
ભારતીય ટીમ 9 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થનારા એશિયા કપ 2025 માટે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટ શરૂ થવાના 4 દિવસ પહેલા દુબઈ પહોંચી અને તૈયારીઓ શરૂ કરી હતી. આ દરમિયાન, સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની નવી સ્ટાઈલે ધ્યાન ખેંચ્યું, જેણે પોતાના વાળનો રંગ બદલી નાખ્યો. હાર્દિકની નવી હેરસ્ટાઈલના ફોટા વાયરલ થયા છે. પરંતુ માત્ર હાર્દિક જ નહીં, ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવની નવી હેરસ્ટાઈલના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. પરંતુ શું ખરેખર આવું બન્યું છે?
ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે 4 અને 5 એપ્રિલની રાત્રે દુબઈ પહોંચી હતી. જ્યારે ટીમના દુબઈ પહોંચવાના ફોટા આવ્યા, ત્યારે હાર્દિક પંડ્યાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક ફોટા પણ પોસ્ટ કર્યા. આ ફોટામાં હાર્દિક સંપૂર્ણપણે બદલાયેલો દેખાતો હતો અને તેનું કારણ તેના વાળનો રંગ હતો. પોતાની અલગ અલગ સ્ટાઈલ માટે ફેમસ હાર્દિકે નવી ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા એક મોટો ફેરફાર કર્યો અને તેના કાળા વાળને આછા સોનેરી રંગમાં રંગ્યા.
અહીં હાર્દિકે પોતાની નવી હેરસ્ટાઈલનો ફોટો પોસ્ટ કર્યો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. કેટલાક લોકોને તે ગમ્યું, જ્યારે કેટલાક ચાહકોને તે ન ગમ્યું. પરંતુ આ બધાની સાથે અચાનક સૂર્યકુમાર યાદવનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો, જેમાં હેરસ્ટાઈલિસ્ટ સૂર્યાના વાળનો રંગ કાળાથી ગુલાબી રંગમાં બદલી રહો છે. સૂર્યાને ગુલાબી રંગના વાળમાં જોઈને ફેન્સ ચોંકી ગયા.
સૂર્યાનો આ ફોટો ઘણા એકાઉન્ટ્સ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેનાથી ચાહકો ચોંકી ગયા હતા. પરંતુ શું ભારતીય કેપ્ટને ખરેખર આવું કર્યું છે? તો સત્ય એ છે કે આ વાયરલ ફોટો નકલી અને એડિટેડ છે. સૂર્યકુમાર યાદવે પોતાના વાળ ગુલાબી રંગ્યા નથી અને તે પહેલા જેવો જ છે. ટીમ ઈન્ડિયાના દુબઈ રવાના થયા દરમિયાન આવેલી તસવીરોમાં સૂર્યા પહેલા જેવી જ સ્ટાઈલમાં જોવા મળ્યો હતો અને પછી 5 સપ્ટેમ્બરે ટીમના પ્રેક્ટિસ સેશન માટે જતા સમયે આવેલા વીડિયોમાં સૂર્યાના વાળનો રંગ પણ કાળો હતો.
Me as soon as news dropped that TikTok is coming back. pic.twitter.com/bHjgIO79Mr
— Silly Point (@FarziCricketer) September 5, 2025
વાળના રંગ અને સ્ટાઈલ સિવાય ટુર્નામેન્ટની વાત કરીએ તો, પહેલી મેચ 9 સપ્ટેમ્બરે રમાશે, જ્યારે ટીમ ઈન્ડિયાનું અભિયાન 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતનો પહેલો મેચ UAE સામે થશે, જ્યારે સૌથી મોટો મુકાબલો 14 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે, જ્યારે ભારત અને પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાં એકબીજા સાથે ટકરાશે.
આ પણ વાંચો: શ્રેયસ અય્યર બન્યો કેપ્ટન, ધ્રુવ જુરેલને મળી મોટી જવાબદારી, ભારતીય ટીમની થઈ જાહેરાત
Published On - 5:58 pm, Sat, 6 September 25