CWG 2022 ના સિતારાઓ પર લાખ્ખો રુપિયાનો વરસાદ, IOA એ રોકડ ઈનામથી મેડલિસ્ટોનુ કર્યુ સન્માન
બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં ભારતે કુલ 61 મેડલ જીત્યા હતા અને ચોથા ક્રમે રહી હતી. ભારતના ખાતામાં કુલ 22 ગોલ્ડ મેડલ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ આવ્યા છે.
કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં તેમના શાનદાર પ્રદર્શનથી ભારતીય ખેલાડીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. મેડલ વિજેતાઓને પોતપોતાના રાજ્યોમાં સન્માનિત કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ વિજેતાઓને મળ્યા અને તેમના પ્રદર્શનની પ્રશંસા કરી. હવે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ તમામ મેડલ વિજેતાઓને સન્માન સાથે પુરસ્કૃત કર્યા છે. IOA એ શનિવારે 13 ઓગસ્ટે CWG 2022 ના તમામ 61 ચંદ્રક વિજેતાઓને રોકડ ઇનામ આપ્યા હતા, જેમાં સુવર્ણ ચંદ્રક વિજેતાઓને 20 લાખ રૂપિયા મળ્યા હતા.
22 ગોલ્ડ સહિત 61 મેડલ
બર્મિંગહામમાં 29 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે આ વખતે કુલ 61 મેડલ જીત્યા છે. તેમાંથી 22 ગોલ્ડ મેડલ દેશની બેગમાં આવ્યા છે, જ્યારે 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ પણ ભારતીય ખેલાડીઓએ જીત્યા છે. ભારતને કુસ્તીમાં સૌથી વધુ 6 ગોલ્ડ મેડલ મળ્યા, જ્યારે એથ્લેટિક્સ અને લૉન બૉલ્સ જેવી રમતમાં પણ ગોલ્ડન સફળતા હાંસલ કરી.
‘ #TeamIndia medallists at @birminghamcg22 #EkIndiaTeamIndia | #B2022 pic.twitter.com/ZqY1fid7m5
— Team India (@WeAreTeamIndia) August 13, 2022
ગોલ્ડ મેડલ વિજેતાઓને 20-20 લાખ
શનિવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળ્યા બાદ IOA દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ મેડલ વિજેતાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં IOAના કાર્યવાહક પ્રમુખ અનિલ ખન્નાએ વિજેતાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. જેમાં ગોલ્ડ મેડલ વિજેતાઓને 20-20 લાખ રૂપિયા જ્યારે સિલ્વર મેડલ વિજેતાઓને 10-10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સિવાય બ્રોન્ઝ મેડલ વિજેતા 23 ખેલાડીઓ અથવા ટીમોને 7.5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
We are grateful to our Hon’ble Prime Minister Shri Narendra Modi for his kind words and unwavering support for #HockeyIndia! #IndiaKaGame #ChakDeIndia #HarGharTiranga #AmritMahotsav @narendramodi @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/6DGfo7gpOc
— Hockey India (@TheHockeyIndia) August 13, 2022
PM Modi એ ઉત્સાહ વધાર્યો
આ પહેલા મેડલ વિજેતાઓએ વડાપ્રધાન આવાસ પર મોદી સાથે મુલાકાત કરી હતી. સ્વતંત્રતા દિવસના માત્ર બે દિવસ પહેલા મળેલી આ બેઠકે સન્માન સમારોહને વધુ ખાસ બનાવ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તમામ વિજેતાઓ અને ગેમ્સમાં ભાગ લેનાર અન્ય ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તે જ સમયે, પીએમ એ ટોક્યો ઓલિમ્પિક પછી ખેલાડીઓને તેમની અપીલનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે ખેલાડીઓએ વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને શાળાઓમાં જવું જોઈએ, જેથી આવનારી પેઢીને પણ પ્રેરણા મળે.