CWG 2022 Medal Tally: ભારતના ખાતામાં 9 મેડલ, ઓસ્ટ્રેલિયા ટોચના સ્થાન પર

|

Aug 02, 2022 | 6:57 AM

Commonwealth Games 2022 માં અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 3 ગોલ્ડ મેડલ આવી ગયા છે. જે હાલમાં મેડલ ટેબલમાં ભારતને છઠ્ઠા સ્થાને રાખે છે.

CWG 2022 Medal Tally: ભારતના ખાતામાં 9 મેડલ, ઓસ્ટ્રેલિયા ટોચના સ્થાન પર
India Medal Telly in Commonwealth Games 2022 (PC: TV9)

Follow us on

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022) ને ચાર દિવસ થઇ ગયા છે. ઘણી ઇવેન્ટ્સ પુરી થઇ ગઇ છે અને ડઝનેક મેડલ પણ ખેલાડીઓએ પોતાના નામે કરી લીધા છે. હજુ પણ મેડલ ટેબલમાં બહુ ફેરફાર થયો નથી. પ્રથમ દિવસની જેમ ચોથા દિવસે પણ ઓસ્ટ્રેલિયા ટોચ પર છે અને મેડલની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સાથે જ ચોથો દિવસ પણ ભારત માટે મેડલ લઈને આવ્યો. જો કે ઘણા મેડલ નથી આવ્યા. પરંતુ બીજા કેટલાક મેડલ પર ભારતનું નામ ચોક્કસથી પાક્કું થયું. ચોથા દિવસ બાદ પણ ભારત છઠ્ઠા સ્થાને યથાવત છે.

ઓગસ્ટ સોમવારની 1 તારીખે કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) નો ચોથો દિવસ હતો. પરંતુ મેડલની બાબતમાં ભારત માટે તે સતત ત્રીજો દિવસ હતો જ્યારે મેડલ પર ભારતનું નામ લખવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસની જેમ આ વખતે પણ વેટલિફ્ટિંગમાંથી મેડલ આવ્યો હતો. હરજિન્દર કૌરે મહિલાઓની 71 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતે વેઈટલિફ્ટિંગમાં બીજો બ્રોન્ઝ અને ઓવરઓલ 7મો મેડલ જીત્યો હતો.

જુડોએ ભારતના મેડલની સંખ્યા વધારી

ભારતની મેડલ ટેલીમાં સોમવારે પહેલીવાર વિવિધતા જોવા મળી હતી અને તેનું કારણ જુડો હતું. આવી રમતમાં જેમાં ભારતની ઓળખ નજીવી છે અને જેમાં ભારતને વધુ સફળતા મળી નથી. ભારતે એક જ દિવસમાં બે મેડલ જીત્યા. 2014માં ભારત માટે પહેલીવાર જુડો સિલ્વર જીતનાર સુશીલા દેવીએ ફરી પોતાની કુશળતા બતાવી અને વધુ એક સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તેના સિવાય વિજય કુમાર યાદવે રેપચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે ભારત 3 ગોલ્ડ, 3 સિલ્વર, 3 બ્રોન્ઝ સાથે કુલ 9 મેડલ મેળવી છઠ્ઠા સ્થાને બીરાજમાન છે.

 

ભારત મંગળવારે લૉન બોલ, બેડમિન્ટન મિક્સ ટીમ અને ટેબલ ટેનિસની પુરૂષ ટીમની ફાઇનલમાં ગોલ્ડ મેળવવાની આશા રાખશે. તો બીજી તરફ વેટલિફ્ટિંગ સહિત અન્ય ઇવેન્ટમાં મેડલની સંભાવના છે. જેથી પરિસ્થિતિમાં વધુ સુધારો થઈ શકે.

ઓસ્ટ્રેલિયાના સ્વિમરોનો જલવો કાયમ રહ્યો

જો આખા ટેબલની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા ટોપ પર વર્ચસ્વ જાળવી રાખે છે. ઓસ્ટ્રેલિયાએ 31 ગોલ્ડ સાથે કુલ 71 મેડલ જીત્યા છે. સ્વિમિંગમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિયાની ટીમે સૌથી વધુ 7 મેડલ જીત્યા છે. અત્યાર સુધીમાં તરવૈયાઓએ ઓસ્ટ્રેલિયા માટે 16 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ જીત્યા છે. 1 ઓગસ્ટ સુધી કુલ 26 દેશોએ મેડલ જીત્યા છે. તો અત્યાર સુધીમાં કુલ 276 મેડલ આપવામાં આવ્યા છે.

Next Article