Coroana: ઇંગ્લેંડ પ્રવાસ માટે પસંદ કરાયેલા રિદ્ધીમાન સાહાનો બીજો ટેસ્ટ પણ કોરોના પોઝિટીવ

|

May 14, 2021 | 3:31 PM

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના વિકેટકિપર રિદ્ધીમાન સાહા (Riddhiman Saha)નો બીજો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. ભારતીય ટેસ્ટ બેટ્સમેન IPL દરમ્યાન કોરોના સંક્રમીત જણાયો હતો.

Coroana: ઇંગ્લેંડ પ્રવાસ માટે પસંદ કરાયેલા રિદ્ધીમાન સાહાનો બીજો ટેસ્ટ પણ કોરોના પોઝિટીવ
riddhiman Saha

Follow us on

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના વિકેટકિપર રિદ્ધીમાન સાહા (Riddhiman Saha)નો બીજો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. ભારતીય ટેસ્ટ બેટ્સમેન IPL દરમ્યાન કોરોના સંક્રમીત જણાયો હતો. ત્યાર બાદ થી તે આઇસોલેશન હેઠળ છે. ચાર મે એ લગાતાર કોરના કેસ સામે આવવાને લઇને આઇપીએલ ટુર્નામેન્ટને સ્થગીત કરી દેવાઇ હતી. જે ખેલાડીઓ જે સમયે કોરોના સંક્રિમત જણાયા હતા તે પૈકી એક સાહા પણ હતો.

સાહાને શારીરીક કોઇ સમસ્યા નહીં
આઇપીએલ 2021 દરમ્યાન કોવિડ 19 સંક્રમિત થયેલા સાહા એ કહ્યુ હતુ કે, શરુઆતના દિવસોમાં ખૂબ ડર લાગી રહ્યો હતો. તેનો પરિવાર પણ ચિંતીત હતો. જોકે સાહાની સારી રીતે કાળજી લેવાઇ હતી અને હવે તેના લગતી બાબતોમાં સુધાર આવ્યો છે. જોકે સાહા હજુ પણ કોરોના મુક્ત થઇ શક્યો નથી. જેના થી ટીમ ઇન્ડીયાની પણ જોકે ચિંતાઓ વધતી જઇ રહી છે.

જોકે સારી વાત એ છે કે, સાહાની સ્થિતી હળવી છે. જાણકારી મળી રહી છે કે સાહાના શરિરમાં હવે કોવિડના ચિહ્નો નથી જોવા મળી રહ્યા. તેના શરિરમાં દર્દ, તાવ, ખાંસી અને શરદી જેવા લક્ષણો પણ નથી. સાહા એ બતાવ્યુ હતુ કે, મે મહિનાના પ્રથમ દિવસની પ્રેકટીશ બાદ હું ખૂબ થાક અનુભવી રહ્યો હતો. ઠંડી લાગી રહી હતી. થોડીક ખાંસી પણ થઇ રહી હતી. મે એ દિવસે જ ડોક્ટરને આ અંગે જાણકારી આપી હતી. મને સુરક્ષીત એકલામાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

એ દિવસે મારો કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આગળના દિવસે ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટીવ હતો. જેના બાદ બીજા દિવસે પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પણ નેગેટીવ હતો. તેના બાદ પણ મને એકલામાં રહેવા માટે કહેવામાં આવ્યુ હતુ. મને બહાર નિકળવાની પરવાનગી નહોતી અપાઇ. કારણ કે ત્યાં સુધીમાં મને તાવ આવવાની શરુઆત થઇ ચુકી હતી. ત્રીજા દિવસે ટેસ્ટ કરવામાં આતા તે પોઝિટીવ હોવાનુ સામે આવ્યુ હતુ.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો છે, સાહા
પરિણામ તેના પક્ષમાં નહી આવે તો, દિલ્હીમાં સાહા ને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવશે. જ્યાં તબીબો તેને ત્યારે જ રિલીઝ કરશે જ્યારે તેનો કોરોના ટેસ્ટ નેગેટીવ જણાશે. ટીમ ઇન્ડીયા પણ આશા લગાવી બેઠી છે કે, સાહા જલ્દી થી નેગેટીવ થઇને રિકવર થઇ જાય. બીસીસીઆઇ એ હાલમાં જ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે જે ટીમ પસંદ કરી છે તેનો હિસ્સો સાહા છે. જોકે કોરોના સંક્રમણને લઇને હવે તેની ફિટનેશના દમ પર જ ટીમમાં તેનુ સ્થાન નિશ્વિત કરવામાં આવશે.

Published On - 3:22 pm, Fri, 14 May 21

Next Article