Cricket: ભારતીય ક્રિકેટરને મેદાનમાં યુવતીએ દોડીને કિસ કરી લીધી, જે ફેમસ ચોકલેટ બ્રાન્ડને ફળી ગયુ

|

Jul 20, 2021 | 10:28 PM

ભારતીય ક્રિકેટરો આમ પણ ચમક દમક ધરાવતા હોય છે. પરંતુ એવા કેટલાક હેન્ડસમ ચહેરા અને શાનદાર રમતનું મિશ્રણ યુવતીઓના આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે.

Cricket: ભારતીય ક્રિકેટરને મેદાનમાં યુવતીએ દોડીને કિસ કરી લીધી, જે ફેમસ ચોકલેટ બ્રાન્ડને ફળી ગયુ
File Image

Follow us on

ભારતીય ક્રિકેટમાં એવા પણ કેટલાક ચહેરાઓ રહ્યા હતા કે તેઓ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. જે ચહેરાઓ ક્રિકેટના મેદાન પૂરતુ જ આકર્ષણ ધરાવતા નહોતા. પરંતુ તેઓ યુવતીઓમાં વિશેષ આકર્ષણ ધરાવતા હતા. અબ્બાસ અલી (Abbas Ali Bag) બેગ ટીમ ઈન્ડીયાના હેન્ડસમ ખેલાડીઓમાંથી એક હતા. ભારતીય ટીમ (Team India)માં 60-70ના દાયકામાં ટાઈગર પટૌડી, એમએલ જયસિંહા, ફારુખ એન્જીનીયર અને સલીમ દુરાની જેવા ડેશિંગ લુક ધરાવતા પ્લેયર હતા. જેઓ ક્લાસિકલ સ્ટ્રોક પ્લેયર પણ હતા. જેમાં બેગ ખૂબ જ લોકપ્રિય હતા.

 

 

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

હાલમાં ક્રિકેટના મેદાનમાં કોરોનાને લઈ દર્શકોની ગેરહાજરી છે. જોકે દર્શકોની હાજરી દરમ્યાન સ્ટેડિયમમાં બેઠક વ્યવસ્થા અને ગ્રાઉન્ડ વચ્ચે હવે સુરક્ષા વ્યવસ્થા મજબૂત થઈ ચુકી છે. પરંતુ અગાઉ દર્શકો આસાનીથી મેદાનમાં  આવી શકતા હતા. એ દરમ્યાન કેટલાક રસપ્રદ કિસ્સાઓ પણ સર્જાતા હતા. આવો જ કિસ્સો અબ્બાસ બેગ અલી સાથે થયો હતો. જે ઘટના આગળ જતા એક વિજ્ઞાપન માટે પ્રેરિત રહી હતી. 80ના દશકની એક જાણીતી ચોકલેટ બ્રાન્ડે તે ઘટનાના આધારે ટીવી વિજ્ઞાપન બનાવી હતી. જે ખૂબ જ ફેમસ રહી હતી.

 

વાત છે મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ (Brabon Stadium)માં એક મહિલાએ મેદાન પર જ અબ્બાસ બેગને ચૂમી લીધા હતા. આ ઘટના 1960ના વર્ષની છે. જે દરમ્યાન એક મહિલાએ દોડી આવીને મેદાનમાં બેટીંગ કરી રહેલા બેગને ચૂમ્યા હતા. આ જાણીતી બનેલી ઘટનાને લેખક સલમાન રશ્દીએ પોતાના ઉપન્યાસમાં સ્થાન આપ્યુ હતુ.

 

ધ મૂર્સ લાસ્ટ સાયના કથાનક પણ તેને બનાવ્યુ હતુ. જે યુવાન મહિલાએ પોતાના મિત્રો સાથે શરત રાખી હતી કે તે, મેદાનમાં જઈ તેમને ચૂમી લેશે. આ વાત બેગે ખુદે બાદમાં કહી હતી. જોકે મહિલાની ઓળખ ઉજાગર થઈ શકી નહોતી.

Abbas Ali Baig

કિસ મળતા પહેલા અર્ધશતક લગાવ્યુ હતુ

અબ્બાસ અલીએ બ્રેબોનમાં રમાયેલી તે ટેસ્ટ મેચમાં પ્રથમ ઈનીંગમાં ફીફટી લગાવી હતી. મેચના અંતિમ દિવસે ભારતીય ટીમ બીજી ઈનીંગમાં 112 રનમાં 4 વિકેટ ગુમાવી ચુક્યુ હતુ. જે દરમ્યાન રામનાથ કેની અને બેગે 109 રનની ભાગીદારી સાથે આગળ રમત સંભાળી હતી. સાથે ટીમની હારને ટાળી દીધી હતી. ફીફટી ફટકારીને ટી બ્રેક દરમ્યાન તેઓ પેવેલિયન પરત ફરી રહ્યા હતા. એ દરમ્યાન યુવાન મહિલા સ્ટેન્ડથી કૂદીને તેમની તરફ દોડી આવી તેમના ગાલ પર કિસ કરી લીધી હતી.

 

ઓછી ઉંમરે ડેબ્યૂ મેચમાં શતક જમાવ્યુ

હેન્ડસમ ક્રિકેટર અબ્બાસ અલીએ 1959માં ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી ટેસ્ટ મેચ દ્વારા ડેબ્યૂ કર્યુ હતુ. જે મેચમાં તેને ઈજાગ્રસ્ત વિજય માંજરેકરના સ્થાને તક મળી હતી. જે દરમ્યાન તે ઓક્સફોર્ડમાં અભ્યાસ કરી રહ્યા હતા. અબ્બાસ અલીએ ડેબ્યૂ મેચમાં જ શતક ફટકાર્યુ હતુ. જે સમયે તે સૌથી ઓછી ઉંમરે ડેબ્યૂ શતક લગાવ્યુ હતુ. જે રેકોર્ડને 2018માં પૃથ્વી શો (Prithvi Show)એ પોતાના નામે કર્યો હતો.

 

આ પણ વાંચોઃ IND vs SL: શ્રીલંકન ક્રિકટરોની હાલત કફોડી ! આર્થિક હાલત કથળતા લોન અને ખુદના લગ્ન કરવા પૈસા નથી

Next Article