Ashes Controversy: ઓસ્ટ્રેલિયાન ક્રિકેટરે ઈંગ્લેન્ડમાં હેર કટિંગ કરાવી પૈસા નહિ આપ્યાનો આરોપ, બાર્બરે ખેલાડીને ધમકી આપતા મામલો વિવાદે ચડ્યો!
ENG vs AUS: લીડ્ઝમાં રમાઈ રહેલી ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડી વિવાદમાં આવ્યો છે. વાત એલેક્સ કેરીની છે, જેની પર આરોપ લાગ્યો છે કે, વાળ કપાવીને તેણે પૈસા નથી ચુકવ્યા. આ આરોપ ઈંગ્લેન્ડના એક બાર્બરે લગાવ્યો છે.
હાલમાં લીડ્ઝમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્રીજા દિવસની શરુઆતે જ વરસાદે ક્રિકેટ રસીયાઓનો મૂડ ખરાબ કરી દીધો હતો. ત્રીજા દિવસની રમત શરુ થઈ શકી નહોતી, પરંતુ મેદાનની બહારની એક ઘટનાએ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને આમને સામને લાવી દીધા હતા. વાત એમ હતી કે, એક ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે સલૂનમાં વાળ કપાવ્યા હતા અને બાદમાં પૈસા નહીં આપ્યાની ચર્ચા શરુ થઈ હતી. બાબરે પૈસાને લઈ ક્રિકેટરને ધમકી આપ્યા સુધીની વાત ફેલાઈ ગઈ હતી.
આ વિવાદ એલેક્સ કેરીને લઈ સર્જાયો છે. કેરીએ પૈસા ચૂકવ્યા વિના જ માથાના વાળ કપાવ્યા હતા. બાર્બરને પૈસા નહીં ચુકવવાને લઈ વિવાદ સર્જાયો છે. અગાઉ એલેક્સ કેરી સ્ટંપીંગ આઉટને લઈ વિવાદમાં રહ્યો હતો. બેયરિસ્ટોને સ્ટંપ આઉટ કરવાને લઈ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સથી લઈને અનેક દિગ્ગજોએ આ વિવાદમાં ટીપ્પણીઓ કરી હતી. ઈંગ્લેન્ડના ક્રિકેટ ચાહકોએ પણ રમતની ભાવનાનુ અપમાન ગણાવ્યુ હતુ.
Alex Carey has not yet paid the UK barber the £30 for a haircut. Barber Adam has given him the deadline of Monday. (The Sun) pic.twitter.com/H3kBXtfsVe
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 8, 2023
પૈસા નહીં ચૂકવ્યાનો આરોપ લાગ્યો
લીડ્ઝમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક મોડમાંથી પસાર થઈ રહી છે. વરસાદ પણ મેચમાં ખલેલ સર્જી રહ્યો છે. આ દરમિયાન એલેક્સે કેરીનો વિવાદ ચગ્યો છે. એલેક્સ કેરી પર આરોપ લાગ્યો છે કે, વાળ કપાવીને તેણે પૈસા નથી ચુકવ્યા. આ આરોપ ઈંગ્લેન્ડના એક બાર્બરે લગાવ્યો છે. તેણે કહ્યુ છે કે, પોતાની દુકાનમાં આવીને તેણે વાળ કપાવ્યા હતા અને પૈસા ચુકવ્યા નહોતા. આ અંગેની વાત મેચમાં બીજા દિવસની રમત દરમિયાન કોમેન્ટેટરે કર્યો હતો. કોમેન્ટ્રી દરમિયાન પૂર્વ ઈંગ્લીશ કેપ્ટન એલેસ્ટર કુકે આ ફોડ પાડ્યો હતો. તેણે બતાવ્યુ કે વાળ કપાવ્યા બાદ બાર્બરને હેર કટીંગના પૈસા ચૂકવ્યા નથી.
A shocking revelation about Australia’s Alex Carey! 😲#BBCCricket #Ashes pic.twitter.com/fzljpIdHho
— Test Match Special (@bbctms) July 6, 2023
સ્થાનિક એક અખબારે આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં બતાવ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયન ટીમના ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા અને એલેક્સ કેરી હેર કટ કરવા માટે ગયા હતા. જ્યાં કેરીએ હેર કટીંગનુ બિલ ચુકવ્યુ નહોતુ. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજાએ બિલની ચૂકવણી કરી હતી. આમ કેરીએ બીલની ચુકવણી નહીં કરતા બાર્બરે સોમવાર સુધીમાં 30 પાઉન્ડ એટલે કે 3000 રુપિયાની રકમ ચુકવવાની ચેતવણી આપી હોવાનુ અહેવાલમાં ટાંકવામાં આવ્યુ છે.