

અકમલે પોતાની ભૂલ સ્વીકારી

અકમલે કહ્યું કે 2010માં યોજાયેલી એશિયા કપ મેચમાં ગૌતમ ગંભીર બેટિંગ કરતી વખતે એક શોટ ચૂકી ગયો, તેથી મેં અપીલ કરી. તે આ ભૂલ વિશે પોતાની જાત સાથે વાત કરી રહ્યો હતો, પરંતુ મને લાગ્યું કે તેણે મને કંઈક કહ્યું હશે. આ રીતે એક ગેરસમજ થઈ, જેના કારણે અમારી વચ્ચે વિવાદ થયો. કામરાન અકમલે 14 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ પર પોતાનો અભિપ્રાય આપ્યો.

લાગણીઓને કાબૂમાં રાખવી જોઈએ

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલે ભારત-પાકિસ્તાન મેચ પર પોતાના વિચારો શેર કર્યા. તેણે બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સમયનો સ્વીકાર કર્યો, પરંતુ કહ્યું કે આ મેચ સંબંધોને સુધારવામાં મદદ કરી શકે છે. તેણે ચાહકોને સ્ટેડિયમમાં જવાબદારીપૂર્વક વર્તવાની પણ અપીલ કરી.

ચાહકોને કરી અપીલ

તેણે કહ્યું કે ચાહકોએ મોટું દિલ બતાવવું જોઈએ અને આખી મેચનો આનંદ માણવા માટે ભેગા થવું જોઈએ. આ વાતાવરણ પહેલા જેવું હોવું જોઈએ. હું ચાહકોને અપીલ કરું છું કે તેઓ પોતાની મર્યાદા ઓળંગે નહીં, પછી ભલે તે પાકિસ્તાનના હોય કે ભારતના. તેમણે મેચને સફળ બનાવવી જોઈએ જેથી ભવિષ્યમાં ભારત-પાકિસ્તાન મેચ ચાલુ રહે. આક્રમકતા ભારત-પાકિસ્તાન દુશ્મનાવટનો એક ભાગ છે, પરંતુ ખેલાડીઓએ તેને નિયંત્રણમાં રાખવી પડશે.

આ પણ વાંચો: IND vs PAK : એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચમાં કોનો હાથ ઉપર ? જાણો હેડ ટુ હેડ રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો