Afghanistan: ક્રિકેટ બોર્ડની કચેરીમાં તાલિબાનીઓ ઘુસી જઈ કબ્જો કર્યાની વાતને લઈ CEO એ કર્યો ચોંકાવનારો ખુલાસો

|

Aug 21, 2021 | 10:18 PM

અફઘાનિસ્તાન (Afghanistan)માં ચારે તરફ હાલમાં અજંપાભરી સ્થિતી છે. સેંકડો લોકો ભયભીત સ્થિતીમાં દિવસો પસાર કરી રહ્યા છે. અનેક જાહેર સંસ્થાઓના સંચાલનો ડામાડોળ છે. આવામાં બોર્ડની કચેરીમાં તાલિબાનીઓ ઘુસી આવ્યા હોવાની વાતો સામે આવી હતી.

Afghanistan: ક્રિકેટ બોર્ડની કચેરીમાં તાલિબાનીઓ ઘુસી જઈ કબ્જો કર્યાની વાતને લઈ CEO એ કર્યો ચોંકાવનારો ખુલાસો
Afghanistan Team

Follow us on

તાલિબાન (Taliban)ના કબ્જા પછી અફઘાનિસ્તાન (Afghanistan)માં બધું પહેલા જેવું નથી. દેશમાં અસ્થિરતાનું વાતાવરણ છે. લોકોમાં ભયનો માહોલ છે. તેઓ દેશ છોડવા માંગે છે. તાલિબાનના કબ્જાથી રોજિંદા જીવન પર અસર પડી છે, તેથી ત્યાંના ક્રિકેટ પર પણ તેનો પડછાયો વર્તાઈ રહ્યો છે. સૌ પ્રથમ શ્રીલંકામાં પાકિસ્તાન (Pakistan) સાથેની તેની વન-ડે શ્રેણીને સંકટના વાદળો ઘેરાઈ ગયા હતા.

 

ત્યારબાદ T20 વર્લ્ડકપમાં પણ રમવા અંગે સસ્પેન્સ સર્જાયુ હતુ. પરંતુ હવે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના CEO હામિદ શિનવારીએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ દ્વિપક્ષીય શ્રેણી તેના સમયપત્રક મુજબ જ રહેશે. આ સિવાય અફઘાનિસ્તાન પણ T20 વર્લ્ડકપમાં ભાગ લેતા જોવા મળશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની ઓફિસમાં તાલિબાનીઓએ ધામા નાખ્યા છે. પરંતુ હમીદ શિનવારીએ મીડિયા રિપોર્ટમાં એક વાતચીત દરમ્યાન તેનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. તેમણે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની ઓફિસમાં તાલિબાનીઓના પ્રવેશના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે. આ સાથે ખેલાડીઓની વિચારસરણી શું છે, તે પણ તેમણે બતાવવાનો પ્રયત્ન કર્યો છે.

 

તાલીબાનીઓનો ટેકો ગણાવ્યો

આ દરમ્યાન CEOએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ઉલ્ટાનું તાલિબાનીઓએ તેમને સપોર્ટીવ રહ્યા છે અને ક્રિકેટ બોર્ડનું સંચાલન યોગ્ય રીતે ચાલી રહ્યુ છે. વાતચીતમાં તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની ઓફિસમાં તાલિબાનીઓ ઘુસી આવ્યા હોવાની વાતો માત્ર અફવાઓ છે. એ ઈરાદાથી અહીં કોઈ આવ્યું નથી. તાલિબાનોએ દેશ પર કબજો કર્યો ત્યારથી હું બોર્ડનું સંચાલન કરી રહ્યો છું. હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે તાલિબાનોએ ખૂબ ટેકો આપ્યો છે.

 

આ સિવાય મેં કોઈ ખેલાડી પાસેથી એવું પણ સાંભળ્યું નથી કે તેના પરિવારને બચાવવામાં આવે અને અફઘાનિસ્તાનમાંથી બહાર નિકાળવામાં આવે. તેના બદલે તે બધા પાકિસ્તાન સામેની શ્રેણી અને T20 વર્લ્ડ કપ રમવા માટે આતુર છે. બીજી બાજુ પાકિસ્તાનીઓએ પણ તૈયારીઓ પૂરજોશમાં શરુ કરી દીધી છે. પાકિસ્તાન સાથે અફઘાનિસ્તાનની 3 મેચની વનડે શ્રેણી શ્રીલંકાના હેમ્બનટોટામાં રમાશે. આ શ્રેણી 3જી સપ્ટેમ્બરથી શરૂ થનાર છે.

 

આ પણ વાંચોઃ Headingley : શું ટીમ ઇન્ડિયા 19 વર્ષ પછી હેડિંગલીમાં કમાલ કરી શકશે ? જાણો આ મેદાન પર ભારતનો હાર-જીતનો રેકોર્ડ

આ પણ વાંચોઃ IPL 2021: ધોની અને તેની ટીમે ફુટબોલ રમીને આનંદ લીધો તો મુંબઈની ટીમ પાણી વોલીબોલ રમી, જુઓ VIDEO

Next Article