Cricket: ટેસ્ટ શ્રેણી પહેલા જ જોફ્રા આર્ચરને ફરી કોણીની ઈજાએ કર્યો પરેશાન, આરામ માટે થઈ શકે છે મજબૂર

|

May 16, 2021 | 5:28 PM

ઈંગ્લેંડના ઝડપી બોલર જોફ્રા આર્ચર (Jofra Archer)ની જમણી કોહણીમાં ઈજા (Right elbow injury) ફરીથી થઈ છે. તેની કોણીમાં ફરીથી સોજો આવ્યો છે. આ ઈજા તેને લાંબા સમય સુધી ક્રિકેટથી દુર રાખી શકે છે.

Cricket: ટેસ્ટ શ્રેણી પહેલા જ જોફ્રા આર્ચરને ફરી કોણીની ઈજાએ કર્યો પરેશાન, આરામ માટે થઈ શકે છે મજબૂર
Joffra Archer

Follow us on

ઈંગ્લેંડના ઝડપી બોલર જોફ્રા આર્ચર (Jofra Archer)ની જમણી કોહણીમાં ઈજા (Right elbow injury) ફરીથી થઈ છે. તેની કોણીમાં ફરીથી સોજો આવ્યો છે. આ ઈજા તેને લાંબા સમય સુધી ક્રિકેટથી દુર રાખી શકે છે. હાલમાં તો તે કાઉન્ટી ક્રિકેટ ટીમ સક્સેસ (Sussex)ના માટે મેચમાં બોલીંગ રોકી દીધી હતી. પરંતુ હવે તેની આ ઈજાથી તેના ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમવાને લઈને હવે સંકટ પેદા થયુ છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આર્ચરની કોણીમાં ઈજા આઈપીએલ 2021 પહેલા થઈ હતી. જોકે તે તેમાંથી સ્વસ્થ થઈ ચુક્યો હતો અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પરત ફરી ચુક્યો હતો. તે કાઉન્ટી ટીમ સક્સેસ માટે કેન્ટની સામે મેચ પણ રમ્યો હતો. જેમાં તે બીજી ઈનીંગમાં તે ફક્ત 5 ઓવર અને તેની પ્રથમ ઈનીંગમાં 13 ઓવરની બોલીંગ કરી હતી.

 

 

જોકે 18 ઓવર બાદ તેની સ્થિતી ખરાબ થવા લાગી હતી. તેને કોણીમાં પીડા અને સોજો વધારે વધી ચુક્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આર્ચરને ન્યુઝીલેન્ડ સામે રમવા માટે પસંદગી થનારી હતી. જોકે હવે ફિટનેસને લઈને તેનો ટીમમાં સમાવેશ મુશ્કેલ છે.

 

ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટથી રહી શકે છે બહાર

જોફ્રા આર્ચરના ન્યુઝીલેન્ડ સામે રમવાને લઈ ECBએ પણ મોટો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું હતુ કે પોતાના ચેમ્પિયન બોલરને ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં પસંદ કરવાથી સારુ છે કે તેને રિકવરી માટે થોડો સમય અપાય તો ટીમ સક્સેસનું કહેવુ છે કે આર્ચરને કાઉન્ટી ક્રિકેટમાં રમવા માટેની પરવાનગી ફક્ત ECB જ આપી શકે છે. તે અમારો પ્લેયર નથી. તેને લઈને નિર્ણય લેવાનો હક ઇંગ્લેંડ ક્રિકેટ બોર્ડનો છે.

 

સારી બોલીંગ બાદ કોણીની પીડાએ બગાડી સ્થિતી

જોફ્રા આર્ચરે કેન્ટ સામે પ્રથમ ઈનીંગમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે પોતાની બોલીંગથી કમબેકની સારી છાપ છોડી હતી. અહીં સુધી કે બીજી ઈનીંગમાં 5 ઓવરમાં તેને વિકેટ ના મળી, પરંતુ બેટ્સમેનો પર તેનો દબદબો રહ્યો હતો. જોકે તેના બાદ તેને કોણીમાં પીડા અને સોજાને લઈને ફરીયાદ ઉઠી હતી.

 

આ પણ વાંચો: WTC 2021: આ બોલરોનો જાદુ ચાલે તો ટીમ ઇન્ડીયાનુ ટેસ્ટ ચેમ્પિયન બનવાનુ સપનુ થઇ શકે છે સાકાર

Next Article