
રવિવારે MI vs RCBની મેચમાં એક એવુ દૃશ્ય જોવા મળ્યુ, જેનાથી તેમના ફેન્સ ચોંકી ગયા છે. મેદાન પર પંડ્યા બંધુઓ આમને સામને આવ્યા. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા વચ્ચે આ વખતે ના તો કોઈ હસી મજાક જોવા મળી ના તો ભાઈચારાની પણ કોઈ ઝલક દેખાઈ.
IPL 2026 દરમિયાન એક ઉચ્ચ સ્કોરિંગ મુકાબલામાં, મુંબઈ ઈન્ડિયન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મેચ હતી. રવિવાર, 12 એપ્રિલના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં RCB એ 18 રનથી વિજય મેળવ્યો. ટોસ હાર્યા પછી અને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ, RCB એ 4 વિકેટ ગુમાવીને 240 રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો. જવાબમાં, મુંબઈ ઈન્ડિયન્સ 5 વિકેટ ગુમાવીને 222 રન બનાવી શક્યું.
આ મેચ દરમિયાન એ સમયે તમામની નજરો એક દૃશ્ય પર અટકી ગઈ જ્યારે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા આમને-સામને આવ્યા. બંને ભાઈઓ વચ્ચેનો આ મુકાબલો માત્ર ક્રિકેટ પૂરતો સીમિત ન રહેતા તેમના વ્યવહારમાં પણ દેખાયો અને બંને ભાઈઓના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો હોવાની અટકળોને પણ હવા મળી ગઈ. કૃણાલે બોલિંગ દરમિયાન તેના ભાઈનું સ્વાગત બાઉન્સરથી કર્યુ. હાર્દિકે પણ તેને એક ઠંડી નજરો સાથે જવાબ આપ્યો. સામાન્ય રીતે મેદાન પર મેચ દરમિયાન પણ મજાક મસ્તી માટે જાણીતા આ બંને ભાઈઓનો વ્યવહાર સાવ શુષ્ક અને ગંભીર જોવા મળ્યો.
જુઓ Video
Fighting between Hardik and Krunal pic.twitter.com/MVEVlNSctP
— Anshul Rathaur (@anshul_rathaur_) April 12, 2026
મેચની સૌથી મહત્વની મોમેન્ટ ત્યારે આવી જ્યારે જેકબ ડફીએ હાર્દિક પંડ્યાની વિકેટ લીધી. હાર્દિક આઉટ થતા જ કૃણાલ પંડ્યા આક્રમક ઉજવણી કરતો દેખાયો. તેમના આ વ્યવહારે ફેન્સને પણ ચોંકાવી દીધા. આ વીડિયો જોતજોતામાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો અને લોકોએ બંને ભાઈઓના સંબંધોને જોડીને તેનું અર્થઘટન કર્યુ.
મેચની સમાપ્તિ બાદ, હાર્દિક પંડ્યા કે કૃણાલ પંડ્યા ના તો એકબીજાને મળ્યા, ના તો એકબીજા સાથે હાથ મિલાવતા નજરે પડ્યા. આ દૃશ્ય પણ ચર્ચાનો વિષય બન્યુ કારણ કે આ અગાઉની મેચોમાં બંનેની કેમેસ્ટ્રીમાં ખૂબ ગાઢ સંબંધોની ઝલક મેદાન પર પણ અવારનવાર જોવા મળી છે.
જુઓ Video
Krunal Pandya didn’t went to shake hand with hardik Pandya.
Is everything normal between them??#hardikpandya #MIvRCB pic.twitter.com/WhxPKEwcZP— impact player (@whypratik) April 12, 2026
Bhaivalry was at it’s peak, emotions running high #MIvRCB | [Mumbai Indians, Rohit, Kohli, Tilak, Rajat Patidar] pic.twitter.com/CTEtAgcNiB
— Star Sports (@StarSportsIndia) April 12, 2026
આ અંગે અટકળો પહેલાથી જ શરૂ થઈ ગઈ હતી. તાજેતરના T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન પછી મોટાભાગના લોકો જ્યારે હાર્દિક પંડ્યાના પર્ફોર્મેન્સની પ્રશંસા કરી રહ્યા હતા, ત્યારે પણ કૃણાલ પંડ્યા તરફથી કોઈ નોંધપાત્ર પ્રતિક્રિયા આવી ન હતી. વધુમાં, બંને વચ્ચે વધતા અંતરના સંકેતો સોશિયલ મીડિયા પર પણ સ્પષ્ટ હતા. જેમ કે જન્મદિવસની શુભેચ્છાઓનો અભાવ અને તેમના અંગત જીવનને લગતા કાર્યક્રમો દરમિયાન અલગથી દેખાવુ.
Fighting between Hardik and Krunal pic.twitter.com/MVEVlNSctP
— Anshul Rathaur (@anshul_rathaur_) April 12, 2026
જોકે બંને ભાઈઓમાંથી કોઈએ હજુ સુધી આ બાબતે સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, મેદાન પર જોવા મળતી શુષ્કતા તેમના ફેન્સમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે. જો કે હાલ તો એ કહેવું મુશ્કેલ છે કે શું આ ફક્ત મેચનો જોશ હતો કે ખરેખર તેમના સંબંધોમાં કોઈ અંતર આવ્યુ છે. જો કે, એક વાત ચોક્કસ છે કે આ મેચે નિઃશંકપણે પંડ્યા બ્રધર્સને લઈને ચાલી રહેલી ચર્ચાઓને વધુ તેજ કરી દીધી છે.