AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajinkya Rahane એ યશસ્વી જયસ્વાલને મેદાનની બહાર ધક્કો મારીને મોકલ્યો, જુઓ Video

અજિંક્ય રહાણેએ યશસ્વી જયસ્વાલને દુલીપ ટ્રોફી ટાઈટલ મેચના છેલ્લા દિવસે મેદાનની બહાર મોકલી દીધો હતો. આ મેચમાં શાનદાર ઇનિંગના આધારે વેસ્ટ ઝોનને 529 રનનો ટાર્ગેટ આપવામાં સફળતા મળી હતી, જેના જવાબમાં સાઉથ ઝોન તેની બીજી ઇનિંગમાં 234 રનમાં સમેટાઇ ગયો હતો.

Ajinkya Rahane એ યશસ્વી જયસ્વાલને મેદાનની બહાર ધક્કો મારીને મોકલ્યો, જુઓ Video
Ajinkya Rahane asks Yashasvi Jaiswal to leave field during Duleep Trophy final videoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 4:51 PM
Share

Ajinkya Rahane : દરેક કેપ્ટન રમતના અંત સુધી પોતાના સ્ટાર ખેલાડીઓને મેદાન પર જ જોવા માગે છે, પરંતુ ક્યારેક ક્યારેક ઈજાને કારણે ખેલાડીઓ મેદાન બહાર થઈ જતા હોય છે. જ્યારે વાત ફાઈનલની આવે તો અંત સુધી મેચ જીતાવનાર ખેલાડીઓનું અચાનક મેદાન છોડી બહાર જવું એ કોઈ મોટા ઝટકાથી ઓછું નથી, પરંતુ ભારતીય ખેલાડી (Indian Player) અજિક્ય રહાણે (Ajinkya Rahane) પોતાના હાથેથી ધક્કો મારી ફાઈનલમાં સ્ટાર ખેલાડીને મેદાન બહાર મોકલ્યો હતો. આ સમગ્ર વાત છે દુલીપ ટ્રોફીની ફાઈનલની છે. જ્યાં રહાણેની કેપ્ટનશીવાળી વેસ્ટ ઝોન સાઉથ ઝોનને 294 રનથી હરાવી ખિતાબ જીત્યો હતો.

જયસ્વાલની અમ્પાયરને ફરિયાદ

ટાઈટલ મેચના છેલ્લા દિવસે રહાણેએ એક સાહસિક પગલું ભર્યું અને તેના સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલને મેદાનની બહાર મોકલી દીધો. જયસ્વાલ ફાઈનલનો હીરો રહ્યો હતો. તેણે 265 રનની ઇનિંગ રમીને વેસ્ટ ઝોનની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. જયસ્વાલ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. છેલ્લા દિવસે તેની ટક્કર સાઉથ ઝોનના ખેલાડી રવિ તેજા સાથે થઈ હતી. જે બાદ તેણે જયસ્વાલના વર્તન અંગે અમ્પાયરને ફરિયાદ કરી હતી. અમ્પાયરે આ ઘટના અંગે કેપ્ટન રહાણેને જાણ કરી હતી.

રહાણેના આ પગલાની પ્રશંસા થઈ રહી છે

યશસ્વી જયસ્વાલનું વર્તન જોઈને રહાણેનું માથું ધુમી ગયું. તેણે પહેલા જયસ્વાલને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ 20 વર્ષીય સ્ટાર બેટ્સમેને તેના કેપ્ટનની વાત ન માની અને રવિ તેજા સાથે દલીલો કરતો રહ્યો. જેના કારણે રહાણે ગરમ થયો અને તેણે જયસ્વાલનો હાથ નીચે કરીને તેને પાછળ ધકેલી તેને મેદાનની બહાર મોકલી દીધો હતો. હવે દરેક લોકો રહાણેના આ મોટા પગલાના વખાણ કરી રહ્યા છે અને તેને જયસ્વાલ માટે બોધપાઠ કહેવામાં આવી રહ્યો છે.

મેચની વાત કરીએ તો વેસ્ટ ઝોન પ્રથમ દાવમાં પાછળ રહી ગયો હતો. જે બાદ જયસ્વાલે બીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી અને તેની શાનદાર ઇનિંગના આધારે વેસ્ટ ઝોનને 529 રનનો ટાર્ગેટ આપવામાં સફળતા મળી હતી, જેના જવાબમાં સાઉથ ઝોન તેની બીજી ઇનિંગમાં 234 રનમાં સમેટાઇ ગયો હતો.

g clip-path="url(#clip0_868_265)">