IPL 2025 પહેલા મેગા ઓક્શન થવા જઈ રહી છે. BCCIએ રિટેન્શનના નિયમો પણ જાહેર કર્યા છે. માનવામાં આવે છે કે આ મહિનાના અંતમાં જે ખેલાડીઓને રિટેન કરવામાં આવશે તેમના નામની જાહેરાત કરવામાં આવશે. દરેક ટીમને વધુમાં વધુ 6 ખેલાડીઓ જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે 5 ટાઈટલ જીતનાર રોહિત શર્મા આગામી સિઝન સુધી આ ટીમ સાથે રહેશે કે નહીં. આ દરમિયાન ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને રોહિત શર્માને લઈ મોટું નિવેદન આપ્યું છે.
જો રોહિત શર્માને રિલીઝ કરવામાં આવશે તો તે હરાજીમાં જોવા મળશે. કેટલાક અહેવાલો અનુસાર, જો રોહિત હરાજીમાં આવે છે, તો પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેના માટે મોટી બોલી લગાવી શકે છે. આ બંને ખેલાડીઓ હરાજીમાં નવા કેપ્ટનની શોધમાં છે. આવી સ્થિતિમાં રવિચંદ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.
એક ચાહકે અશ્વિનને તેની યુટ્યુબ ચેનલ પર વિરાટ કોહલી અને રોહિત શર્મા એક જ ટીમમાં રમવા વિશે પૂછ્યું હતું. તેના જવાબમાં અશ્વિને કહ્યું કે જો RCB રોહિતને પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે, તો તેમણે 20 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. રવિચંદ્રન અશ્વિને જણાવ્યું કે, ‘જો તમે રોહિત શર્મા માટે જઈ રહ્યા છો તો તમારે 20 કરોડ રૂપિયા રાખવા પડશે. 20 કરોડ ત્યાં ગાયબ થઈ જશે.’
R Ashwin – “If you are going for Rohit Sharma, you will need to keep 20 crores”#Ashwin #IPL2025 #CricketNews #RohitSharma #cricketupdates #BCCI #IndianCricketTeam pic.twitter.com/PBZtsPu93F
— CricInformer (@CricInformer) October 15, 2024
રોહિત શર્માએ ડેક્કન ચાર્જીસથી તેની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે 2011માં મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો. ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સે વર્ષ 2013માં રોહિતને કેપ્ટન બનાવ્યો હતો. કેપ્ટન તરીકે તે પહેલી જ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યો હતો. આ પછી તેણે મુંબઈની ટીમને 2015, 2017, 2019 અને 2020માં IPLની ચેમ્પિયન બનાવી હતી. પરંતુ ગત સિઝનમાં તેને સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. મુંબઈની ટીમે રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી હતી.
બીજી તરફ, જો આપણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો ફાફ ડુ પ્લેસિસ છેલ્લી કેટલીક સિઝનથી આ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પરંતુ તે હવે 40 વર્ષનો થઈ ગયો છે. આવી સ્થિતિમાં RCB ટીમ તેને આગામી સિઝન માટે રિટેન કરશે કે નહીં તે જોવું રહ્યું. જો ફાફ ડુ પ્લેસિસને જાળવી રાખવામાં નહીં આવે તો RCBએ નવા કેપ્ટનની શોધ કરવી પડશે. ટીમમાં વિરાટ કોહલી પણ હાજર છે, પરંતુ તેણે કેપ્ટનશીપ છોડી દીધી છે. હવે તે માત્ર બેટ્સમેન તરીકે રમે છે.
આ પણ વાંચો: શું મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી થશે બહાર ? રોહિત શર્માએ આપ્યો જવાબ