Corona સંક્રમણની સ્થિતિ હળવી થતા જ MS Dhoni પરિવાર સાથે કુદરતી સૌદર્ય માણવા પહોંચ્યો

|

Jun 19, 2021 | 4:13 PM

Corona કાળ હળવો થતા જ હવે ટુરીઝમ ક્ષેત્ર શિમલા (Shimla) માં પ્રવાસીઓની ભીડ શરુ થવા લાગી છે. સામાન્ય લોકો તો અહી આવતા જ રહેતા હોય છે, પરંતુ સ્ટાર લોકો પણ શિમલાની મુલાકાત લઇ રહ્યા છે.

Corona સંક્રમણની સ્થિતિ હળવી થતા જ MS Dhoni પરિવાર સાથે કુદરતી સૌદર્ય માણવા પહોંચ્યો
MS Dhoni

Follow us on

Corona કાળ હળવો થતા જ હવે ટુરીઝમ ક્ષેત્ર શિમલા (Shimla) માં પ્રવાસીઓની ભીડ શરુ થવા લાગી છે. સામાન્ય લોકો તો અહી આવતા જ રહેતા હોય છે, પરંતુ સ્ટાર લોકો પણ શિમલાની મુલાકાત લઇ રહ્યા છે. બોલીવુડ ના અભિનેતા અનુપમ ખેર પહેલા શિમલામાં જોવા મળ્યા હતા. હવે ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) શિમલા પહોંચ્યો છે. કુદરતી સૌદર્યથી ભરપૂર શિમલાને માણવા, ધોની પરિવાર અને મિત્રો સાથે પહોંચ્યો છે.

પૂર્વ કેપ્ટન એમએસ ધોની 12 જેટલા લોકો સાથે હિમાચલ પ્રદેશની સુંદર વાદીઓને નિહાળવા પહોંચ્યો છે. ધોની અને તેમની સાથેના મિત્રો સહિત 12 લોકો સાથે શિમલાના મેહલી વિસ્તારમાં રોકાણ કર્યુ છે. ધોની છેલ્લા ત્રણ વર્ષમાં બીજી વખત શિમલા પહોંચ્યા છે. ધોનીએ છેલ્લે 2018માં શિમલાનો પ્રવાસ કર્યો હતો. ત્યારે તે એક એડ ફિલ્મના શૂટીંગ માટે ત્યાં પહોંચ્યો હતો જે દરમ્યાન ધોનીએ બાઇક રાઇડીંગ કર્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જોકે ધોની આ વખતે શિમલા પહોંચવાનુ કારણ પ્રોફેનલ્સ નહી, પરંતુ બિલકુલ વ્યક્તિગત રીતેનો પ્રવાસ છે. તેઓ અહી પરિવાર અને મિત્રો સાથે કેટલોક સમય વિતાવવા માંગે છે. સ્વાભાવિક છે, કેપ્ટન કૂલના આ નિર્ણય થી પરિવારમાં કોરોના બાદની પરિસ્થીતીમાં માનસિક રીતે હળવાશની તક આપશે. આમ પણ હિમાચલ પ્રદેશમાં કોરોના સંક્રમણ સતત ઘટતુ જઇ રહ્યુ છે.

 

શિમલામાં કોરોના નિયમોમાં હળવાશ

હિમાચલ પ્રદેશ સરકાર દ્રારા કોરોનાની નવી ગાઇડ લાઇન્સ દ્રારા પ્રવાસીઓને કેટલીક છૂટ અપાઇ છે. જેમાં હવે હિમાચલ પ્રદેશમાં આવતા પ્રવાસીઓને નેગેટીવ RT-PCR રિપોર્ટની જરુર નથી. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્રારા ધારા 144 ને પણ હટાવી લીધી છે. આમ નિયમો હળવા કરવાને લઇને પ્રવાસીઓનો ધસારો હિમાચલ પ્રદેશમાં શરુ થવા લાગ્યો છે.

વેકેશન માણ્યા બાદ IPLમાં રહેશે વ્યસ્ત

શિમલામાં હળવાશનો સમય ધોની પરિવાર સાથે પસાર કરી રહ્યો છે. આગામી સપ્ટેમ્બરમાં UAE માં IPL 2021 ની આગળની મેચો રમાનારી છે. કોરોના સંક્રમણને લઇને IPL 2021 સ્થગીત કરવામાં આવી હતી. આ દરમ્યાન ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સનુ પ્રદર્શન જબરદસ્ત રહ્યુ હતુ. આશા છે હવે આગળના તબક્કામાં પણ ધોનીની ટીમ એવુ જ શાનદાર પ્રદર્શન રજૂ કરશે.

Next Article