CWG 2022ના પહેલા જ દિવસે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો કઈ મેચમાં આમને-સામને થશે

|

Jul 28, 2022 | 12:31 PM

કોમનવેલ્થ ગેમ્સમાં 29 જુલાઈથી ઈવેન્ટ્સ શરૂ થવા જઈ રહી છે. ભારત પહેલા દિવસે ઘણી અલગ-અલગ રમતોમાં પડકાર આપશે

CWG 2022ના પહેલા જ દિવસે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો કઈ મેચમાં આમને-સામને થશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે 29 જુલાઈના રોજ બેડમિન્ટન મેચ રમાશે
Image Credit source: AFP

Follow us on

CWG 2022 : 322 સભ્યોનું ભારતીય દળ કોમનવેલ્થ ગેમ (Commonwealth Games)માં ભાગ લઈ રહ્યું છે. 28 જુલાઈના રોજ એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં 30 હજાર દર્શકોની હાજરીમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓલિમ્પિક બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ (PV Sindhu) આ સેરમનીમાં ભારતની ધ્વજવાહક રહેશે. ભારતીય ટીમ કોમનવેલ્થ ગેમમાં પોતાના અભિયાનની શરુઆત 29 જુલાઈથી કરશે. ગેમના પહેલા દિવસે ભારતીય ક્રિકેટ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને બોક્સિંગ (Boxing)માં પડકાર ફેંકશે. આ ગેમમાં રમતપ્રેમીઓ પહેલા દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો જોવા મળશે.

બેડમિન્ટનમાં ભારત-પાકિસ્તાન આમને-સામને થશે

29 જુલાઈના રોજ બેડમિન્ટનમાં મિક્સ ડબલ્સની ટીમ ઈવેન્ટમાં ભારત પોતાના અભિયાનની શરુઆત કરશે. પહેલા જ મુકાબલામાં તેનો સામનો પાકિસ્તાન સામે થશે. ક્રિકેટમાં ભલે ભારત-પાકિસ્તાનનો મુકાબલો હાઈ વોલ્ટેજ થાય પરંતુ બેડમિન્ટનમાં આવી સ્થિતિ નથી, કારણ કે, પાકિસ્તાનને તેમના ખેલાડી પાસે મેડલની આશા નથી.

પાકિસ્તાનની ટીમમાં દમ નથી

પાકિસ્તાનની બેડમિન્ટન ફેંડરેશનનું માનવું છે કે, તે કોમનવેલ્થ ગેમમાં મેડલ જીતી શકશે નહિ. આ કારણે તેણે ટીમને ન મોકલવાનો નિર્ણય લીધો છે. ત્યારબાજ પાકિસ્તાન ઓલિમ્પિક એસોશિએશનની દખલગીરિ બાદ 4 સભ્યોની ટીમને બર્મિગહામમાં મોકલવામાં આવ્યા છે.ટીમની આગેવાની માહુર શહઝાદ કરશે. જે તેના એક માત્ર ખેલાડી છે જે રેન્કિંગમાં ટોપ 175માં સામેલ છે. આ સિવાય દળના બાકી ખેલાડી ટૉપ 500માં સામેલ નથી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

છેલ્લી વખત ભારતે ક્લિન સ્વીપ કર્યું

બીજી તરફ ભારતીય ટીમમાં સિંગલ્સ કેટેગરીમાં પીવી સિંધુ, લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત જેવા ખેલાડીઓ છે. ડબલ્સ કેટેગરીમાં સાત્વિકસાઈરાજ-ચિરાગ ટોચની જોડી હશે. ગાયત્રી અને ત્રિશા જોલી મહિલા ડબલ્સ કેટેગરીમાં પ્રવેશ કરશે. મિશ્રડબ્લસ વિશે વાત કરીએ તો, અનુભવી અશ્વિની પોનપ્પા સુમિત રેડ્ડી સાથે કોર્ટમાં જશે. છેલ્લી વખતે જ્યારે બંને ટીમો સામસામે આવી હતી અને ભારતે પાકિસ્તાનને 5-0થી હરાવ્યું હતું. ભારતે પાંચમાંથી એક પણ મેચમાં ત્રીજી મેચ સુધી જવા દીધા ન હત. આ દર્શાવે છે કે ભારતનો પડકાર કેટલો કપરો હશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે બેડમિન્ટન મેચ ક્યારે થશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે 29 જુલાઈના રોજ બેડમિન્ટન મેચ રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે બેડમિન્ટન મેચ કયા સમયે શરૂ થશે?

બેડમિન્ટન મેચો ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગ્યે શરૂ થશે.

હું ભારત અને પાકિસ્તાન વચ્ચેની બેડમિન્ટન મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકું?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની બેડમિન્ટન મેચનું લાઈવ પ્રસારણ સોની નેટવર્કની ચેનલ પર થશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે બેડમિન્ટન મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની બેડમિન્ટન મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર થશે.

Next Article