CWG 2022: ઓલિમ્પિક મેડાલિસ્ટ Lovlina Borgohain ના આરોપ બાદ રમત ગમત વિભાગ થી લઈ BFI હરકતમાં, બતાવી હાલની સ્થિતી
સોમવારે, લોવલિના (Lovlina Borgohain) એ ટ્વિટર પર એક નિવેદન જારી કરીને ફરિયાદ કરી હતી કે તેના કોચને સાથે મોકલવામાં આવ્યો ન હતો, જેના કારણે રમતો પહેલા તેની પ્રેક્ટિસને અસર થઈ હતી.
કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) આડે હવે જેમ જેમ દિવસો ઓછા થઈ રહ્યા છે, તેમ તેમ ભારતીય ખેલાડીઓ સાથે જોડાયેલા વિવાદો વધી રહ્યા છે. એથ્લેટિક્સમાં ડોપિંગના કેટલાક મામલા પહેલાથી જ સામે આવ્યા છે, જેણે ભારતને શરમમાં મુકી દીધું છે. હવે ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર લોવલિના બોર્ગોહેને (Lovlina Borgohain) તેના કોચ સાથે ન મળવાને કારણે જે મુશ્કેલી અને ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે તેની વાત કરીને બધાને હચમચાવી દીધા છે. લવલીનાના આરોપો રમતગમત મંત્રાલય (Ministry of Sports) થી લઈને બોક્સિંગ ફેડરેશન અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન સુધી હવે હરકત જોવા મળી છે.
લોવલિના એ માનસિક ઉત્પીડનનો સામનો કરી રહી હોવાનુ કહ્યુ
ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનારી લોવલિનાને કોમનવેલ્થ ગેમ્સમાં પણ મેડલની દાવેદાર માનવામાં આવી રહી છે. જોકે, સોમવારે 25 જુલાઇના રોજ તેણે નિવેદન જારી કરીને બધાને ચોંકાવી દીધા હતા. લવલિનાએ કહ્યું કે છેલ્લી ક્ષણે તેના કોચને વારંવાર બદલવામાં આવી રહ્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં તેને મેડલ અપાવવામાં મદદ કરનાર તેના કોચ સંધ્યા ગુરુંગને પહેલા હટાવી દેવામાં આવ્યા હતા અને પછી છેલ્લી ક્ષણે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેના કારણે તેની તૈયારી પર અસર પડી રહી છે. લવલિનાએ કહ્યું કે આ કારણે તે માનસિક ઉત્પીડનનો સામનો કરી રહી છે.
રમત ગમત વિભાગે IOA ને કહ્યુ
લોવલિનાના આ આરોપે CWG 2022 પહેલા ભારતીય ઓલિમ્પિક એસોસિએશન અને બોક્સિંગ ફેડરેશનને પ્રશ્નમાં મૂક્યા છે. આવી સ્થિતિમાં, દરેક તરત જ એક્શનમાં આવી ગયા. અગાઉ, રમતગમત અને યુવા બાબતોના મંત્રાલયે ટ્વિટ કરીને ભારતીય ઓલિમ્પિક સંઘને આ મામલાને તાત્કાલિક ઉકેલવા જણાવ્યું હતું. લવલીનાના ટ્વીટને રીટ્વીટ કરવામાં આવ્યું હતું અને MYAS એકાઉન્ટમાંથી ટ્વીટ કરવામાં આવ્યું હતું, અમે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને વિનંતી કરી છે કે તેઓ તરત જ લોવલિના બોર્ગોહેનના કોચ માટે માન્યતાની વ્યવસ્થા કરે.
We have urged the Indian Olympic Association to immediately arrange for the accreditation of the coach of Lovlina Borgohain. https://t.co/6GhD72cvY4
— Dept of Sports MYAS (@IndiaSports) July 25, 2022