Breaking News : સૂર્યકુમાર યાદવ ફાઈનલમાં નહીં રમે! પાકિસ્તાનની ફરિયાદ બાદ લાગશે પ્રતિબંધ?

પાકિસ્તાન સામેની જીત પછી સૂર્યકુમાર યાદવના વિવાદાસ્પદ નિવેદનો હવે ગંભીર મામલો બની રહ્યો છે. PCBની ફરિયાદ બાદ ICC રેફરીએ તેમને ઈમેલ કરીને સ્પષ્ટતા માંગી છે. તો શું હવે સૂર્યકુમાર યાદવ એશિયા કપ ફાઈનલમાં નહીં રમે? જાણો શું છે મામલો.

Breaking News : સૂર્યકુમાર યાદવ ફાઈનલમાં નહીં રમે! પાકિસ્તાનની ફરિયાદ બાદ લાગશે પ્રતિબંધ?
Suryakumar Yadav
Image Credit source: PTI
| Updated on: Sep 25, 2025 | 9:06 PM

એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે મેચ જીત્યા પછી ભારતીય ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ એક વિવાદમાં ફસાઈ ગયો છે. પાકિસ્તાન સામે બીજી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સૂર્યકુમાર યાદવની વિરુદ્ધ ICC પાસે ફરિયાદ નોંધાવી છે. PCB અનુસાર, સૂર્યકુમારના નિવેદનો ક્રિકેટની ઈમેજને નુકસાન પહોંચાડે તેવા હતા.

PCBએ ICCને કરી ફરિયાદ

ICCના મેચ રેફરી રિચી રિચાર્ડસને ભારતીય ટીમને ઈમેલ મોકલી સ્પષ્ટતા માંગતી હતી. તેમાં જણાવાયું હતું કે PCBએ મેચ પ્રેઝન્ટેશન તથા પ્રેસ કોન્ફરન્સ દરમિયાનના બે જુદા-જુદા નિવેદનો અંગે ફરિયાદ કરી છે. આ બંને નિવેદનોને મેચ રેફરીએ નોંધમાં લીધા છે અને સૂર્યકુમારના નિવેદનો ક્રિકેટની ઈમેજ વિરુદ્ધ હોવાનું કહ્યું છે.

સૂર્યકુમાર યાદવે શું કહ્યું હતું?

વિવાદાસ્પદ નિવેદનનો જે દાવો પાકિસ્તાન કરી રહ્યું છે તેમાં સૂર્યકુમાર યાદવે કહ્યુ હતું કે અમારી જીત પુલવામા આતંકવાદી હુમલાના શહીદોને સમર્પિત છે. બીજું, તેણે કહ્યુ હતું કે તેને સૂચના આપવામાં આવી હતી કે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવો.

 

સૂર્યકુમાર યાદવ પર પ્રતિબંધ લાગશે?

હવે પ્રશ્ન ઉઠે છે કે શું સૂર્યકુમાર યાદવ પર પ્રતિબંધ લાગી શકે? ICCના નિયમો મુજબ, આ કેસ Level 1 ઉલ્લંઘન છે. આવા કેસમાં સામાન્ય રીતે ખેલાડીને માત્ર મેચ ફીનો દંડ આપવામાં આવે છે. પ્રતિબંધ ત્યારે જ લાગુ પડે છે જ્યારે કેસ Level 2 કે Level 3 હોય.

ભારત એશિયા કપ 2025ની ફાઈનલમાં

હાલમાં, સૂર્યકુમાર યાદવ પર કોઈ તાત્કાલિક પ્રતિબંધ લાગવાનો ભય નથી, અને તે એશિયા કપ 2025ની ફાઈનલ માટે ઉપલબ્ધ રહી શકે છે. જો તે આરોપો સ્વીકારી લે તો સુનાવણીની જરૂર જ નહીં પડે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની એક ઘડિયાળની કિંમત જાણીને ઉડી જશે હોશ, આટલી પ્રાઈઝમાં તો 100 BMW આવી જાય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:51 pm, Thu, 25 September 25