T20 વર્લ્ડ કપમાં નહીં ચાલે રવિન્દ્ર જાડેજા! દિગ્ગજ ખેલાડીએ કરી ભવિષ્યવાણી

|

Aug 14, 2022 | 9:55 PM

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો (Ravindra Jadeja) એશિયા કપ માટે ભારતની 15 સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

T20 વર્લ્ડ કપમાં નહીં ચાલે રવિન્દ્ર જાડેજા! દિગ્ગજ ખેલાડીએ કરી ભવિષ્યવાણી
Ravindra Jadeja

Follow us on

થોડા સમય પછી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં (Team India) કોને સ્થાન મળશે તે પણ નક્કી નથી. દરેક જગ્યા માટે ઘણા દાવેદારો છે. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પણ તેમા સામેલ છે. પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેને જાડેજા પર મોટું નિવેદન આપતા કહ્યું છે કે તેમને નથી લાગતું કે આ વખતે આ ખેલાડી કંઈક ખાસ કરી શકશે. આ સાથે તેને વધુ બે બોલરોના પ્રદર્શન પર જવાબ આપ્યો. તેને આંકડાઓના સંદર્ભમાં કહ્યું કે શું આ ખેલાડીઓ T20 વર્લ્ડ કપમાં ફાયદાકારક રહેશે કે નહીં.

જાડેજા પાસેથી આકાશ ચોપરાને નથી કોઈ આશા

રવિન્દ્ર જાડેજાનો એશિયા કપ માટે ભારતની 15 સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ જાડેજાની ટી-20 વર્લ્ડ કપ માટે પસંદગી પણ લગભગ પાક્કી જ છે. જાડેજાના પ્રદર્શન પર આકાશે મોટું નિવેદન આપ્યું. તેને કહ્યું ‘રવીન્દ્ર જાડેજા નિઃશંકપણે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં રમશે. પરંતુ આ વખતે તે ટીમ ઈન્ડિયાને વધુ વિકેટો અપાવી શકશે નહીં. જો આપણે તેના આંકડાઓ પર નજર કરીએ તો ટી20 વર્લ્ડ કપ પછી તેને કુલ 7 મેચ રમી છે અને આ સાત મેચોમાં તે માત્ર 4 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તેની એવરેજ 43થી ઉપર રહી છે અને ઈકોનોમી પણ 8.5ની આસપાસ રહી છે, જે સારું નથી.

અશ્વિન અને પટેલ પર આપ્યું નિવેદન

તેને વધુમાં કહ્યું કે જાડેજાની ટી20 ઈન્ટરનેશનલમાં વિકેટ લેવાની ક્ષમતા હજુ સુધી જોવા મળી નથી. આઈપીએલમાં પણ આવી જ કહાની જોવા મળી છે. તેને છેલ્લી આઈપીએલમાં 10 મેચ રમી હતી અને લગભગ 50ની એવરેજથી પાંચ વિકેટ લીધી હતી. આ દરમિયાન તેની ઈકોનોમી 7.50 હતી અને સ્ટ્રાઈક રેટ 40ની આસપાસ હતી. જાડેજા સિવાય અશ્વિન અને અક્ષર પટેલ માટે પણ આકાશ ચોપરાએ આ જ ટિપ્પણી કરી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તેને કહ્યું અશ્વિન અને અક્ષર પણ ટી20 વર્લ્ડ કપ 2021 બાદથી ટી20 ક્રિકેટમાં વધુ વિકેટ લઈ શક્યા નથી. ઓસ્ટ્રેલિયામાં પણ તેમની વિકેટ લેવાની એવરેજ સમાન રહેશે એટલે કે આ બોલરો એક મેચમાં એકથી વધુ વિકેટ લઈ શકશે નહીં. આકાશ ચોપરાએ યુઝવેન્દ્ર ચહલને વિકેટ લેવાના મામલે સૌથી શ્રેષ્ઠ સ્પિનર ​​ગણાવ્યો હતો. તેને કહ્યું કે ગત વર્લ્ડ કપની ટીમમાં યુઝવેન્દ્રનો સમાવેશ ન કરવો એ એક મોટી ભૂલ હતી, જેનું આ વખતે પુનરાવર્તન ન થવું જોઈએ.

Next Article