Olympics Gold Medalist: ચીનનાં યાંગ કિયાને એર રાઇફલમાં પ્રથમ ગોલ્ડ જીતીને ઓલિમ્પિકમાં ખાતુ ખોલાવ્યુ
ચીને ઓલિમ્પિક (Olympics)માં પ્રથમ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે.મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ચીનની યાંગ કિયાન (China Yang Qian )ને ગોલ્ડ મેડલ જીત્યો છે.
Olympics Gold Medalist: ચીને ટોક્યો ઓલિમ્પિક્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ચીનની યાંગ કિયાન (China Yang Qian )ને ફાઇનલમાં 251.8 ના સ્કોર સાથે ઓલિમ્પિક (Olympics) રેકોર્ડ બનાવતા ગોલ્ડ મેડલ જીત્યો.
ટોક્યો ઓલિમ્પિક (Olympics)નો પ્રથમ ગોલ્ડ મેડલ ચીનની એ ખેલાડીએ જીત્યો છે. જેમણે 10 જુલાઈના રોજ કોરોના મહામારીમાં પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. કહેવાય છે કે,ડર કે આગે જીત હૈ, ચીનની મહિલા એર રાઇફલ યાંગ કિયાને (China Yang Qian ) ટોક્યો ઓલિમ્પિક (Olympics)નો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. યાંગ કિયાને મહિલાઓની 10 મીટર એર રાઇફલમાં રિકૉર્ડ પોઈન્ટની સાથે ગોલ્ડ મેડલ જીતનારી યાંગ કિયાએ 25.1 અંક મેળવી રેકોર્ડ પોતાને નામ કર્યો છે.
24 July – #Shooting / Women’s 10m Air Rifle
🥇 YANG Qian🇨🇳 🥈 Anastasiia Galashina 🥉 Nina Christen🇨🇭
Congratulations to the first medalists of #Tokyo2020 #UnitedByEmotion | #StrongerTogether | @ISSF_Shooting
— #Tokyo2020 (@Tokyo2020) July 24, 2021
રશિયા (Russia)ની અનાસ્તાસિયા ગાલાસિનાએ સિલ્વર અને સ્વિટ્ઝર્લેન્ડની નીના ક્રિસ્ટિએને બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીત્યો. ભારતીય શૂટર ઇલાવેનિલ વલારિવન અને અપૂર્વી ચંદેલા ક્વાલિફિકેશન રાઉન્ડમાં જ બહાર નીકળી ગઈ.