CWG 2022: Achinta Sheuli એ ગોલ્ડ જીત્યા બાદ PM મોદીએ અચિંતા સાથેનો વીડિયો કર્યો શેર, આપી શુભેચ્છા, Watch Video

|

Aug 01, 2022 | 9:42 AM

પશ્ચિમ બંગાળના આ ઉભરતા 20 વર્ષીય વેઈટલિફ્ટર અચિંત શુલેઈ તેની પહેલી જ કોમનવેલ્થ ગેમ્સમાં 313 કિલો વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો છે.

CWG 2022: Achinta Sheuli એ ગોલ્ડ જીત્યા બાદ PM મોદીએ અચિંતા સાથેનો વીડિયો કર્યો શેર, આપી શુભેચ્છા, Watch Video
Achinta Sheuli and PM Narendra Modi (PC: Twitter)

Follow us on

ભારતીય વેઇટલિફ્ટર અચિંતા શિયુલી (Achinta Sheuli) એ ગોલ્ડ મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ઇતિહાસ રચી દીધો છે. પશ્ચિમ બંગાળના આ ઉભરતા 20 વર્ષીય વેઈટલિફ્ટર અચિંત શુલેઈ તેની પહેલી જ કોમનવેલ્થ ગેમ્સમાં 313 કિલો વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો છે. સ્નેચમાં તેણે પહેલી લિફ્ટમાં 137 કિલો વજન ઉપાડ્યું હતું. તો બીજી લિફ્ટમાં 139 કિલોનો ભાર ઉપાડવામાં આવ્યો હતો. આ પછી અચિંતાએ ત્રીજી લિફ્ટમાં 143 કિલોનો ભાર ઉપાડ્યો. ક્લીન એન્ડ જર્કમાં અચિંત શિયુલીએ બીજા પ્રયાસમાં 170 કિલો વજન ઉપાડ્યું હતું. આ રીતે તેણે 313 કિલો વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ છે. રસપ્રદ વાત એ છે કે તમામ ગોલ્ડ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે.

અચિંતા શિયુલી (Achinta Sheuli) એ ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ અચિંતાને શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ PM મોદીએ કોમનવેલ્થ ગેમ્સ 2022 માં જતાં પહેલા તમામ ખેલાડીઓ સાથે વાત કરી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તે સમયે PM મોદીએ અચિંતા સાથે પણ વાતો કરી હતી. તે વાતચીતનો વીડિયો મોદીએ ફરીથી આજે મેડલ જીત્યા બાદ શેર કર્યો હતો અને અચિંતાને વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી. તો PM મોદીએ અચિંતાને મેડલ જીત્યા બાદ તેની ફિલ્મ જોવી ઇચ્છા પણ પુરી કરવા કહી હળવી રમુજ કરી હતી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

ત્રીજા દિવસે 2 ગોલ્ડ મેડલ

એનઈસી એરેના ખાતે વેઈટલિફ્ટિંગ ઈવેન્ટ્સમાં શનિવાર 30 જુલાઈની જેમ રવિવાર 31 જુલાઈનો દિવસ પણ ભારત માટે સારો રહ્યો અને દેશના ખાતામાં બે ગોલ્ડ આવ્યા. દિવસની શરૂઆત જેરેમી લાલરિનુંગાના ગોલ્ડ મેડલથી થઈ હતી અને અચિંતે દિવસનો અંત પણ ગોલ્ડ જીતીને કર્યો હતો. ભારતીય સૈન્યના જવાન અચિંત સ્નેચથી ક્લીન એન્ડ જર્ક સુધીના 6 પ્રયાસોમાં માત્ર એક જ વાર ચૂકી ગયા હતો. પરંતુ તેનાથી તેમના મનોબળને અસર થઈ નહીં અને પછી પરિણામ પણ તેમના અને દેશને અનુરૂપ હતું.

એક સમયે અચિંતા શિયુલી સિલાઈનું કામ કરતો હતો

વેટલિફ્ટર અચિંત શિયુલી (Achinta Sheuli) નું જીવન સરળ રહ્યું ન હતું. તેની સ્ટોરી કોઈ બોલિવૂડ ફિલ્મથી ઓછી નથી. હકિકતમાં અચિંત શિયુલીના પિતા મજૂરી કામ કરતા હતા. આ સિવાય તે રિક્ષા પણ ચલાવતો હતો. આટલું જ નહીં આ પછી અચિંત શિયુલીએ ઝરી વર્ક નું કર્યું કર્યું. ઝરી કામ કરવા ઉપરાંત તેમણે ઘણા નાના કામો પણ કર્યા. તે સીવણકામ પણ કરતો હતો.

પશ્ચિમ બંગાળના હાવડામાં 24 નવેમ્બર 2001ના રોજ જન્મેલા અચિંતાના પિતા પરિવારનું ભરણપોષણ કરવા માટે રિક્ષાચાલક તરીકે કામ કરતા હતા. આ સિવાય તે મજૂરી કામ પણ કરતા હતા. હકિકતમાં અચિંતને 2011માં પહેલીવાર વેઈટલિફ્ટિંગ વિશે જાણકારી મળી હતી. તે સમયે અચિંતાની ઉંમર માત્ર 10 વર્ષની હતી.

Next Article