CWG 2022 ના મેડલ વિજેતાઓ PM Modi ને મળશે, વડાપ્રધાનના નિવાસ સ્થાને મુલાકાત યોજાશે

ભારતે બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) માં કુલ 61 મેડલ જીત્યા હતા અને મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું.

CWG 2022 ના મેડલ વિજેતાઓ PM Modi ને મળશે, વડાપ્રધાનના નિવાસ સ્થાને મુલાકાત યોજાશે
PM Modi ના નિવાસ સ્થાને મુલાકાત કાર્યક્રમનુ આયોજન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 9:56 PM

બર્મિંગહામમાં તાજેતરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કુલ 61 મેડલ જીત્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શનિવારે સવારે 11 વાગ્યે આ ગેમ્સમાં તમામ મેડલ વિજેતા (Medal Winners) ઓને તેમના નિવાસસ્થાને મળશે. સમાચાર એજન્સી દ્વારા આ અંગે જાણકારી આપી છે.

ઈંગ્લેન્ડમાં જ્યારે આ ગેમ્સ ચાલી રહી હતી ત્યારે પણ વડાપ્રધાન મોદી મેડલ વિજેતા ખેલાડીઓને ટ્વિટર દ્વારા અભિનંદન આપતા હતા અને પ્રોત્સાહિત કરતા હતા. અગાઉ, જ્યારે ભારતીય ટુકડી ટોક્યો ઓલિમ્પિકમાંથી પરત આવી ત્યારે નરેન્દ્ર મોદી મેડલ વિજેતાઓને પણ મળ્યા હતા.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

રાજનાથ સિંહે ખેલાડીઓની મુલાકાત કરી

બીજી તરફ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શુક્રવારે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય સશસ્ત્ર દળોના ખેલાડીઓને મળ્યા હતા. રક્ષા મંત્રીએ સશસ્ત્ર દળોના ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી અને તેને શાનદાર ગણાવી. સિંહે ટ્વિટર પર લખ્યું, બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા સશસ્ત્ર દળોના ખેલાડીઓ સાથે ઉત્તમ વાર્તાલાપ. તેઓએ તેમના શાનદાર પ્રદર્શનથી દરેકને ખુશ કર્યા અને તેમની સિદ્ધિઓથી રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું. આ ખેલાડીઓને ભવિષ્ય માટે સફળતા પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ.

આમ રહ્યુ ભારતનું પ્રદર્શન

ભારતે આ ગેમ્સમાં કુલ 61 મેડલ જીત્યા હતા, જેમાંથી 22 ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતીય ખેલાડીઓ 16 સિલ્વર મેડલ અને 23 બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. આ વખતે ભારતે ઘણી રમતોમાં ઈતિહાસ રચ્યો હતો. એથ્લેટિક્સમાં ભારતને ઘણી સફળતા મળી હતી. તેજસ્વિન શંકર, મુરલી શ્રીશંકર જેવા ખેલાડીઓએ પ્રથમ વખત મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ રમતોમાં મહિલા ક્રિકેટને પ્રથમ વખત તક મળી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઈનલમાં તેને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">