ZIM vs IND : જે ટીમ સામે કર્યુ હતુ ડેબ્યું, હવે તે ટીમ સામે જ KL Rahul કરશે કેપ્ટનશિપ, જાણો સમગ્ર માહિતી

KL Rahul IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે વન-ડે શ્રેણી રમાશે. કેએલ રાહુલ આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. આ શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે.

ZIM vs IND : જે ટીમ સામે કર્યુ હતુ ડેબ્યું, હવે તે ટીમ સામે જ KL Rahul કરશે કેપ્ટનશિપ, જાણો સમગ્ર માહિતી
KL Rahul (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 1:02 PM

કેએલ રાહુલ (KL Rahul) ની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા (Team India) ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે. અહીં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. મહત્વની વાત એ છે કે કેએલ રાહુલે પોતાની ડેબ્યૂ વનડે મેચ આ ટીમ સામે રમી હતી. હવે તે આ ટીમ સામે ભારતની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. લોકેશ રાહુલે ઝિમ્બાબ્વે (Zimbabwe Cricket) સામે જોરદાર સદી ફટકારી હતી. તેની ઇનિંગની મદદથી ભારતે 9 વિકેટે જીત મેળવી હતી.

ધોનીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયા 2016 માં ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઇ હતી

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ વર્ષ 2016માં ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી. આ શ્રેણીની પ્રથમ મેચ હરારેમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 168 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે માત્ર એક વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ દરમિયાન લોકેશ રાહુલ અને કરુણ નાયર ઓપનિંગ કરવા આવ્યા હતા. નાયર માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે રાહુલે અણનમ સદી ફટકારી હતી. તેણે 115 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. રાહુલની ઇનિંગમાં 7 ફોર અને 1 સિક્સ સામેલ હતી.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

લોકેશ રાહુલની આવી રહી છે કારકિર્દી

ઉલ્લેખનીય છે કે લોકેશ રાહુલ (KL Rahul) ની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે 42 વનડેમાં 1634 રન બનાવ્યા છે. આ દરમિયાન કેએલ રાહુલએ 5 સદી અને 10 અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 112 રન રહ્યો છે. રાહુલે 43 ટેસ્ટ મેચમાં 2547 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 7 સદી અને 13 અડધી સદી ફટકારી છે. તેણે 56 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1831 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 2 સદી અને 16 અડધી સદી ફટકારી છે.

વનડે સિરીઝનું સંપુર્ણ શેડ્યુલ

18 ઓગસ્ટ – 1લી ODI – હરારે (Zimbabwe) – બપોરે 12:45 કલાકે

20 ઓગસ્ટ – બીજી ODI – હરારે – બપોરે 12:45 કલાકે

22 ઓગસ્ટ – ત્રીજી ODI – હરારે – બપોરે 12:45 કલાકે

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમ

શિખર ધવન (સુકાની), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટ કિપર), સંજુ સેમસન (વિકેટ કિપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અવેશ ખાન, દ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચહર.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">