IND vs PAK : ફરી એકવાર ભારત-પાકિસ્તાન આમને-સામને, જુઓ સંપુર્ણ શેડ્યુલ

|

Sep 21, 2022 | 11:31 AM

ફરી એકવાર બંને દેશોની ટીમો એકબીજા સાથે ટકરાવા જઈ રહી છે. યુએઈમાં પુરૂષ એશિયા કપ બાદ હવે મહિલા એશિયા કપનો સમય આવી ગયો છે, જ્યાં ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સાથે ટકરાશે.15 ઓક્ટોમ્બરે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રમાશે.

IND vs PAK : ફરી એકવાર ભારત-પાકિસ્તાન આમને-સામને, જુઓ સંપુર્ણ શેડ્યુલ
IND vs PAK : ફરી એકવાર ભારત-પાકિસ્તાન આમને-સામને
Image Credit source: PTI

Follow us on

IND vs PAK : એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે વખતની ટક્કરથી ક્રિકેટ ચાહકોનું દિલ ભરાઈ શક્યું નથી. બંને ટીમો આવતા મહિને T20 વર્લ્ડ કપમાં ફરી ટકરાશે. જો કે વર્લ્ડકપની મેચમાં હજુ ઘણો સમય છે, પરંતુ તે પહેલા ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે ક્રિકેટનું વાતાવરણ ફરી ગરમાવા જઈ રહ્યું છે. ફરી એકવાર બંને દેશોની ટીમો એકબીજા સાથે ટકરાવા જઈ રહી છે અને ફરી એક વખત ચાહકો માટે ઉત્સાહાનો મોકો છે. આ તક 7 ઓક્ટોબરે આવશે, જ્યારે હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur)ની કપ્તાની હેઠળની ટીમ ઈન્ડિયા (Indian Women’s Cricket Team) મહિલા એશિયા કપમાં પાકિસ્તાન સાથે ટકરાશે.

1 ઓક્ટોમ્બરે મહિલા એશિયા કપ શરુ

પુરુષોના એશિયા કપ પૂર્ણ થતા હવે મહિલા એશિયા કપ શરુ થશે. જે આગામી મહિને બાંગ્લાદેશમાં રમાશે. મહિલા એશિયા કપની આ આઠમી આવૃત્તિમાં કુલ 7 ટીમ ભાગ લેશે અને 1 ઓક્ટોમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે ફાઈનલ સહિત કુલ 24 મેચ રમાશે. એશિયા Asian Cricket Councilના અધ્યક્ષ જય શાહે મંગળવારના રોજ 20 સપ્ટેમ્બરના શેડ્યુલની જાહેરાત કરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

ટીમ ઈન્ડિયાનું મેચ શેડ્યૂલ

  • 1 ઑક્ટોબર – ભારત v/s શ્રીલંકા
  • 3 ઑક્ટોબર – ભારત v/s મલેશિયા
  • 4 ઑક્ટોબર – ભારત v/s યુએઈ
  • 7 ઑક્ટોબર – ભારત v/s પાકિસ્તાન
  • 8 ઑક્ટોબર – ભારત v/s બાંગ્લાદેશ
  • 10 ઑક્ટોબર – ભારત v/s થાઈલેન્ડ

 

આ ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન ધોરણે રમાશે. એટલે કે દરેક ટીમ અન્ય તમામ 6 ટીમો સામે એક મેચ રમશે. આ પછી, સૌથી વધુ પોઈન્ટ ધરાવતી ટોચની 4 ટીમો સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે.15 ઓક્ટોમ્બરે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રમાશે. આ તમામ મેચ બાંગ્લાદેશના સિલહટના મેદાનમાં રમાશે. જેમાં ભારત , પાકિસ્તાન યજમાન બાંગ્લાદેશ, શ્રીલંકા, સંયુક્ત અરબ અમીરાત, થાઈલેન્ડ અને મલેશિયાની ટીમો ભાગ લેશે.

7મી ઓક્ટોબરે ભારત v/s પાકિસ્તાન

હવે વાત કરીએ ભારતીય ટીમની. સૌથી વધુ 6 વખત ચેમ્પિયન બનેલી ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ પહેલા જ દિવસે એટલે કે 1 ઓક્ટોબરે શ્રીલંકા સામે રમશે. જે મેચ પર સૌથી વધુ નજર રહેશે તો 7 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન આમને સામને થશે. કોમનવેલ્થ ગેમ્સ બાદ બંને ટીમો પ્રથમ વખત ટકરાશે, જેમાં ભારત આસાનીથી જીત્યું હતું અને આ વખતે પણ ભારત જીતની દાવેદાર હશે.

 

Next Article