‘જ્યાં છું ત્યાં ખુશ છું, ભવિષ્યનું વિચારતો નથી’, ગૌતમના ‘ગંભીર’ નિવેદને ટીમ ઈન્ડિયાના કોચ અંગે મોટો સવાલ ઊભો કર્યો
ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ અંગે હવે જ્યારે બધા BCCI તરફથી નામની સત્તાવાર જાહેરાત સાંભળવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે બીજી ટ્રફર ગૌતમ ગંભીરના લેટેસ્ટ નિવેદને બધાને ચોંકાવી દીધા છે. ભારતીય ટીમના કોચ બનવા અંગેના સવાલ પર ગૌતમના 'ગંભીર' જવાબે અનેક સવાલો ઊભા કર્યા છે.
ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચના સવાલ પર ગૌતમ ગંભીરે પોતાના લેટેસ્ટ નિવેદનથી સમગ્ર મામલાને રસપ્રદ બનાવી દીધો છે. અત્યાર સુધી ગંભીરના નવા મુખ્ય કોચ બનવાના અહેવાલો હતા પરંતુ તેનું લેટેસ્ટ નિવેદન સાંભળ્યા બાદ એવું લાગતું નથી કે હજુ કંઈ ફાઈનલ થયું છે. જ્યારે IPLમાં KKRના મેન્ટર ગૌતમ ગંભીરને કોલકાતામાં ભારતીય ટીમના મુખ્ય કોચ બનવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સીધું કંઈપણ કહેવાનું ટાળ્યું. ગંભીરે એટલું જ કહ્યું કે તે અત્યારે જ્યાં છે ત્યાં ખુશ છે. બહુ આગળનું વિચારતો નથી.
મુખ્ય કોચનો પ્રશ્ન વધુ ઘેરો બન્યો
ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થઈ રહ્યો છે. રાહુલ દ્રવિડ બાદ ગૌતમ ગંભીરના નવા મુખ્ય કોચ બનવાના અહેવાલો હતા. એવા પણ અહેવાલ છે કે માત્ર ગંભીરે જ કોચ બનવા માટે BCCIને અરજી કરી હતી. એવા અહેવાલો પણ છે કે BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા કોચ બનવા માટે જે એક વ્યક્તિનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો તે ગંભીર હતો. આ મીડિયા અહેવાલો પછી, ગંભીરનું નિવેદન કે તે વધુ આગળ વિચારી રહ્યો નથી, તેને લઈ મુખ્ય કોચનો પ્રશ્ન વધુ ઘેરો બન્યો છે.
ગૌતમ ગંભીરનું નિવેદન
કોલકાતામાં PTI સાથે વાત કરતા ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવાના સવાલ પર કહ્યું કે, અત્યારે આ સવાલનો જવાબ આપવો મુશ્કેલ છે. હું આગળનો વિચાર પણ નથી કરતો. અત્યારે હું એટલું જ કહી શકું છું કે હું જ્યાં છું ત્યાં ખુશ છું. હવે ગૌતમ ગંભીરે પશ્ચિમ બંગાળમાં આ નિવેદન આપ્યું છે પરંતુ સમગ્ર દેશમાં આ અંગે રસ જાગ્યો છે.
ગંભીરનું કોચ બનવાનું નક્કી હતું, પછી શું થયું?
અહેવાલો અનુસાર BCCIએ પોતે જ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બનવા માટે સંપર્ક કર્યો હતો. મુખ્ય કોચ માટે અરજીઓ મંગાવ્યા પછી પણ બોર્ડ સતત ગંભીરના સંપર્કમાં હતું. આ કારણે એવું લાગી રહ્યું હતું કે ગંભીર આગામી મુખ્ય કોચ બનશે. પરંતુ, ગંભીરના નિવેદન બાદ તે અટકળો પર હાલ વિરામ લાગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં, હવે ફક્ત BCCIનું સત્તાવાર નિવેદન જ આ મામલા પરથી પડદો હટાવી શકે છે.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા કેવી કરશે તૈયારી? BCCIના નિર્ણયથી સવાલો ઉભા થયા