
ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ હાલમાં બ્રેક પર છે. ટીમના અન્ય ખેલાડીઓની જેમ સિરાજ પણ હાલમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. સિરાજ સહિત ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે આ બ્રેક સારા સમય પર આવ્યો છે કારણ કે, તમામ ખેલાડીઓને રક્ષાબંધનની ઉજવણી કરવાની તક મળી છે. સિરાજે પણ હૈદરાબાદમાં પોતાના ઘરમાં રક્ષાબંધન મનાવી અને તેમણે રાખડી એ છોકરી પાસે બંધાવી હતી. જેની સાથે તેના અફેરની અફવાઓ થઈ રહી હતી.
ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડમાં સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર સિરાજે તમામ દેશવાસીઓની જેમ 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન સિરાજને રાખડી બંધાવવા માટે જનાઈ ભોસલે પહોંચી હતી. જે મહાન સિંગર આશા ભોસલેની પૌત્રી છે. સફેદ કુર્તા-પાયજામા પહેરી સિરાજના હાથ પર રાખડી બાંધી આ તહેવારનું સેલિબ્રેશન કર્યું હતુ. જનાઈએ આનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેના ચાહકો ખુબ વખાણ કરી રહ્યા છે.
ચૌંકાવનારી વાત એ હતી કે, થોડા મહિના પહેલા સિરાજ અને જ અને જનાઈના રિલેશનશિપની અફવાઓ ફેલાઈ હતી. તેનું કારણ એક ફોટો હતો જેમાં બંને સાથે જોવા મળ્યા હતા. આ વાયરલ ફોટો બર્થ ડેનો હતો. જેમાં તેની સાથે સિરાજ પણ હતો. આ પહેલા બંન્નેના ફોટો ક્યારેય જોવા મળ્યા ન હતા. જેનાતી બંન્નેને લઈ અનેક પ્રકારની વાતો થવા લાગી હતી. ત્યારે આ વાતને બંન્ને નકારી હતી.
જનાઈ સિંગર છે.તેમણે સિરાજ સાથે ફોટો પોસ્ટ કરી સિરાજને પોતાનો ભાઈ ગણાવ્યો છે. મોહમ્મદ સિરાજ સાથે ફોટો પોસ્ટ કરી લખ્યું તેની બહેન જેવી કોઈ બહેન નથી. આમ બંન્નેએ અફવાને ખોટી કરી હતી.
જો આપણે મોહમ્મદ સિરાજની વાત કરીએ તો,સ્ટાર ભારતીય ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસની સફળતામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. સિરાજે આ સીરિઝની તમામ 5 ટેસ્ટ મેચ રમી અને સૌથી વધારે 23 વિકેટ લીધી હતી. આ દરમિયાન 2 મેચમાં તેમણે એક ઈનિગ્સમાં 5-5 વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 2 મેચ જીતી હતી. ઓવલમાં રમાયેલ છેલ્લી ટેસ્ટમાં તો સીરિજે બીજી ઈનિગ્સમાં 5 વિકેટ સહિત મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાને 6 રનથી રોમાંચક જીત અપાવી હતી.