CWG 2022 માં રચાશે ઈતિહાસ, પહેલીવાર થશે આ કામ, જાણો શું છે મામલો

|

Jul 29, 2022 | 7:50 PM

આ વખતે કોમનવેલ્થ ગેમ્સ એવી હશે જે અગાઉ અન્ય કોઈ ગેમ્સમાં બની નથી અને તેથી જ આ ગેમ્સ ઐતિહાસિક છે.

CWG 2022 માં રચાશે ઈતિહાસ, પહેલીવાર થશે આ કામ, જાણો શું છે મામલો
CWG 2022માં રચાશે ઈતિહાસ
Image Credit source: Twitter

Follow us on

CWG 2022 : ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં 22મી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) યોજાઈ રહી છે. ગુરુવારે ઉદ્ઘાટન સમારોહ સાથે આ ગેમ્સની શરૂઆત થઈ છે. આ ગેમ્સનું આયોજન દર ચાર વર્ષે કરવામાં આવે છે પરંતુ આ વખતે ગેમ્સ બાકીના કરતા અલગ છે. આ વખતે કોમનવેલ્થ ગેમ્સ થવા જઈ રહી છે જે હજુ સુધી થઈ નથી, માત્ર આ ગેમ્સમાં જ નહીં પરંતુ કોઈપણ મલ્ટી-સ્પોર્ટ્સ ઈવેન્ટ (multi-sports event)માં, આ ગેમ્સમાં પુરૂષ વિભાગ કરતાં મહિલા વિભાગમાં વધુ મેડલ આપવામાં આવશે.

ઈતિહાસ રચાશે

આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચાશે. આ એડિશનમાં મહિલા વર્ગમાં પુરૂષો કરતાં વધુ મેડલ આપવામાં આવશે. આ વખતે મહિલા વિભાગમાં 136 મેડલ અને પુરૂષ વિભાગમાં 134 મેડલ આપવામાં આવશે, કોઈપણ મલ્ટિસ્પોર્ટ ટુર્નામેન્ટમાં આ પ્રથમ વખત હશે કે મહિલા વર્ગમાં વધુ મેડલ આપવામાં આવશે. અત્યાર સુધીની કોઈપણ મલ્ટી-સ્પોર્ટસ ઈવેન્ટ્સમાં આવું બન્યું નથી. આ પ્રથમ વખત હશે જ્યારે કોઈ પણ રમતમાં પુરૂષોની તુલના કરતાં મહિલા વર્ગમાં વધુ મેડલ આપવામાં આવશે. આ ગેમ્સમાં મહિલાઓને આપવામાં આવેલા મેડલની સંખ્યા 136 છે. જ્યારે પુરૂષ વર્ગમાં 134 મેડલ આપવામાં આવશે. મિક્સ કેટેગરીમાં 10 મેડલ આપવામાં આવશે.

ભારતીય મહિલાઓ પાસેથી અપેક્ષાઓ

આ વખતે ભારતીય મહિલા ખેલાડીઓ પાસેથી પણ ઘણી આશાઓ હશે. પીવી સિંધુ આ ગેમ્સમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતવા પર નજર રાખશે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતાને ગત વખતે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હોવા છતાં તે સિંગલ્સ કેટેગરીમાં તેના પ્રથમ ગોલ્ડ મેડલની શોધમાં છે. તેમના સિવાય, લવલિના બોર્ગોહેન, વિનેશ ફોગાટ, નિખત ઝરીન, સાક્ષી મલિક, હિમા દાસ, મહિલા હોકી ટીમ, મહિલા ક્રિકેટ ટીમ પણ મહિલા વિભાગમાં મેડલની અપેક્ષા રાખે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોમનવેલ્થ ગેમ્સની ગત્ત આવૃત્તિ 2018માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ હતી. આ ગેમ્સમાં ભારતે કુલ 66 મેડલ જીત્યા હતા. જેમાંથી 26 ગોલ્ડ મેડલ, 20 સિલ્વર મેડલ અને 20 બ્રોન્ઝ મેડલ ભારત તરફથી આવ્યા છે. આ વખતે પણ ભારત તરફથી વધુને વધુ મેડલ આવે તેવી અપેક્ષા રાખવામાં આવશે.

 3 વિદ્યાર્થીઓએ મેડલ ડિઝાઇન કર્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ બર્મિંગહામની સ્કૂલ ઓફ જ્વેલરીમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે.

Published On - 7:50 pm, Fri, 29 July 22

Next Article