9 વર્ષ પહેલા મેથ્યુઝે જે અન્ય ખેલાડી સાથે કર્યું હતું તેવું જ તેની સાથે થયું

શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ આપવામાં આવતા અનેક ક્રિકેટરોએ આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. પરંતુ ઘણા લોકોએ શાકિબની અપીલ અને અમ્પાયર્સના નિર્ણયને સમર્થન આપ્યું હતું અને 9 વર્ષ પહેલા એન્જેલો મેથ્યુઝે ઈંગ્લેન્ડ સામેની મેચમાં કરેલી હરકતને યાદ કરી હતી. જેમાં તેણે પણ કઈંક આવો જ નિર્ણય લીધો હતો.

9 વર્ષ પહેલા મેથ્યુઝે જે અન્ય ખેલાડી સાથે કર્યું હતું તેવું જ તેની સાથે થયું
Angelo Mathews
Follow Us:
| Updated on: Nov 07, 2023 | 8:05 AM

વર્લ્ડકપ 2023માં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ કરવામાં આવતા વિવાદ થયો હતો. જ્યારે સામવિક્રમા 25મી ઓવરમાં આઉટ થયો ત્યારે એન્જેલો મેથ્યુઝ ક્રિઝ પર આવ્યો. પરંતુ પહેલો બોલ રમતા પહેલા તેની હેલ્મેટની પટ્ટી તૂટી ગઈ અને તેણે નવું હેલ્મેટ ઓર્ડર કર્યું.

આ સમયગાળા દરમિયાન એન્જેલો મેથ્યુઝ ભૂલી ગયો કે તેણે પ્રથમ બોલ બે મિનિટમાં રમવાનો હતો અને વિરોધી કેપ્ટન શાકિબ અલ હસને અપીલ કરી કે એન્જેલોએ વધુ સમય બરબાદ કર્યો છે જે બાદ અમ્પાયરે શ્રીલંકાના ઓલરાઉન્ડરને આઉટ આપી દીધો.

9 વર્ષ પહેલા ઈંગ્લેન્ડ-શ્રીલંકા મેચમાં બની હતી ઘટના

જ્યારે મેથ્યુઝ સાથે આ બધું થયું ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરોએ બાંગ્લાદેશની ખેલદિલી પર સવાલ ઉઠાવ્યા હતા. જો કે, કેટલાક વર્ષો પહેલા મેથ્યુઝે પણ કૈંક એવું જકાર્યું હતું જે સોમવારે તેની સાથે થયું.આ ઘટનાએ મેથ્યુઝને તેના 9 વર્ષ જૂના વિવાદિત નિર્ણયની યાદ અપાવી હતી.

Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો

એન્જેલો મેથ્યુઝે શું કર્યું હતું?

મેથ્યુઝના ટાઈમ આઉટ બાદ પાકિસ્તાની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ મજાર અરશદે ટ્વીટ કરીને આ ખેલાડી પર નિશાન સાધ્યું હતું. અર્શદે ટ્વીટ કર્યું કે શાકિબે કંઈ ખોટું કર્યું નથી કારણ કે તેણે મેથ્યુઝ વિરુદ્ધ નિયમો મુજબ અપીલ કરી હતી. તેણે આગળ લખ્યું – મેથ્યુઝ પણ આ વાત સમજી જશે કારણ કે જ્યારે તે 2014માં શ્રીલંકાનો કેપ્ટન હતો ત્યારે તેણે ઇંગ્લેન્ડના જોસ બટલર વિરુદ્ધ માંકડની અપીલ પાછી ખેંચવાની ના પાડી દીધી હતી.

મેથ્યુઝને દંડ કરવામાં આવશે!

એન્જેલો મેથ્યુઝ બાંગ્લાદેશ સામેની મેચમાં ન માત્ર ટાઈમ આઉટ થયો હતો પરંતુ હવે તેના પર દંડ પણ થઈ શકે છે. વાસ્તવમાં, જ્યારે મેથ્યુઝને આઉટ આપવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. આ પછી, તેણે પેવેલિયનમાં જતી વખતે તેનું હેલ્મેટ ફેંકી દીધું. આ ICC આચાર સંહિતાનું ઉલ્લંઘન છે અને હવે મેથ્યુઝની મેચ ફી કાપવામાં આવી શકે છે.

અફઘાનિસ્તાનના ખેલાડીને પણ થયો હતો દંડ

તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનના ઓપનર ગુરબાઝે દિલ્હીના મેદાન પર જ ગુસ્સામાં પોતાનું બેટ ફેંકી દીધું હતું, જેના પછી તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં મેથ્યુઝે શાકિબ પર કર્યા પ્રહાર, કહી મોટી વાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">