Ind vs Aus: માત્ર 49 રનમાં જ 5 વિકેટ ખેરવી દીધી છતાંય ટીમ ઈન્ડિયાની હાર, હરમનપ્રીત અને રેણુંકાના નિકળ્યા ‘આંસૂ’

|

Jul 29, 2022 | 9:30 PM

India vs Australia: હરમનપ્રીત કૌરની તોફાની ફિફ્ટી અને રેણુકા સિંહની ચાર વિકેટ છતાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ.

Ind vs Aus: માત્ર 49 રનમાં જ 5 વિકેટ ખેરવી દીધી છતાંય ટીમ ઈન્ડિયાની હાર, હરમનપ્રીત અને રેણુંકાના નિકળ્યા આંસૂ
CWG 2022 ભારતીય ક્રિકેટ ટીમની શરુઆત નિરાશાજનક રહી

Follow us on

હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ની તોફાની ફિફ્ટી અને રેણુકા સિંહ (Renuka Singh) ની ચાર વિકેટ છતાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચ હારી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરીને 154 રન બનાવનાર ટીમ ઈન્ડિયા આ સ્કોર બચાવી શકી ન હતી. એક સમયે ઓસ્ટ્રેલિયાએ 49 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તેમ છતાં એશ્લે ગાર્ડનરની અણનમ અડધી સદી અને ગ્રેસ હેરિસની 37 રનની ઈનિંગ્સે ભારતીય ટીમ (Team India) ની મહેનત બરબાદ કરી દીધી હતી. આમ કોમનવેલ્થ 2022 માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ મેચમાં જ હાર સહન કરવી પડી છે.

રેણુકા-હરમનપ્રીત નિરાશ

ઓસ્ટ્રેલિયા સામે હરમનપ્રીત કૌર અને રેણુકા સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હરમનપ્રીત કૌરે મિડલ ઓર્ડરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના બેટમાંથી 34 બોલમાં 52 રન થયા હતા. તેણે 8 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. સ્ટ્રાઈક રેટ 150થી વધુ હતો પરંતુ તેમ છતાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

હરમનપ્રીત સિવાય રેણુકા સિંહે ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. રેણુકાએ તેની 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 4 વિકેટ લીધી હતી. ભારતીય ટીમે એક સમયે ઓસ્ટ્રેલિયાની પાંચ વિકેટ 49 રનમાં પાડી દીધી હતી, પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયા મેચમાંથી બહાર થઈ ગઈ હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ગાર્ડનર-હેરિસે મેચ જીતાડી

પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયા પર વળતો હુમલો કર્યો હતો. ગ્રેસ હેરિસે શાનદાર બેટિંગ કરી અને 20 બોલમાં 37 રન બનાવ્યા. તેના બેટમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 185 હતો. બીજી તરફ ગાર્ડનરે ખૂબ જ ધીમી શરૂઆત કરી હતી. તે 100ના સ્ટ્રાઈક રેટથી રમતી જોવા મળી હતી. પરંતુ ગ્રેસ હેરિસના આઉટ થયા બાદ તેણે ટીમ ઈન્ડિયા પર હુમલો કર્યો. આ ખેલાડીએ 9 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી અને અણનમ રહી અને પોતાની ટીમને જીત અપાવી. ગાર્ડનર-હેરિસની બેટિંગે કેપ્ટન હરમનપ્રીતની જીતની આશા તોડી નાખી અને તેણે આંસુ સાથે મેદાન છોડવું પડ્યું.

ભારતીય બોલિંગની વાત કરીએ તો રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ, મેઘના સિંહ ઘણી મોંઘી સાબિત થઈ. ગાયકવાડે 2 ઓવરમાં 24 રન આપ્યા હતા. રાધા યાદવે 4 ઓવરમાં 42 રન આપ્યા હતા. તે જ સમયે મેઘના સિંહે 4 ઓવરમાં 38 રન આપ્યા હતા. છેલ્લી ઓવરોમાં ભારતની બેટિંગ પણ નબળી રહી હતી. ભારતીય ટીમે છેલ્લી પાંચ ઓવરમાં 39 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયા એક સમયે 170 થી આગળ જતી હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ ટીમ 154 જ બનાવી શકી હતી.

Published On - 9:06 pm, Fri, 29 July 22

Next Article