Afghanistan: અફઘાનિસ્તાનથી આવનારી છે ખુશખબર, મહિલા ક્રિકેટ ટીમને લઇ બોર્ડ જલ્દીથી આપશે મોટુ અપડેટ

|

Sep 12, 2021 | 8:26 AM

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) હાલમાં ખૂબજ દબાણની સ્થિતીમાં છે. લગભગ મોટા ભાગના દેશ ઇચ્છે છે કે, અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ ક્રિકેટ રમવાનુ ચાલુ રાખે. જોકે તાલિબાનના શાસન બાદ તે આસાન નથી.

Afghanistan: અફઘાનિસ્તાનથી આવનારી છે ખુશખબર, મહિલા ક્રિકેટ ટીમને લઇ બોર્ડ જલ્દીથી આપશે મોટુ અપડેટ
Afghanistan Cricket Team

Follow us on

જ્યારથી તાલિબાનો (Taliban) એ અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો જમાવ્યો છે ત્યારથી ત્યાં ક્રિકેટ પર તેની ખરાબ અસર પડી છે. તાલિબાને કહ્યું છે કે તેને પુરૂષોને ક્રિકેટ રમવા પર કોઈ વાંધો નથી, પરંતુ મહિલાઓના રમવા વિશે સ્પષ્ટ રીતે કશું કહ્યું નથી. જોકે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan Cricket Board) દરેક રીતે પ્રયાસ કરી રહ્યું છે કે, મહિલા ટીમ ક્રિકેટ રમવાનું ચાલુ રાખે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, તેઓ ટૂંક સમયમાં જ આ બાબતે સારા સમાચાર જણાવશે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) ના કાર્યકારી અધ્યક્ષ અઝીઝુલ્લાહ ફઝલીએ કહ્યું છે. કે તેઓ દેશમાં મહિલાઓ કેવી રીતે ક્રિકેટ રમી શકશે, તે અંગે સ્પષ્ટ સ્થિતિ દર્શાવશે. તેમણે એમ પણ કહ્યું કે મહિલા ટીમની તમામ 25 ખેલાડીઓ અફઘાનિસ્તાનમાં છે અને દેશ છોડ્યો નથી. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને કહ્યું હતું કે તે એવા દેશ સાથે રમવા માંગતો નથી જ્યાં 50 ટકા વસ્તી સાથે ભેદભાવ હોય.

મહિલા ક્રિકિટને લઇ જલ્દી સ્થિતી સ્પષ્ટ કરશે ફઝલી

ફઝલીએ મીડિયા રિપોર્ટમાં કહ્યું, ‘અમે મહિલાઓને ક્રિકેટ રમવા કેવી રીતે મંજૂરી આપીશું તે અંગે સ્પષ્ટ સ્થિતિ આપીશું. ખૂબ જ જલદી અમે સારા સમાચાર આપીશું કે તેમાં કેવી રીતે અમે આગળ વધીશુ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ફઝલીનું તાજેતરનું નિવેદન તાલિબાન સાંસ્કૃતિક આયોગના નાયબ વડા અહમદુલ્લાહ વાસિકથી વિપરીત છે, જે તેમણે બુધવારે મીડિયા રીપોર્ટસમાં કહ્યું હતું. વાસિકે કહ્યું હતું કે મહિલાઓ ક્રિકેટ સહિત અન્ય રમતો રમે તે જરૂરી નથી. તેમણે કહ્યું હતું કે, ‘ક્રિકેટમાં એવી સ્થિતિ આવી શકે છે જ્યાં તેમનો ચહેરો અને શરીર ઢંકાયેલું ન હોય.

ફઝલીએ કહ્યું કે મહિલા ક્રિકેટરો તેમના ઘરમાં સુરક્ષિત છે. તેમણે કહ્યું, મહિલા ક્રિકેટ કોચ ડાયના બરકઝાઈ અને તેના ખેલાડીઓ સુરક્ષિત છે અને દેશમાં તેમના ઘરોમાં રહે છે. ઘણા દેશોએ તેમને અફઘાનિસ્તાન છોડવાનું કહ્યું પણ તેઓએ દેશ છોડ્યો નહીં. હાલમાં તેઓ બધા પોતપોતાના સ્થાને છે.

ફઝલીએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને અપિલ કરી

ફઝલીએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને અપીલ કરી છે કે, આ વર્ષે નવેમ્બરમાં હોબાર્ટમાં યોજાનારી અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમો વચ્ચેની એકમાત્ર ટેસ્ટ રદ ન થાય. ફઝલીએ કહ્યું, અમે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને વિનંતી કરીએ છીએ કે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ઐતિહાસિક ક્રિકેટ મેચ વિલંબીત ન કરે.

ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન ટિમ પેન અફઘાનિસ્તાન સાથે રમવા માંગતો નથી. ટિમ પેને મીડિયા અહેવાલમાં કહ્યું, મને નથી લાગતું કે અમે એવા દેશો સાથે સંકળાયેલા રહેવા માંગીએ છીએ કે, જેમના નિર્ણયો તેમની અડધી વસ્તીને ધ્યાનમાં રાખીને લેવામાં આવે. મારું માનવું છે કે જો ટીમો અફઘાનિસ્તાન સામે રમવાની ના પાડે તો તેમના માટે T20 વર્લ્ડ કપમાં ભાગ લેવો અશક્ય બની જશે અને સરકારો તેમને અમારી સરહદમાં પ્રવેશવા દેતી નથી.

 

આ પણ વાંચોઃ Cricket: ધોની સહિત વિકેટની પાછળ આ ત્રણ ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સફળ રહ્યા

આ પણ વાંચોઃ Sabarkantha: શામળાજી-અમદાવાદ નેશનલ હાઈવેની ભંગાર હાલત, ટ્રાફિક જામની સ્થિતીથી વાહનચાલકો પરેશાન

Next Article