Covid-19: ઓસ્ટ્રેલિયાનો આફ્રિકા પ્રવાસ રદ, ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ચેમ્પિયનશીપમાંથી બહાર થવાને આરે

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા (South Africa)ના પ્રવાસ પર નહીં જાય. કોરોના વાયરસને લઈ હાલની સ્થિતીને જોતા ઓસ્ટ્રેલિયાએ આ નિર્ણય જાહેર કર્યો છે.

Covid-19: ઓસ્ટ્રેલિયાનો આફ્રિકા પ્રવાસ રદ, ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ચેમ્પિયનશીપમાંથી બહાર થવાને આરે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 02, 2021 | 11:05 PM

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા (South Africa)ના પ્રવાસ પર નહીં જાય. કોરોના વાયરસને લઈ હાલની સ્થિતીને જોતા ઓસ્ટ્રેલિયાએ આ નિર્ણય જાહેર કર્યો છે. જેને લઈને હવે ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)થી બહાર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા (Australia)એ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન ત્રણ ટેસ્ટ મેચ રમવાની હતી. દક્ષિણ આફ્રિકામાં હાલમાં કોવિડ-19 (Covid-19)ના કેસનું પ્રમાણ ફરીવાર વધવા લાગ્યુ છે. ત્યાં આ વાયરસનો નવો પ્રકાર પણ સામે આવ્યો છે. પાછલા વર્ષે ઈંગ્લેન્ડ (England)એ પણ વન ડે શ્રેણીને અધવચ્ચે જ આફ્રિકા પ્રવાસને છોડી દીધો હતો. ઓસ્ટ્રેલિયાએ ગત વર્ષે બાંગ્લાદેશ પ્રવાસને પણ કોવિડ-19ને લઈને નિલંબિત કરી દીધો હતો.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના અંતરિમ પ્રમુખ નિક હોકલેએ કહ્યું હતુ કે, ચિકિત્સા વિશેષજ્ઞો સાથે વિચાર-વિમર્શ બાદ એ સ્પષ્ટ થઈ ગયુ છે કે, આ વખતે ઓસ્ટ્રેલિયાની દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરવા પર અમારા ખેલાડીઓ, સહાયક કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાનું જોખમ અસ્વીકાર્ય સ્તર પર છે. આ ઘોષણાથી જૂનમાં ઈંગ્લેન્ડમાં રમાનારી WTC ફાઈનલને માટે ક્વોલીફાઈ કરવા માટેની ઓસ્ટ્રેલિયાની આશાઓ પર પાણી ફરી વળ્યુ છે. પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો ફાઈનલ માટે ક્વોલીફાઈ કરશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પોઈન્ટ ટેબલની દ્રષ્ટીએ ભારત અને ન્યુઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાન પર છે. તેને WTC ફાઈનલમાં સ્થાન મેળવવા માટે દક્ષિણ આફ્રિકાથી ઓછામાં ઓછી 2-0થી જીત મેળવવી જરુરી હતી. ભારત અને ઈંગ્લેંડ વચ્ચે શરુ થઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝની બે મેચો જો ડ્રો રહી હોત તો ઓસ્ટ્રેલિયાને ફાઈનલમાં પહોંચવાની શક્યતા વધી શકે છે. આ ઉપરાંત સિરીઝનું પરિણામ 1-0, 2-0 અથવા 2-1થી ઈંગ્લેન્ડના પક્ષમાં રહે છે અથવા ભારત 1-0થી જીતે છે તો ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં આગળ આવી શકે છે. જો આમ નથી થતુ તો તે ટેસ્ટ ચેમ્પિયન્સશીપની ફાઈનલ રમવા સક્ષમ નહીં રહે.

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ રદ કરવાને કારણે ન્યુઝીલેન્ડની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જગ્યા પાકી થઈ ગઈ છે. ત્યાં જ ઈંગ્લેન્ડ અને ભારત હાલમાં ફાઈનલમાં પહોંચવા માટે દાવેદાર છે. ભારતે ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં 70 પોઈન્ટની જરુર રહેશે, એટલે કે 2-1થી જીત મેળવે તો ફાઈનલમાં પહોંચી જશે. આ ઉપરાંત 3-0,3-1 અથવા 4-0થી જીતવા પર તો આરામથી ફાઈનલમાં પહોંચી જશે તો ઈંગ્લેન્ડે ફાઈનલમાં સ્થાન મેળવવા માટે ભારત સામે ઓછામાં ઓછા 87 પોઈન્ટ મેળવવા પડશે. જેનો મતલબ તેણે ઓછામાં ઓછી ત્રણ મેચ જીતી લેવી પડશે.

આ પણ વાંચો: Oxford Hindi Word: ઓક્સફર્ડ લેન્ગવેજીસે ‘આત્મનિર્ભરતા’ શબ્દને જાહેર કર્યો વર્ડ ઓફ ધ યર 2020

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">