IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે શુભમન ગિલનો ધમાકો, 8 મહિના બાદ ફરી ઈન્દોરમાં ફટકારી સદી

શુભમન ગિલે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં દરેક ફોર્મેટમાં ઘણા રન બનાવ્યા છે. ખાસ કરીને વનડેમાં તેણે પોતાના બેટથી ઘણી સદી ફટકારી છે. ઈન્દોરમાં જ ગિલે 8 મહિનામાં આ બીજી વનડે સદી ફટકારી છે. આ પહેલા તેણે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી હતી. શુભમન ગિલે તેની ODI કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી, જેમાંથી આ વર્ષે 5 સદી આવી છે.

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે શુભમન ગિલનો ધમાકો, 8 મહિના બાદ ફરી ઈન્દોરમાં ફટકારી સદી
Shubman Gill
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 7:54 PM

ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ટીમ ઈન્ડિયા (Team India) ના યુવા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલની બેટિંગથી બચી શકી ન હતી. મોહાલીમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી છેલ્લી ODIમાં સદીની તક ગુમાવનાર શુભમન ગિલે (Shubman Gill) ઈન્દોરમાં આ કાર્ય પૂર્ણ કર્યું અને બીજી ODIમાં વિસ્ફોટક સદી ફટકારી. ODI ક્રિકેટમાં ગિલની આ છઠ્ઠી સદી છે, જેમાંથી 5 સદી માત્ર 2023માં આવી છે. વર્લ્ડ કપ (World Cup 2023) પહેલા ગિલની આ વિસ્ફોટક શૈલીએ ટીમ ઈન્ડિયાની આશાઓને નવી ઉર્જાથી ભરી દીધી છે.

8 મહિના બાદ ફરી ઈન્દોરમાં ફટકારી સદી

શુભમન ગિલે બરાબર 8 મહિના પહેલા ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં આવું જ કારનામું કર્યું હતું. 24 જાન્યુઆરી, 2023ના રોજ, ગિલે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ODIમાં માત્ર 78 બોલમાં 112 રન બનાવ્યા હતા. જે ગિલની કારકિર્દીની ચોથી સદી હતી. ફરી એકવાર ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં સપ્ટેમ્બર મહિનાની 24 તારીખે ગિલનું બેટ બોલ્યું હતું. આ વખતે ગિલે ન્યૂઝીલેન્ડના પાડોશી દેશ ઓસ્ટ્રેલિયાને પોતાનો શિકાર બનાવ્યો હતો.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી

રવિવાર 24 સપ્ટેમ્બરના રોજ શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ કરવાની તક મળી અને હોલકર સ્ટેડિયમની સપાટ પીચ સાક્ષી છે કે પ્રથમ બેટિંગ કરનારી ટીમ અહીં ફાયદો ઉઠાવે છે. ગિલે પણ એવું જ કર્યું અને ધીમી શરૂઆત બાદ પોતાના શોટ્સનો જાદુ બતાવ્યો. ગિલે માત્ર 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, જેમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા.

કારકિર્દીની છઠ્ઠી ODI સદી

આ પછી પણ ગિલનું આક્રમણ ચાલુ રહ્યું અને ભારતીય ઓપનર સદી ફટકાર્યા બાદ આઉટ થયો હતો. શુભમન ગિલે પોતાની કારકિર્દીની છઠ્ઠી ODI સદી 92 બોલમાં પૂરી કરી હતી. તેણે પોતાની સદી સુધી પહોંચવા માટે 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે આ તેની પ્રથમ સદી છે, જ્યારે 2023માં આ ફોર્મેટમાં તેની પાંચમી સદી છે. થોડા દિવસ પહેલા જ ગિલે એશિયા કપમાં બાંગ્લાદેશ સામે પણ સદી ફટકારી હતી. ગિલ 104 રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ વાંચો : IND vs AUS : શ્રેયસ અય્યરે ઈન્દોરમાં કર્યો જોરદાર ધમાકો, ઓસ્ટ્રેલિયા સામે ફટકારી સદી

અય્યર સાથે જબરદસ્ત ભાગીદારી

આ દરમિયાન ગિલે શ્રેયસ અય્યર સાથે મળીને બીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી. ટીમ ઈન્ડિયામાં પરત ફરતા અય્યરે પણ લાંબી રાહ જોયા બાદ શાનદાર સદી ફટકારી અને 104 રન બનાવીને આઉટ થઈ ગયો. બંને વચ્ચેની ભાગીદારી 30 ઓવર પહેલા જ ટીમને 200 રનથી આગળ લઈ ગઈ હતી. ગિલ આ વર્ષે વનડેમાં સૌથી વધુ રન અને સદી ફટકારનાર બેટ્સમેન છે. તેણે 5 સદીની મદદથી 1200થી વધુ રન બનાવ્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">