Andrew Symonds Death: મંકીગેટથી લઈને દારૂની લત સુધી અનેક વિવાદોમાં આવ્યું નામ

|

May 15, 2022 | 10:25 PM

Andrew Symonds controversies: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પોતાની ક્રિકેટ કારકિર્દીની સાથે તે વિવાદોને કારણે પણ ચર્ચામાં રહ્યો હતો.

Andrew Symonds Death: મંકીગેટથી લઈને દારૂની લત સુધી અનેક વિવાદોમાં આવ્યું નામ
Andrew Symonds (File Photo)

Follow us on

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સ (Andrew Symonds)નું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ 46 વર્ષના હતા. આઈસીસીની વેબસાઈટ પર પ્રકાશિત સમાચાર અનુસાર, સાયમન્ડ્સનો તેના હોમ સ્ટેટ ક્વીન્સલેન્ડમાં ટાઉન્સવિલે નજીક અકસ્માત થયો છે. પોલીસે પણ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર રહેલા સાયમન્ડ્સ પોતાના પ્રદર્શનની સાથે-સાથે વિવાદોને કારણે પણ ચર્ચામાં રહ્યા હતા.

ક્રિકેટની દુનિયામાં એન્ડ્રુ સાયમન્ડ્સ (Andrew Symonds) અને હરભજન સિંહ (Harbhajan Singh) વચ્ચે મંકીગેટ વિવાદ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ વિવાદ એટલો ચર્ચામાં રહ્યો હતો કે સીડનીની કોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે અંતે આ કેસમાં કોઈ નિર્ણય આવી શક્યો ન હતો તો બીજી તરફ એન્ડ્રુ સાયમન્ડ્સ દારૂની લતના કારણે પણ ચર્ચામાં રહ્યો હતો.

બહું ચર્ચીત મંકીગેટ પ્રકરણ

ભારતીય ક્રિકેટ (Team India) ટીમ વર્ષ 2007-08માં ઓસ્ટ્રેલિયાના (Cricket Australia) પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસમાં સિડનીમાં એક ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચના છેલ્લા દિવસે એન્ડ્રુ સાયમન્ડ્સ અને હરભજન સિંહ વચ્ચે બોલાચાલી થઈ હતી. એન્ડ્રુ સાયમન્ડ્સનો આરોપ હતો કે હરભજન સિંહ (Harbhajan Singh) એ તેના પર જાતિવાદી ટિપ્પણી કરી હતી. એન્ડ્રુ સાયમન્ડ્સના કહેવા પ્રમાણે હરભજન સિંહે તેને મંકી કહેવામાં આવ્યો હતો.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

જેના કારણે આ વિવાદનું નામ મંકીગેટ પડ્યું હતું. આ મામલો ઘણો આગળ વધી ગયો હતો અને મોટુ સ્વરુપ લીધું હતું. ઓસ્ટ્રેલિયાના તત્કાલિન કેપ્ટન રિકી પોન્ટિંગે (Ricky Ponting) આ મામલાની ફરિયાદ સ્ટીવ બકનર અને માર્ક બેન્સનને કરી હતી. એટલું જ નહીં આ મુદ્દો સિડની કોર્ટમાં પણ પહોંચ્યો હતો. જો કે આ વિવાદ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો, કારણ કે ભજ્જીએ કોઈ ટિપ્પણી કરી હોવાના કોઈ પુરાવા નથી.

દારૂની લતના કારણે પણ તે ચર્ચામાં રહ્યો

સાયમન્ડ્સે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ 7 મે 2009ના રોજ પાકિસ્તાન સામે રમી હતી. આ T20 મેચ દુબઈમાં રમાઈ હતી. સાયમન્ડ્સ તેની આલ્કોહોલની લતને કારણે સમાચારમાં રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને દારૂની લતના કારણે T20 ક્રિકેટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. એવો આરોપ હતો કે સાયમન્ડ્સે દારૂ પીવા સંબંધિત નિયમો તોડ્યા હતા.

Next Article