ભારતની હારમી હાર બાદ છલકાયુ ટીમના ખેલાડીઓનું દુ:ખ, સોશિયલ મીડિયા પર કરી આવી પોસ્ટ

સોશિયલ મીડિયા પર અનેક લોકોના રોષ સાથે લોકોએ ભારતીય ટીમને આ સમયમાં સાથ આપવાની વાત કરી હતી. આજે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓનું દુ:ખ સોશિયલ મીડિયા પર છલકાયુ હતુ.

ભારતની હારમી હાર બાદ છલકાયુ ટીમના ખેલાડીઓનું દુ:ખ, સોશિયલ મીડિયા પર કરી આવી પોસ્ટ
Indian cricketers shared a sad post on social mediaImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 7:56 PM

T20 વર્લ્ડ કપ 2022માં કાલે ભારતની સફર નિરાશાજનક સમાપ્ત થઈ હતી. 10 નવેમ્બરે ઇંગ્લેન્ડ સામે રમાયેલી વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો 10 વિકેટે પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયાને ટાઈટલની દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ છેલ્લા છ T20 વર્લ્ડ કપની જેમ તે ફરી એકવાર નિષ્ફળ રહી હતી. આખા વર્લ્ડ કપમાં સારુ પ્રદર્શન કર્યા બાદ સેમિફાઈનલમાં કારમી હાર મળતી ચાહકો સહિત અનેક ભારતીય ફેન્સ ભાવુક થયા હતા. સોશિયલ મીડિયા પર અનેક લોકોના રોષ સાથે લોકોએ ભારતીય ટીમને આ સમયમાં સાથ આપવાની વાત કરી હતી. આજે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓનું દુ:ખ સોશિયલ મીડિયા પર છલકાયુ હતુ.

આ હારને કારણે ખેલાડીઓ મેદાન પર પણ નિરાશ જોવા મળ્યા હતા. રમત દરમિયાન પણ ઈંગ્લેન્ડની એક પણ વિકેટ ન પડતા ખેલાડીઓના ચહેરા પર નિરાશા સાફ સાફ જોવા મળતી હતી. આજે વિરાટ કોહલી, હાર્દિક પંડયા અને સુર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી હતી.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

હાર્દિક પંડયાએ કરી આ પોસ્ટ

સેમીફાઈનલમાં હાર્દિકે 33 બોલમાં 63 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. પરંતુ ઈંગ્લેન્ડે એકપણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 16 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. હાર બાદ હાર્દિકે કહ્યું કે તે આઘાતમાં છે, દુઃખી છે, નિરાશ છે. હાર્દિકે કહ્યું,નિરાશ, દુઃખી, આઘાતમાં. આ પરિણામ સ્વીકારવું આપણા બધા માટે મુશ્કેલ છે. અમે અમારા સાથી ખેલાડીઓ સાથેના સંબંધોનો સંપૂર્ણ આનંદ માણ્યો છે, અમે દરેક બાબતે એકબીજા માટે લડ્યા છીએ. મહિનાઓના સમર્પણ અને સખત મહેનત માટે અમારા સપોર્ટ સ્ટાફનો આભાર. અમારા ચાહકોનો આભાર જેમણે અમને દરેક જગ્યાએ સમર્થન આપ્યું, અમે તમારા બધાના આભારી છીએ. આવું થવાનું ન હતું, પરંતુ અમે લડતા રહીશું.

સુર્યકુમાર યાદવે શેયર કરી આ વાત

સુર્યકુમાર યાદવે આ પોસ્ટમાં લખ્યુ કે દુ:ખદ હાર. અમે અમારા પ્રશંસકોના કાયમ આભારી છીએ, જેઓ ઊર્જાવાળુ વાતાવરણ બનાવે છે, પછી ભલે અમે ગમે ત્યાં રમીએ. આ ટીમ અને સપોર્ટ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી સખત મહેનત પર ગર્વ છે, એકબીજા માટેના સમર્થન બદલ આભાર. મને દેશ માટે રમવાનો ગર્વ છે. અમે મજબૂત બનીને પાછાઆવીશું!

વિરાટ કોહલીએ કહી આ વાત

વિરાટ કોહલી એ લખ્યુ છે કે, અમે અમારા બીજા સપનાને હાંસલ કરવા અને અમારા હૃદયમાં નિરાશા સાથે ઓસ્ટ્રેલિયન કિનારો છોડીએ છીએ. પરંતુ અમે એક ગ્રુપ તરીકે ઘણી યાદગાર ક્ષણો પાછી લઈ શકીએ છીએ અને અહીંથી વધુ સારું થવાનું લક્ષ્ય રાખીએ છે. અમારા તમામ ચાહકોનો આભાર કે જેઓ અમને સ્ટેડિયમમાં સાથ આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા. આ જર્સી પહેરીને અને આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવામાં હંમેશા ગર્વ અનુભવુ છું.

રડી પડ્યો કેપ્ટન રોહિત શર્મા

રોહિત શર્મા માટે આ હાર બાદનો સમય ખુબ મુશ્કેલ રહ્યો હતો. આખી ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન બાદ ફાઈનલ સુધી પહોંચવામાં ભારતીય ટીમ નિષ્ફળ રહી હતી. તે સમયે ભારતીય ટીમના ખેલાડીઓ અને ચાહકોની આંખો ભરાઈ આવી હતી. કેપ્તન રોહિત શર્મા પણ રડ્યા હતા, જેમને શાંત કરવા રાહુલ દ્રવિડ તેમની પાસે આવીને તેમને સંભાળતા અને શાંત કરતા જોવા મળ્યા હતા પણ રોહિત શર્માના આંસુ રોકાયા ન હતા. ઘણા ફેન્સે સોશિયલ મીડિયા પર પોતાના રોષ વ્યક્ત કર્યો હતો. રોહિત શર્માનો વીડિયા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સેમીફાઈનલમાં ભારતની શરમજનક હાર

સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. તેણે 169 રનનો ટાર્ગેટ કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 16 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 170 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સે 47 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા. કેપ્ટન જોસ બટલરે 49 બોલમાં 80 રન બનાવ્યા હતા. ભારતના છ બોલરોમાંથી ચાર બોલરોએ 10થી વધુના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">