13 July 2002: દાદાએ લહેરાવી હતી T-શર્ટ, યુવરાજ-કૈફની ભાગીદારી અને લોર્ડસમાં ભારત સામે ઈંગ્લેન્ડ ધ્વસ્ત

21 વર્ષ પહેલા નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં ઈંગ્લેન્ડે ભારત સામે 326 રનનો મુશ્કેલ લક્ષ્ય રાખ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાએ યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફની શાનદાર ઈનિંગ્સના આધારે છેલ્લી ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

13 July 2002: દાદાએ લહેરાવી હતી T-શર્ટ, યુવરાજ-કૈફની ભાગીદારી અને લોર્ડસમાં ભારત સામે ઈંગ્લેન્ડ ધ્વસ્ત
India vs England
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 6:40 PM

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને જુલાઈ મહિનો વચ્ચેનો સંબંધ ઘણો ખાસ છે. તેમનો જન્મદિવસ 8મી જુલાઈએ જ છે. આ તે મહિનો છે જ્યારે તેણે તેના સુકાનીપદના કાર્યકાળની સૌથી મોટી અને યાદગાર જીત મેળવી હતી. 13 જુલાઇ, 2002ના રોજ, ભારતે લોર્ડ્સમાં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું. મોહમ્મદ કૈફ આ જીતનો સ્ટાર હતો, જેણે ભારતને ન માત્ર ખિતાબ અપાવ્યો પરંતુ તેના કેપ્ટન ગાંગુલીની બોલતી પણ બંધ કરી દીધી હતી.

ગાંગુલીની કપ્તાનીમાં ભારતની યાગદાર સીરિઝ જીત

બરાબર 21 વર્ષ પહેલા આજના દિવસે ભારતે નેટવેસ્ટ ટ્રોફીની યાદગાર ફાઈનલ જીતી હતી, તે પણ 326 રનના વિશાળ લક્ષ્યાંકને હાંસલ કરીને અને તે સમયે આ ટાર્ગેટ ચેઝ કરવું લગભગ અશક્ય હતું. તે ફાઈનલ પહેલા ભારતીય ટીમ બીજી ઘણી ફાઈનલ હારી ચૂકી હતી અને ફરી એકવાર ટાઇટલ ગુમાવવાની નિરાશા ટીમના દરેક ખેલાડીને પરેશાન કરી રહી હતી.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

326 રનના ટાર્ગેટે વધારી ચિંતા

નેટવેસ્ટ ટ્રોફીની ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 325 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર માર્કસ ટ્રેસ્કોથિકે 109 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન નાસીર હુસૈને પણ 115 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઝહીર ખાને 3 વિકેટ લીધી હતી. આટલો મોટો ટાર્ગેટ જોઈને કેપ્ટન ગાંગુલી સહિત ટીમના તમામ ખેલાડીઓ બીજી ફાઈનલ હારી ન જાય તેની ચિંતામાં હતા.

ભારતે 146 રનમાં 5 વિકેટ ગુમાવી

કેપ્ટન ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગે પોતે 15મી ઓવરમાં 100થી વધુ રનની ભાગીદારી કરી હતી. પછી ગાંગુલી અને સેહવાગ આઉટ થયા અને ટૂંક સમયમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને દિનેશ મોંગિયા પણ આઉટ થઈ ગયા. માત્ર 146 રનમાં 5 વિકેટ પડી ગઈ હતી. અહીંથી મોહમ્મદ કૈફ અને યુવરાજ સિંહના રૂપમાં બે યુવા બેટ્સમેનોએ ટીમની કમાન સંભાડી લીધી અને 121 રનની ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી.

ગાંગુલીનો ઈશારો, કૈફનો જવાબ

ભારતને મેચમાં પરત લાવવામાં આ ભાગીદારી મહત્વની સાબિત થઈ અને આ પાર્ટનરશિપની વચ્ચે કંઈક એવું બન્યું જેણે ગાંગુલીને આશ્ચર્યમાં મૂકી દીધા. હકીકતમાં, જ્યારે કૈફ ધીમે ધીમે ભાગીદારીને આગળ લઈ રહ્યો હતો, ત્યારે યુવરાજ બાઉન્ડ્રી ફટકારી રહ્યો હતો. પછી ગાંગુલીએ ડ્રેસિંગ રૂમમાંથી આંગળી બતાવી અને કૈફને સંકેત આપ્યો કે તેણે યુવરાજને એક રન લઈને સ્ટ્રાઈક પર લાવવો જોઈએ જેથી યુવરાજ બાઉન્ડ્રી ફટકારી શકે.

યુવરાજ-કૈફે કર્યો ખુલાસો

કદાચ કૈફે પોતાના કેપ્ટનના આ સૂચનને પડકાર તરીકે લીધું અને ટૂંકો બોલ આવતા જ કૈફે તેને ખેંચીને સિક્સર માટે મોકલી દીધો. કૈફની આ સ્ટાઈલ જોઈને ગાંગુલી પણ શાંત થઈ ગયા અને પછી કંઈ બોલ્યા નહીં. યુવરાજ અને કૈફે પોતે ઇન્સ્ટાગ્રામ લાઇવમાં પહેલીવાર આ વાતનો ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો : Breaking News: ત્રીજી T20માં બાંગ્લાદેશે ભારતને 4 વિકેટે હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ સીરિઝ 2-1થી જીતી

ભારતને ચેમ્પિયન બનાવ્યું

આખરે, કૈફ જ ટીમને જીત તરફ લઈ ગયો. ટીમનો સ્કોર 267 રન હતો, ત્યારબાદ યુવરાજ પેવેલિયન પરત ફર્યો હતો. હરભજન સિંહ અને અનિલ કુંબલે પણ આઉટ થયા હતા, પરંતુ કૈફે ઝહીર ખાન સાથે મળીને છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવી હતી. કૈફ 87 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">